________________
૨૯૨
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૫
રૂ હે રાજનું! કલ્યાણ અને સંપત્તિના સ્થાનભૂત, સકળ ગુણોથી વિરાજમાન અને જેના ચરણકમળને ઈન્દ્રોનો સમૂહ પણ પ્રણામ કરે છે, તથા જેનો પ્રતાપ જગતમાં નિરંતર જાગૃત છે એવા શ્રી પાર્શ્વનાથ પ્રભુનું તમે નિરંતર સેવન કરો. જેની મૂર્તિ માત્ર દૃષ્ટિમાર્ગમાં આવવાથી પણ ભવ્ય પ્રાણીઓના સમગ્ર પાપને હણે છે, એવા આબુ પર્વત પર સ્થાપન કરેલા શ્રી પાર્શ્વનાથ પ્રભુ સર્વ પ્રાણીઓને સુખના આપનારા છે.” હે રાજા ! તમે આ પુરમાં જ એક નવીન ચૈત્ય કરાવીને તેમાં શ્રી પાર્શ્વનાથજીની મૂર્તિ સ્થાપના કરી હંમેશા દંભ રહિત નિર્મળ ભક્તિથી તેની પૂજા કરો, તેથી તમારા રોગની શાંતિ થશે. વળી તે રાજા ! પ્રતિમાદિકના ભંગનું પ્રાયશ્ચિત્ત સાંભળો -
મોટી પ્રતિમા બળી ગઈ હોય, નાશ પામી હોય અથવા તેની કોઈએ ચોરી કરી હોય, તો મૂળ મંત્રનો એક લાખ જાપ કરીને બીજી પ્રતિમા સ્થાપન કરવાથી તે પાપની શુદ્ધિ થાય છે. એક હાથ ઊંચેથી બિંબ પડે તો મૂળ મંત્રનો દશ હજાર જાપ કરીને પછી પૂજા કરવી. બે હાથ ઊંચેથી પડે અને અંગભંગ ન થયો હોય તો એક લાખ જાપ કરીને ફરીથી સંસ્કાર કરવાથી શુદ્ધ થાય. પુરુષપ્રમાણ ઊંચાઈથી પ્રતિમા પડી હોય અને શલાકા સર્વથી વિશીર્ણ થઈ હોય તો તેનું પ્રાયશ્ચિત્ત નથી, એટલે કે શલાકાનો ભેદ થાય તો નવી જ પ્રતિમા કરાવવી પડે. સ્પંડિલાદિકમાં પણ દેવોનું આવાહન કર્યા પછી પૂજાનું કાર્ય વિસર્જન કર્યું ન હોય ત્યાં સુધીમાં જો પ્રમાદથી બિંબને ઉપઘાત થાય, તો પૂજાદિક વડે મંત્રને સંહરીને મૂળ મંત્રનો પાંચ હજાર જાપ કરી પાત્રદાન આપી ફરીથી સર્વ અર્ચા-પૂજા કરવી. દેવના ઉપકરણને પગ વડે સ્પર્શ થયો હોય તો પાંચસો વાર મંત્ર જાપ કરવો. પ્રતિક્રમણની ક્રિયાનો લોપ થયો હોય તો વ્યાધિ વિનાના એ ઉપવાસ કરીને મૂળ મંત્રનો સો વાર જાપ કરવો, અને વ્યાધિવાળાએ માત્ર સો વાર જાપ જ કરવો. એક દિવસ દેવપૂજા ન થઈ હોય, તો ત્રણ ઉપવાસ કરીને ત્રણ દિવસ ત્રણસો ત્રણસો વાર જાપ કરવો. અજાણતાં નિર્માલ્યનું ભક્ષણ થઈ ગયું હોય તો દશ હજાર જાપ કરી વિશેષ પૂજા કરવી, અને જાણીને નિર્માલ્યનું ભક્ષણ કર્યું હોય તો એક લક્ષ નવકારનો જાપ કરીને પાંચ ઉપવાસ કરવા.
નિર્માલ્યના પાંચ ભેદ છે. દેવસ્વ, દેવદ્રવ્ય, નૈવેદ્ય, નિવેદિત અને નિર્માલ્યા. તેમાં દેવને માટે આપેલા પ્રામાદિક દેવસ્વ કહેવાય છે, દેવસંબંધી અલંકારાદિ દેવદ્રવ્ય કહેવાય છે. દેવને માટે કલ્પલ પદાર્થ નૈવેદ્ય કહેવાય છે, દેવને માટે કલ્પીને તેમની પાસે ધરેલું નિવેદિત કહેવાય છે અને પ્રભુ પાસે ધર્યા પછી બહાર નાંખી દીધેલું-ઉપાડી લીધેલું નિર્માલ્ય કહેવાય છે. તે પાંચે પ્રકારના નિર્માલ્યને સુંઘવું નહીં, ઓળંગવું નહીં, કોઈને આપવું નહીં, તેમજ વેચવું નહીં. કેમકે કોઈને આપવાથી રાક્ષસજાતિમાં જન્મ થાય છે. ખાવાથી ચાંડાળ જાતિમાં જન્મ થાય છે. સ્પર્શ કરવાથી સ્ત્રીપણું પ્રાપ્ત થાય છે અને વેચવાથી ભિલ્લયોનિમાં જન્મ થાય છે. પૂજામાં દીપનું અવલોકન કરતાં તથા ધૂપ અન્નાદિક ધરતાં તેનો ગંધ આવે તેનો દોષ નથી, તેમજ નદીના પ્રવાહમાં નાંખેલા પુષ્પાદિક નિર્માલ્યના ગંધથી પણ દોષ લાગતો નથી. ૧. પોતાના સંબંધીને આપવું નહિ અને પોતે દ્રવ્ય મેળવવા વેચવું નહિ એમ સમજવું દેરાસરના માળી ભોજકને આપવામાં તેમજ દેવદ્રવ્યની વૃદ્ધિ માટે વેચવામાં બાધ સમજવો નહીં.