________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫
૨૭૭
તે વખતે પ્રભવ વિચાર કરવા લાગ્યો કે “અહો ! આ મહાત્માનું વિવેકીપણું તથા પરોપકારીપણું કેવું છે? અને મારું પાપિષ્ટપણું તથા મૂર્ણપણું કેવું છે? આ મહાત્મા પોતાને આધીન એવી પણ લક્ષ્મીનો ત્યાગ કરે છે અને નિર્લજ્જ એવો હું તે જ લક્ષ્મીની અભિલાષા કરું છું પણ તે પ્રાપ્ત થતી નથી. માટે હું અત્યંત નિંદ્ય છું. મને અધર્મીને ધિક્કાર છે !” આવા વિચારથી પરિવાર સહિત વૈરાગ્ય પામેલો પ્રભાવ બોલ્યો કે “હે મહાત્મા ! મને આજ્ઞા આપો મારે શું કરવું?” જંબૂકુમારે જવાબ આપ્યો કે “જે હું કરું તે તું પણ કર.”
પછી પ્રાતઃકાળે સંઘ તથા ચૈત્યનું પૂજન કરીને સ્વજનોનું સન્માન કરીને કુમારે સ્નાન કરી ચંદનનું વિલેપન કર્યું. પછી શ્વેત વસ્ત્રો તથા સર્વ અંગે અલંકારો ધારણ કરીને હજાર પુરુષોએ વહન કરાતી શિબિકામાં આરૂઢ થયા. માર્ગમાં દીન પુરુષોને દાન આપી રંજન કરતા હતા, વાજિંત્રોથી આકાશ શદિત થતું હતું અને અનાદત દેવતાએ તેનો નિષ્ક્રમણોત્સવ કર્યો હતો. એવી રીતે પોતાની આઠ પત્નીઓ તેના મા-બાપો, પોતાના મા-બાપ અને પાંચસો ચોરો સહિત પ્રભવ રાજપુત્ર-એ સર્વની સાથે જંબૂકુમાર સુધર્માસ્વામીએ પવિત્ર કરેલા ઉપવનમાં આવ્યા. ત્યાં શિબિકાથી ઉતરીને નમસ્કાર કરી જંબૂકુમારે વિજ્ઞપ્તિ કરી કે “કુટુંબ સહિત અમને પાંચસો સત્તાવીશ જણને દીક્ષા તથા તપસ્યા આપીને અનુગ્રહ કરો.” એટલે સુધર્માસ્વામીએ પોતાના હાથથી તેને પરિવાર સહિત દીક્ષા આપી, અને પ્રભવમુનિ જેબૂમુનિને શિષ્ય તરીકે આપ્યા.
“શ્રી વીરસ્વામીના નિર્વાણ પછી દશ વર્ષે સુધર્માસ્વામીએ બૂસ્વામીને ગણધર પદવી આપી, અને શ્રી મહાવીરના નિર્વાણ પછી ચોસઠ વર્ષે જંબૂસ્વામીએ પ્રભવસ્વામીને ગણધર પદવી આપી.”
O
૩૫૩
ભાવવંદનાનું ફળ स्वस्थानस्थोऽपि सद्भावात्, सांबः श्रीकृष्णनन्दनः ।
श्रीनेमिवंदनात् प्राप, फलं मुक्तिफलप्रदम् ॥१॥
ભાવાર્થ - “શ્રી કૃષ્ણનો પુત્ર સાંબ પોતાને સ્થાને રહીને પણ સદ્ભાવ વડે શ્રી નેમિનાથને વંદન કરવાથી મુક્તિફળને આપનારું ફળ પામ્યો.”