Book Title: Updesh Prasad Part 05
Author(s): Vishalsensuri
Publisher: Virat Prakashan Mandir

View full book text
Previous | Next

Page 323
________________ ૩૧ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૫ તે ચૈત્યના મધ્ય ભાગમાં અતિ સુશોભિત મહામંડપ છે, તે પોતાની મુક્તિરૂપી કન્યાને કોઈપણ યોગ્ય વરને આપવા માટે મનમાં ઈચ્છા રાખનારા ધર્મરાજાએ જાણે મણિ સુવર્ણમય ચિત્રોથી શોભાયમાન સ્વયંવરમંડપ રચ્યો હોય નહિ એવો શોભે છે. વળી તે શ્રી ઋષભસ્વામીના પ્રાસાદમાં વર્ણન કરવાલાયક એવા ઘણા સ્થંભો શોભી રહ્યા છે. તે અંભોને વિષે સર્વ રાજાઓ જાણે “હે જિનેન્દ્ર ! ઈન્દ્ર આપનો સેવક છે તે અમારો શત્રુ છે, માટે તેની સાથે અમને મૈત્રી કરાવો.” એમ કહેવાને માટે આવ્યા હોય નહિ તેમ પ્રભુની ઉપાસના કરી રહ્યા છે. તે યુગાદીશ જિનેશ્વરના મંદિર ઉપર આકાશને અલંકૃત કરતું શિખર પોતાના વૈભવથી સૂર્યના કિરણોના મંડળને વિડંબના પમાડે છે તથા જાણે પોતાની કાપી નાંખેલી પાંખો ફરીથી મેળવવાને માટે ઈચ્છતો અમરાચળ ત્રણ ભુવનના મનોરથ પૂર્ણ કરવામાં કલ્પવૃક્ષ સમાન તે જિનેશ્વરની ભક્તિ કરવા આવ્યો હોય તેવું શોભે છે. વળી “હે પ્રભુ ! જગતના ધનાદિક મનોરથ પૂરવારે તો હું સમર્થ છે. પણ તમારી જેમ મોક્ષલક્ષ્મી આપી શકવા માટે મને તેના આકારમાં લઈ જાર એમ જગદીશ્વરને કહેવા માટે ઉત્સુક થયેલો કામકુંભ આવીને જાણે પ્રભુને સેવતો હોય નહિ તેમ તે શિખર પર રહેલો સુવર્ણકળશ શોભે છે. વળી ત્રણ ભુવનમાં પોતાની જેવા વૈભવવાળા સમૂહને જાણે જીતવાની ઈચ્છા થઈ હોય એવા આ જિનેશ્વરના પ્રાસાદે શત્રુના સમૂહરૂપ સાગરને મંથન કરવામાં મન્દરાચળ સમાન શિખર પર ફુરણાયમાન થતો મજબૂત દંડરત્ન ધારણ કર્યો છે; તેમજ જય મેળવનાર વિભૂતિ વડે વારંવાર સ્પર્ધા કરતા વૈજયંતાદિકને જીતીને આ આદિનાથના ચૈત્યે જાણે જગતમાંહેના શત્રુમાત્રના વિજયને જણાવનારી વૈજયંતિકા મસ્તક પર ધારણ કરી હોય એમ હું માનું છું. અનેક નિર્જર, મનુષ્યો અને ઉરગોના પુરંદરોએ (દેવેન્દ્ર, નરેન્દ્ર ને અસુરેન્દ્રોએ) સેવિત એવો વિમળાચળરૂપ રાજા ઋષભદેવની પ્રતિમાથી અલંકૃત થયેલા એવા અને ઉપર જણાવેલા સુંદર મંડપની અંદર રહેલા તેમજ તોરણોના ત્રિકથી વિચિત્ર લાગતા ગર્ભાશયને ધારણ કરી રહ્યો છે. તે ગર્ભગૃહની અંદર યુગના આદિ સમયમાં જેમ મેં સંસારથી પ્રાણીઓનો ઉદ્ધાર કર્યો હતો, તેવી જ રીતે આ મલિન કલિકાળમાં પણ ફરીથી હું ઉદ્ધાર કરું, એવો હૃદયમાં વિચાર કરીને શ્રી આદીશ્વર પ્રભુ પોતાના સ્વરૂપે ત્યાં ઉતરીને પ્રતિમાના મિષથી સ્થિર રહ્યા છે એમ જણાય છે. મોક્ષલક્ષ્મીને ભજનારા અને મેઘસમાન ગંભીર ધ્વનિવાળા એવા હે પ્રભુ ! તમે નિરંજનપણાથી કમળની જેવા વિશુદ્ધ આશયવાળા કહેવાઓ છો, સંસારસાગરમાંથી ભવ્ય પ્રાણીઓને તમે નૈકાની જેમ પાર ઉતારો છો. વળી અમૃતરસની જેમ તમે જગતના સમગ્ર પ્રાણીઓનું જીવન છો, એવા હે પ્રભુ! તમે જયવંતા વર્તો. || કૃતિ પ્રીસીવિનમ્

Loading...

Page Navigation
1 ... 321 322 323 324 325 326