________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૫
૩૦૧ હતો. વળી તે આચાર્ય રતિ (સ્ત્રી વગેરેની પ્રીતિ)નો ત્યાગ (નાશ) કર્યો હતો અને કામદેવ તો રિતિનો પતિ હોવાથી તેનો સ્વીકારનાર હતો, તે આચાર્ય મધુ મધ અથવા મદ્ય)થી દૂર રહેલા હતા, અને કામદેવ તો મધુ (વસંત)ના સહાયનો ઈચ્છક હતો, તેમજ તે આચાર્યની મૂર્તિ સમગ્ર વિશ્વને આદર કરવા યોગ્ય મનોહર હતી, અને કામદેવ તો અનંગ હોવાથી મૂર્તિરહિત હતો, માટે તે આચાર્ય નવીન કામદેવરૂપ થયા હતા.
ત્યાર પછી પોતાની કીર્તિરૂપ ચંદ્રજ્યોત્મા વડે જેમણે ત્રિલોકને ધવલિત કર્યું છે એવા શ્રી માનદેવસૂરિએ પ્રભુ, મંત્ર અને ઉત્સાહ એ ત્રણ પ્રકારની શક્તિ વડે રાજાની લક્ષ્મીની જેમ તે પ્રદ્યુમ્નસૂરિના પટ્ટની લક્ષ્મીને શોભા પમાડી. (આ ત્રીજા માનદેવસૂરિ જાણવા). ત્યાર પછી જેમના ચરણકમળમાં ઈન્દ્રો તથા ચન્દ્રો ભ્રમરરૂપ થયા છે એવા વિમલચંદ્ર નામના સૂરીશ્વરથી શત્રુને તાપ પમાડનાર પ્રતાપી રાજાની જેમ તે માનદેવસૂરિનું પટ્ટ લક્ષ્મીને ભોગવતું થયું. ત્યાર પછી તેમના પટ્ટ ઉપર કામદેવ સમાન પ્રશસ્ત રૂપવાન અને આચાર્યોને વિષે ચંદ્ર સમાન ઉદ્યોતન નામના સૂરિ વિરાજમાન થયા, કે જેના પટ્ટને ધારણ કરનારા દિગ્ગજોની જેવા આઠ સૂરિન્દ્રો થયા. આ સૂરિએ મોટા વટવૃક્ષની નીચે આઠ મુનિઓને સૂરિપદ આપ્યું હતું તેથી તેમના વખતથી આ ગચ્છનું વડગચ્છ અથવા બૃહદ્રગચ્છ એવું પાંચમુ નામ પડ્યું. ત્યાર પછી તેમના પટ્ટ ઉપર જેમણે પોતાના માહાસ્ય વડે સર્વ દેવોને નમ્ર કરેલા છે એવા સર્વદેવ નામના આચાર્ય થયા, કે જે તારાની શ્રેણી વડે ચંદ્રની જેમ ગુણોની શ્રેણી વડે આશ્રય કરાયેલા હતા.
ત્યાર પછી તેના પટ્ટ ઉપર ગોને વિષે નિવાસ કરનાર, ગૌરવ વડે શોભાવાળા, વાણીના અધિપતિ અને વિબુધોએ સેવાતા એવા દેવસૂરિ (બૃહસ્પતિ)ના જેવા શ્રીદેવસૂરિ નામના આચાર્ય થયા. ત્યાર પછી મંદિરને દીવો શોભાવે તેમ તેના પટ્ટને દોષોના ઉદયથી પ્રગટ થયેલા તમ (અજ્ઞાન અથવા પાપપટ્ટના વિસ્તારનો નાશ કરવારૂપ વ્યાપારમાં જ તત્પર થયેલા એવા શ્રી સર્વદવસૂરિએ શોભાવ્યું. (આ બીજા સર્વદેવસૂરિ જાણવા.) ત્યાર પછી તેમના પટ્ટારૂપ આમ્રવૃક્ષને સેવનારા પોપટ અને કોયલની જેવા શ્રીમાનું યશોભદ્રસૂરિ તથા મુનિઓને વિષે શ્રેષ્ઠ એવા શ્રી નેમિચંદ્રસૂરિ થયા. ત્યાર પછી તે બન્ને સૂરિના પટ્ટ ઉપર અનેક શાસ્ત્રોના રચનારા શ્રી મુનિચંદ્ર નામના સૂરિ થયા. વાયુની અસ્મલિત ગતિની જેમ તેમની બુદ્ધિ કોઈ પણ શાસ્ત્રમાં અલના પામતી નહોતી. ચારિત્ર લેવાને ઈચ્છતા ચક્રવર્તી જેમ છ ખંડ પૃથ્વીનો ત્યાગ કરે તેમ આ સૂરિએ છ વિગયનો ત્યાગ કર્યો હતો. તે સૂરિ કોઈપણ વખત પોતાના શરીર ઉપર પણ મમતા કરતા નહીં, અને હંમેશા એક જ વાર છાશની પરાશ માત્રનો આહાર કરતા હતા. ત્યાર પછી તેમના પટ્ટ ઉપર દેવોએ ઉપસર્ગ કર્યા છતાં પણ આ કોઈ વખત જિતાય તેવા નથી, એ હેતુથી જ જાણે તેવા નામથી પ્રસિદ્ધ પૃથ્વી પર થયા હોય એમ અજિતદેવ નામના સૂરિ થયા. ૧. સૂરિના વિશેષણમાં ગો એટલે પૃથ્વી અને બૃહસ્પતિના વિશેષણમાં સ્વર્ગ. ૨. સૂરિના પક્ષમાં ગૌરવ એટલે માહાભ્ય, બીજા પક્ષમાં ઈન્દ્રાદિક દેવોને ભણાવવાથી ગુરુપણું. ૩. પહેલા પક્ષમાં પંડિતો બીજામાં દેવો. ૪. દીવાના પક્ષમાં દોષા એટલે રાત્રિ અને તમ એટલે અંધકાર.