________________
૩૦૨
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ - ત્યાર પછી જગને પવિત્ર કરનાર દેવનદી (ગંગા)નો પ્રવાહ ચંદ્રમૌલિ (શિવ)ની જટાનો આશ્રય કરે તેમ તે અજિતદેવસૂરિના પટ્ટનો તપસ્વીઓને વિષે સિંહ સમાન અને જગતને પવિત્ર કરનાર એવા શ્રી વિજયસિંહસૂરિએ આશ્રય કર્યો. ત્યાર પછી ઈક્વાકુ વંશને શ્રી ઋષભસ્વામીના પુત્રો ભરત અને બાહુબળીએ જેમ શોભાવ્યો, તેમ તે વિજયસિંહસૂરિના પટ્ટને શ્રી સોમપ્રભ તથા શ્રી મણિરત્નસૂરિએ શોભા પમાડી. ત્યાર પછી શ્રીમતજગચંદ્રસૂરિ થયા. તેમણે તે બન્ને સૂરિના પટ્ટરૂપી લક્ષ્મીના તિલકની લીલાને વિસ્તારી. તે સૂરિએ જેમ રાજહંસ મેઘથી મલિન થયેલા તળાવનો ત્યાગ કરે, તેમ કળિકાળના પ્રભાવથી થયેલી ચારિત્રની શિથિલતાનો ત્યાગ કર્યો હતો. તે આચાર્ય વાદ કરવા આવેલા બત્રીશ દિગંબરાચાર્યો સાથે વાદ કરવામાં હીરકમણિ (વજમણિ)ની જેવા અભેદ્ય થયા હતા, તથા આઘાટનગરના રાજાએ તેમનું હીરલાજગચંદ્રસૂરિ એવું નામ પ્રસિદ્ધ કર્યું હતું. વળી જેમ કોઈ રાજા મોટા યુદ્ધોએ કરીને શત્રુઓનો પરાભવ કર્યા પછી જિતકાશીની સંજ્ઞા પામે, તેમ તે આચાર્ય બાર વર્ષ સુધી આયંબિલનો તપ કરીને તપાનું બિરુદ પામ્યા હતા.
ત્યારથી આરંભીને જેમ અત્રિ ઋષિના નેત્રથી ચંદ્રલેખા પ્રગટ થઈ, તેમ આ આચાર્યથી તપાગચ્છ એવું છઠ્ઠું નામ પ્રગટ થયું; અને જેમ વસંત માસથી સૂર્યની કાંતિ અધિક દેદીપ્યમાન થાય તેમ આ આચાર્યથી મુમુક્ષુ પુરુષોની લક્ષ્મી અધિક દીપ્ત થઈ.
૩૫૮
તપાગચ્છ નામ પડ્યા પછીના આચાર્યની પટ્ટાવળી ત્યાર પછી શ્રી જગચંદ્રસૂરિના પટ્ટ ઉપર વિષ્ણુના વક્ષ:સ્થળ ઉપર કૌસ્તુભમણિની જેમ દેવેન્દ્રના કર્ણોમાં આભરણરૂપ થતાં યશો વડે ત્રિજગતને ઉલ્કાસન કરનાર દેવેન્દ્ર નામના સૂરિ શોભતા હતા. (આ સૂરિ કર્મગ્રંથાદિકના કર્તા જાણવા). ત્યાર પછી તેના પટ્ટ ઉપર ધર્મઘોષસૂરિ થયા. તે જાણે નાગણીઓએ ગાયન કરેલી તે આચાર્યની કીર્તિને સાંભળવામાં રસિક થયેલા નાગાધિરાજે (શેષનાગે) તે માટે જ બે હજાર ચક્ષુઓ' ધારણ કર્યા હોય નહીં એવા થયા. તે આચાર્યના ઉપદેશથી બાદશાહના મંત્રી પૃથ્વીધરે જાણે પોતાની ચોરાશી જ્ઞાતિઓનો ઉદ્ધાર કરવા માટે જ હોય નહિ એમ તીર્થકરોના ચોરાશી પ્રાસાદો કરાવ્યા. ત્યાર પછી તેમના પટ્ટ ઉપર મનુષ્યોની દૃષ્ટિરૂપ ચકોરીને આહલાદ કરવામાં ચંદ્રની કાંતિસમાન સોમપ્રભ નામના સૂરિ થયા. તે સૂરિના સંગથી શરઋતુના સંગથી ચંદ્રયોજ્ઞાની જેમ ચારિત્રલક્ષ્મી શોભતી હતી. ૧. સર્પો ચક્ષુ વડે જ સાંભળે છે. તેમને કાન જુદા હોતા નથી. અહીં સાંભળવા માટે ચક્ષુ કર્યાનું સમજવું.