________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫ ૨
શ્રી વીરજિનેશ્વરને ઈન્દ્રભૂતિ વગેરે અગિયાર ઉત્તમ ગણધરો હતા. તેઓ જાણે પ્રથમ શિવે દગ્ધ કરેલો કામદેવ પાર્વતિના લગ્નમાં ફરીથી પ્રગટ થયો તેને હણવાની ઈચ્છા રાખનાર અગિયાર રુદ્ર (શિવ) પ્રગટ થયા હોય તેવા શોભતા હતા. તે ગણધરોમાં શ્રી વર્ધમાનસ્વામીના પટ્ટને ધારણ કરવામાં ધૂર્ય એવા શ્રી સુધર્માસ્વામી થયા. “જગતમાં વૃષભ વિના બીજો કોણ ધૂસરીના સ્થાનને અવલંબન આપે?” તે સુધર્માસ્વામીના પટ્ટ ઉપર યશલક્ષ્મી વડે કુંદપુષ્પને તથા શંખને પણ તિરસ્કાર કરનાર જંબૂસ્વામી થયા. બાળક એવા પણ જેનાથી પરાભવ પામેલો કામદેવ જાણે લજ્જા પામ્યો હોય તેમ અદશ્ય થઈ ગયો. તે જ જંબૂસ્વામીના પટ્ટની લક્ષ્મીને ચંદ્રમુખી સ્ત્રીને જેમ તિલક શોભાવે તેમ પ્રભવસ્વામીએ શોભાવી, કે જે પ્રભસ્વામીએ ચોરરૂપ થઈને પણ સાર્થવાહની જેમ પ્રાણીઓને કલ્યાણકારી એવી મોક્ષલક્ષ્મી પ્રાપ્ત કરવી તે અતિ આશ્ચર્ય છે.
ત્યાર પછી તે પ્રભવસ્વામીના પટ્ટને પિતાના સિંહાસનને જેમ રાજા શોભાવે તેમ શäભવસ્વામી શોભાવતા હતા, જેમના કંઠપીઠમાં મુક્તામણિની માળાની જેમ સર્વ વિદ્યાઓ સ્ફરસાયમાન થઈને શોભી રહી હતી. ત્યારપછી સિંહ જેમ પર્વતના શિખરને શોભાવે તેમ તેમના પટ્ટને કીર્તિરૂપી આકાશગંગા વડે દિશાઓને પૂર્ણ કરતા એવા શ્રી યશોભદ્રસૂરિ શોભાવતા હતા. ત્યાર પછી જેમ શ્રાવણ માસનો મેઘ જળવૃષ્ટિથી કદંબ, જંબૂ અને કુટજ વૃક્ષોના વનને પલ્લવિત કરે તેમ શ્રી યશોભદ્રસ્વામીના પટ્ટને શ્રી સંભૂતિવિજય આચાર્યે પોતાની શોભાથી અલંકૃત કર્યું.
ત્યાર પછી તે સંભૂતિવિજયના સતીર્થ્ય (ગુરુભાઈ) ભદ્રબાહુ આચાર્ય સમગ્ર આગમના પારદર્શી થયા, જેમણે વજરત્નની ખાણમાંથી વજરત્નની જેમ દશાશ્રુતસ્કન્દમાંથી કલ્પસૂત્ર ઉદ્ધર્યું. ત્યાર પછી તે સંભૂતિવિજય તથા ભદ્રબાહુસ્વામીની પટ્ટલક્ષ્મીને પોતાના વંશરૂપી સમુદ્રમાં કૌસ્તુભમણિ જેવા શ્રી સ્થૂલભદ્રસ્વામીએ યશથી ત્રણ લોકની જેમ શોભાવી. ત્યાર પછી સારથિના રથને વહન કરવામાં બે વૃષભ હોય તેમ તે સ્થૂલભદ્રના પટ્ટ ઉપર અનુક્રમે ધર્મધુરાને ધારણ કરનારા આર્યમહાગિરિ તથા આર્યસુહસ્તિ થયા. ત્યાર પછી તે આર્યસુહસ્તિ મુનીન્દ્રના પટ્ટને વિષ્ણુના પાદક્રમરૂપ આકાશને સૂર્યચંદ્રની જેમ શ્રી સુસ્થિતસૂરિ તથા સુપ્રતિબદ્ધસૂરિ નામના તેમના બે શિષ્યોએ સુશોભિત કર્યું.
પૂર્વે સુધર્માસ્વામીથી આરંભીને સુહસ્તિસૂરિ થયા ત્યાં સુધી સાધુઓનું નિર્ગથ નામ હતું, એટલે નિર્ગસ્થ ગચ્છ કહેવાતો, અને આ બે સુસ્થિત તથા સુપ્રતિબદ્ધસૂરિના વખતથી બીજું કોટિગણ એવું નામ થયું. તેનો હેતુ એ છે કે તે સૂરિએ સૂરિમંત્રનો એક કરોડ વાર જાપ કર્યો હતો.
ત્યાર પછી તે સુસ્થિત અને સુપ્રતિબદ્ધસૂરિની પટ્ટલક્ષ્મીના તિલકરૂપ મુનિઓમાં ચક્રવર્તી સમાન શ્રી ઈન્દ્રદિન આચાર્ય થયા. તેમણે બળરામે યમુનાનો પરાભવ કર્યો તેમ દાંભિકપણાનો