________________
૨૯૧
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ યાત્રા કરવા માટે ગયો. ત્યાં તે સાધુને જોઈને “આપને મેં પૂર્વે કોઈ વખત જોયેલા છે.” એમ કહીને વંદના કરી. પછી તેમના પવિત્ર ચારિત્રથી પ્રસન્ન થયેલા મંત્રીએ તે મુનિને તેમના ગુરુ, કુળ વગેરે પૂછ્યું; એટલે તેમણે મંત્રીને કહ્યું કે “તત્ત્વથી તો તમે જ મારા ગુરુ છો.” તે સાંભળીને અજાણ્યો મંત્રી કાન આડા હાથ રાખીને બોલ્યો કે “અરે પૂજય ! એવું ન બોલો.” મુનિ બોલ્યા કે
जो जेण सुद्धधम्मंमि, ठाविओ संजएण गिहिणा वा।
सो चेव तस्स जोयइ, धम्मगुरू धम्मदाणाओ ॥१॥ “મુનિએ અથવા ગૃહસ્થીએ જેણે જેને શુદ્ધ ધર્મમાં સ્થાપન કર્યો હોય તે જ તેને ધર્મદાન આપવાથી તેનો ધર્મગુરુ જાણવો.” એમ કહીને તે મુનિએ પોતાનું મૂળ વૃત્તાંત કહી તેને ધર્મમાં દઢ કર્યો.
ચિત્યના ભંગ કરનારે શું કરવું? चैत्यभंगाच्च यदुःखं, लब्धं तस्य क्षयः कथम् ।
भूयश्चैत्यविधानेन, तत्पापं विलयं व्रजेत् ॥१॥ ભાવાર્થ:- “ચૈત્યનો એટલે જિનપ્રતિમાનો અથવા જિનમંદિરનો ભંગ કરવાથી જે દુઃખ (પાપ) થાય તે શી રીતે ક્ષય પામે? આ પ્રશ્નનો જવાબ એ છે કે ફરીને ચૈત્ય કરાવવાથી તે પાપ નાશ પામે છે.” તે ઉપર દષ્ટાંત છે, તે નીચે પ્રમાણે –
પ્રહ્માદનપુર (પાલનપુર)માં પ્રહ્માદન નામે રાજા હતો. તે એકદા અબુદાચળ (આબુ પર્વત) જોવા ગયો. ત્યાં તેણે કુમારપાળરાજાએ કરાવેલો શ્રી પાર્શ્વનાથસ્વામીનો પ્રાસાદ જોયો. તે પ્રાસાદમાં શ્રી પાર્શ્વનાથસ્વામીની રૂપાની પ્રતિમા જોઈને રાજાએ તેને ભાંગી નખાવી મહાદેવનો પોઠીયો કરાવીને શિવાલયમાં સ્થાપન કર્યો. ત્યાંથી રાજા પોતાને ઘેર આવ્યો કે તરત જ રાજાના શરીરમાં ગલત્કૃષ્ટ (ઝરતો કોઢ)નો વ્યાધિ ઉત્પન્ન થયો. તે વ્યાધિથી રાજાના દેહમાં ઘણી વેદના થવા લાગી. રાજાને ગંગા વગેરેના તીર્થજળથી સ્નાન કરાવ્યું, તો પણ વ્યાધિ શાંત થયો નહીં; તેથી તે અત્યંત વ્યાકુળ થયો. એકદા રાજાએ કોઈ મુનિને રોગની શાંતિનો ઉપાય પૂછ્યો, ત્યારે મુનિએ કહ્યું કે -
स्वस्ति श्रियांधाम गुणाभिरामं, सुत्रामसंताननतांहिपद्मम् । जाग्रत्प्रतापं जगतितलेऽत्र, श्रीपार्श्वदेवं सततं श्रय त्वम् ॥१॥ यदीयमूर्तिर्भविनो समस्तं, निहंत्यधं दृष्टिपथावतीर्णा । शैलेऽर्बुदे स्थापिततीर्थनाथं, श्रीपार्श्वदेवो वितनोति सौख्यम् ॥२॥