________________
૨૩૬
૨૩૬
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫
अन्यथा चिंतितं कार्य, दैवेन कृतमन्यथा । वर्षति जलदाः शैले, जलमन्यत्र गच्छति ॥१॥ अन्यथा चिंतितं कार्य, दैवेन कृतमन्यथा ।
प्रियाकृते हि प्रारंभः, स्वात्मघाताय सोऽभवत् ॥२॥
અન્યથા પ્રકારે ચિંતવેલું કાર્ય દૈવયોગે અન્યથા (વિપરીત) થયું. કેમકે વરસાદ તો પર્વત પર વરસે છે, પણ પાણી અન્ય સ્થાને જતું રહે છે, તેવી જ રીતે જે કાર્ય જુદી રીતે ચિંતવ્યું હતું તે કાર્ય દેવયોગે વિપરીત થયું; કેમકે પ્રિયાને છોડાવવા માટે કરેલો પ્રારંભ પોતાના જ ઘાતને માટે થયો.”
પછી તારી માતા કોઈ ભિલ્લના હાથમાં પકડાઈ. ત્યાંથી પણ નાસીને વનમાં ભટકતાં તેણે કોઈ વૃક્ષના ફળનું ભક્ષણ કર્યું. તે ફળના પ્રભાવથી તેનું શરીર કાંઈક નીચું અને ગૌર વર્ણવાળું થયું. “મણિ, મંત્ર તથા ઔષધિનો મહિમા અચિંત્ય છે. ત્યાંથી કોઈ દેશ તરફ વ્યાપારાર્થે જતા કોઈ વણિક લોકોએ તેને જોઈને “આ કોઈ વનદેવતા છે.” એમ ભ્રાંતિ પામીને “તું કોણ છે?” એમ પૂછયું, ત્યારે તે બોલી કે “હું કોઈ દેવી નથી, પણ મનુષ્યાણી છું.” તેથી તે વણિક લોકોએ તેને લઈને સુવર્ણપુરમાં વેચી. તે રૂપવાન હોવાથી વિશ્વમવતી નામની વેશ્યાએ એક લક્ષ દ્રવ્ય આપીને તેને વેચાતી લીધી. પછી તેને નૃત્ય વગેરે શીખવી તેનું સુવર્ણરેખા એવું નામ રાખ્યું. તે ક્રમે કરી રાજાની ચામર વીંઝનારી થઈ. તે આ સુવર્ણરેખા તારી માતા છે. તેણે તને ઓળખ્યો છે, પણ લજ્જાથી તથા લોભથી તેણે પોતાપણું પ્રગટ કર્યું નથી.” તે સાંભળીને શ્રીદત્તે પૂછ્યું કે “હે સ્વામી ! આપનું વચન સત્ય છે, પરંતુ વાનરને આ વાતની ક્યાંથી ખબર?” મુનિએ કહ્યું કે “તારો પિતા તારી માતાના ધ્યાનથી જ મરીને વ્યંતર થયો છે. તેણે અહીં ભમતાં તને તથા સોમશ્રીને જોઈને અકાર્ય કરવા પ્રવૃત્ત થયેલા એવા તને વાનરના શરીરમાં પ્રવેશ કરીને તે કાર્યનો નિષેધ કર્યો છે.”
તે સાંભળીને શ્રીદરે વિચાર્યું કે “અહો ! કર્મની કેવી વિષમ ગતિ છે ! ફરીથી મુનિ બોલ્યા કે “તે વ્યંતર ફરીથી પાછો આવીને પૂર્વના મોહને લીધે પોતાની પ્રિયાને લઈ જશે.” તેવામાં તે જ વાનર આવીને સોમશ્રીને ઉપાડી બીજા વનમાં ચાલ્યો ગયો. તે જોઈ શ્રીદત્ત માથું ધૂણાવતો મુનિને નમી કન્યા સહિત સ્વસ્થાને ગયો.
અહીં વૃદ્ધ વેશ્યાએ દાસીને પૂછ્યું કે “સુવર્ણરેખા ક્યાં છે?” દાસીએ કહ્યું કે પચાસ હજાર દ્રવ્ય આપીને શ્રીદત્તશ્રેષ્ઠિ તેને લઈ વનમાં ગયો છે.” વૃદ્ધ વેશ્યાએ કહ્યું કે “તેને બોલાવી લાવ.” એટલે દાસીએ આવીને દુકાને બેઠેલાં શ્રીદત્તને પૂછ્યું કે “અમારી સ્વામિની ક્યાં છે?” શ્રીદત્ત બોલ્યો કે “હું જાણતો નથી.”