________________
૨૮૬
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથભાગ-૫ પ્રવેશ કરશે? પછી તે તે જ દિવ્ય સ્વરૂપે રહેશે.” તે સાંભળીને કન્યાના આપ્તજનોએ તે પ્રમાણે કર્યું, તેથી તે દેવકુમાર તે જ સ્વરૂપે રહ્યો.” આ પ્રમાણે તે સ્વામી! જ્યારે તમારા ગુરુ હંમેશાં સ્વર્ગે જતા હશે, ત્યારે તે દિવ્ય અને મલાદિક રહિત એવું દેવના જેવું નવીન શરીર કરીને જતા. હશે, અને મૂળ દેહને શબરૂપે અહીં મૂકી જતા હશે, તે વિના જવાય નહીં, તેથી મેં એવા હેતુથી અગ્નિ મૂકાવ્યો હતો કે જો તેનું મૂળ શરીર સર્પના ક્લેવરની જેમ ભસ્મ થઈ જાય, તો તેના દિવ્ય સ્વરૂપનું જ હંમેશાં સર્વને દર્શન થાય, એટલે બહુ શ્રેષ્ઠ થાય; કેમકે લોકોત્તર રૂપનું દર્શન અતિ દુર્લભ છે. પણ તે મારો અભિપ્રાય પાર પડ્યો નહીં, અને અગ્નિની જ્વાળાથી પરાભવ પામેલા તે તો ઘરમાંથી જ વિહ્વળ વચન અને વજનવાળા બહાર નીકળ્યા. માટે હે રાજન્ ! સ્વર્ગ ગમનાગમનની સર્વ વાત અસત્ય જ માનવા યોગ્ય છે,” આ પ્રમાણે રાણીએ કહેલ યુક્તિ સાંભળ્યા છતાં પણ ધૂર્તના વચનથી વ્યક્ઝાહિત થયેલા ચિત્તવાળાની જેમ રાજાએ જરા પણ બૌદ્ધગુરુપરના દષ્ટિરાગનો ત્યાગ કર્યો નહીં. કહ્યું છે કે –
कामरागस्नेहरागा-वीषत्करनिवारणौ ।
दृष्टिरागस्तु पापीयान्, दुरुच्छेद्यः सतामपि ॥१॥ કામરાગ અને સ્નેહરાગ એ બેને નિવારણ કરવામાં બહુ ર્થોડી મહેનત પડે છે, તેનું નિવારણ સહેજે થઈ શકે છે; પણ પાપિષ્ટ એવો દષ્ટિરાગ તો સત્પષોથી પણ દુઃખે તજી શકાયછેદાય તેવો છે.”
અન્યદા રાજાએ બૌદ્ધગુરુને ભોજન માટે નિમંત્રણ કર્યું, તે જમવા આવ્યા ત્યારે રાણીએ તેમાં ઉપાનહ (પગરખાં) પોતાના સેવક પાસે ગુપ્ત રીતે મંગાવી તેના સૂક્ષ્મ કકડા કરી તેનું ચૂર્ણ શાક વગેરેમાં ખબર ન પડે તેમ ભેળવી દીધું. ભોજન કરતી વખતે ગુરુએ ભોજનના સ્વાદને લીધે કાંઈ પણ જાણ્યું નહીં. ભોજન કરી રહ્યા પછી પોતાને સ્થાને જતી વખતે ગુરુએ ચોતરફ પોતાનાં ઉપાનહ શોધ્યાં. પણ હાથ લાગ્યાં નહીં; ત્યારે ચેલણાએ રાજાને કહ્યું કે “હે સ્વામી! તમારા ગુરુ. જ્ઞાની છે કે નહીં? જો જ્ઞાની હોય તો ઉપાનહની શોધ શા માટે કરે છે? જ્ઞાનથી જ જાણી લે કે
ક્યાં છે? અને જો અજ્ઞાની છે, તો હમણાં જમેલા ભોજનને તેના નામને પણ ભૂલી જશે. માટે હે રાજન્ ! આ દાંભિક માણસો શું જાણી શકે? સમગ્ર વિચારમાં નિપૂણ તો જૈન મુનિઓ જ હોય છે.” પછી ગુરુ તો ખેદ પામી પોતાને સ્થાને ગયા. ઘેર પહોંચ્યા કે તરત કંઠ સુધી ભોજન કરેલું હોવાથી તેમને વમન થયું, તેમાં ચર્મના સૂક્ષ્મ કકડાઓ નીકળ્યા, એટલે ગુરુએ રાજાને બોલાવીને તે વાત કહી. રાજાએ કહ્યું કે “અમારા ભોજનમાં એવા કોઈ જાતનો દોષ ધારશો નહીં.” પછી તે વાત રાજાએ રાણી પાસે આવીને કહી; એટલે રાણી બોલી કે “તમારા ગુરુ જ્ઞાનીના નામથી પૂજાય છે, તો એટલું પણ જાણી શક્યા નહિ કે મારા ઉપાનહ મારા ઉદરમાં જ છે.” તે સાંભળીને રાજા મૌન રહ્યો.