________________
૨૬૮
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫ मदोन्मत्ता भवत्यन्ये, स्वल्पायामपि संपदि ।
असो तु संपदुत्कर्ष, संप्राप्तापि न माद्यति ॥ “બીજી સ્ત્રીઓ થોડી સંપત્તિમાં પણ મદોન્મત્ત થયેલી છે, પરંતુ આ તો મોટી સમૃદ્ધિ પામ્યા છતાં પણ ગર્વ કરતી નથી.” મારી બીજી રાણીઓ ઈર્ષાથી આના ગુણને પણ દોષરૂપે જુએ છે; પરંતુ દુર્જનનો એવો સ્વભાવ જ હોય છે. કહ્યું છે કે –
जाड्यं हीमति गण्यते व्रतरुचौ दंभः शुचौ कैतवं । शूरे घृणता ऋजौ विमतिता दैन्यं प्रियालापिनी ॥ तेजस्विन्यवलिप्तता मुखरता वक्तर्यशक्तिः स्थिरे ।
तत्को नाम गुणो भवेत् स गुणिनां यो दुर्जनै कितः ॥१॥ ભાવાર્થ - “દુર્જનો લજજાવંતને વિષે જડતા ગણે છે, વ્રતની રુચિવાળાને વિષે દંભનો આરોપ કરે છે, પવિત્રને વિષે કપટ કહે છે, શૂરવીરને નિર્દય કહે છે, સરલ સ્વભાવવાળાને મૂર્ખ કહે છે, પ્રિય વચન બોલનારને દીન કહે છે, તેજસ્વી હોય તો ગર્વિષ્ઠ કહે છે, વક્તા હોય તો વાચાળ કહે છે અને સ્થિરતાવાળો હોય તો અશક્તિમાન કહે છે, માટે એવો કયો ગુણ છે કે જેને દુર્જનોએ કલંકિત કર્યો નથી?” અર્થાત તેણે સર્વ ગુણોને કલંક વડે અંકિત કરેલા છે.
આ પ્રમાણે વિચારીને રાજાએ તેને પટ્ટરાણી કરી. એકદા રાજાએ પટ્ટરાણી સાથે ધર્મોપદેશ સાંભળીને શ્રાવકધર્મ અંગીકાર કર્યો. પછી અનુક્રમે તે ચિત્રકારની પુત્રી ધર્મનું આરાધન કરીને સ્વર્ગ ગઈ, ત્યાંથી ચ્યવીને તે વૈતાઢ્ય પર્વત ઉપર દઢશક્તિ રાજાની પુત્રી થઈ. તે પુત્રી જ્યારે યુવાવસ્થા પામી ત્યારે તેને જોઈને મોહ પામેલો વાસવ નામનો ખેચર તેનું હરણ કરીને આ પર્વત પર લાવ્યો. અહીં વિદ્યાના બળથી આ પ્રાસાદ બનાવીને તે પરણવાને તૈયાર થયો. તેવામાં તે કન્યાનો મોટો ભાઈ અહીં આવ્યો એટલે વાસવનું ને તેનું યુદ્ધ થયું. તેને પરિણામે બન્ને જણા મૃત્યુ પામ્યા. પોતાના ભાઈના મરણથી તે કન્યા શોકાતુર થઈ અને અત્યંત રુદન કરવા લાગી. તેવામાં કોઈ વ્યંતર દેવે આવીને કહ્યું કે, “તું કેમ રૂદન કરે છે?” તેનો જવાબ તે આપે છે, તેટલામાં તે કન્યાનો પિતા ત્યાં આવ્યો. તેને આવતો જોઈને તે દેવે તે કન્યાને શબરૂપ કરી નાંખી. દઢશક્તિ રાજાએ પુત્રને તથા પુત્રીને મરેલા જોઈને ઉદ્વેગ પામી સંસારની અસારતા જાણી પોતાને હાથે લોચ કરી ચારિત્ર અંગીકાર કર્યું.
ત્યાર પછી તે દેવે માયાનું હરણ કરી તે કન્યાને સચેતન કરી અને તે બન્નેએ મુનિને વંદના કરી. પછી મુનિના પૂછવાથી તે કન્યાએ પોતાના ભાઈનું વૃત્તાંત કહ્યું. ત્યારે મુનિ બોલ્યા કે “મેં હમણાં ત્રણ શબ કેમ જોયાં હતાં ?” એટલે તે દેવ બોલ્યા કે “મેં મારી માયા તમને બતાવી હતી.” મુનિએ પૂછ્યું કે “શા માટે?” દેવ બોલ્યો કે “આ કન્યા પૂર્વે ચિત્રકારની