________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૫
muzey પિતા ! મને પરદેશીને શા માટે ગુપ્ત સ્થાને રાખ્યો છે?” મંત્રીએ તેને કપટથી કહ્યું કે “તને રાજાની પુત્રી કૈલોક્યસુંદરી સાથે પરણાવવો છે, તેને પરણીને પછી તું મારા કુષ્ટના વ્યાધિવાળા પુત્રને તે રાજપુત્રી આપજે. આ કાર્ય માટે તને અહીં લાવવામાં આવ્યો છે.” તે સાંભળીને મંગળકુંભ બોલ્યો કે “કુળને કલંક લગાડનારું અકૃત્ય હું શી રીતે કરું ? મુગ્ધજનને કૂવામાં ઉતારીને દોરડું કાપી નાખવા જેવું એ અકાર્ય તો હું નહિ કરું.” મંત્રીએ કહ્યું કે “રે મૂર્ખ ! જો આ કામ તું નહિ કરે તો હું મારા હાથથી જ તને મારી નાંખીશ.” તે સાંભળીને તે બાળક બુદ્ધિરૂપ નેત્રથી વિચારીને બોલ્યો કે “હું તમારા કહેવા પ્રમાણે કરું, પણ રાજા હસ્તમેળાપ વખતે જે વસ્તુ આપે તે બધી તમારે મને આપવી.” મંત્રીએ તે વાત કબૂલ રાખી. પછી લગ્નના દિવસે શુભ સમયે મોટા આડંબરથી મંગળકુંભ રાજપુત્રી સાથે પરણ્યો. તેના હસ્તમેળાપ સમયે રાજાએ જાતિવંત પાંચ અશ્વો વગેરે પહેરામણીમાં તેને આપ્યાં.
- વિવાહ થઈ રહ્યા પછી મંત્રી રાજપુત્રીને તથા મંગળકુંભને પોતાને ઘેર લઈ ગયો. થોડીવારે મંગળકુંભ દેહચિંતાએ જવાનું મિષ કરીને શયનગૃહથી બહાર નીકળ્યો. તેનું ચપળ ચિત્ત જાણીને રાજપુત્રી પણ જળપાત્ર લઈને તેની પાછળ ગઈ. દેહચિંતાથી આવ્યા પછી મંગળકુંભને આમણદુમણો ચળચિત્ત જોઈને રાજપુત્રીએ પૂછ્યું કે “હે નાથ ! શું તમને સુધા બાધા કરે છે?” તેણે હા કહી; એટલે રાજપુત્રીએ દાસી પાસે પોતાને ઘેરથી મોદક મંગાવીને તેને આપ્યા. તે ખાતાં ખાતાં પોતાનું સ્થાન જણાવવા માટે મંગળકળશ બોલ્યો કે “ઉજ્જયિની નગરીના જળ વિના આ મોદક સ્વાદિષ્ટ લાગતા નથી.” તે સાંભળીને રાજપુત્રીએ આશ્ચર્ય પામીને વિચાર્યું કે “અહો ! આ અઘટમાન (અસંગત) વાક્ય કેમ બોલે છે ?” એમ વિચારીને તેણે પતિને સુગંધી તાંબુલ આપ્યું. પછી ફરીથી તે દેહચિંતાના મિષે બહાર નીકળીને અશ્વો વગેરે લઈ અવંતી તરફ ચાલ્યો. અનુક્રમે અવંતી પહોંચ્યો. તેના મા-બાપ તેને આવેલો જોઈ શોકરહિત થયા. પછી તેણે પોતાના માતાપિતાને પોતાનું સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું.
અહીં મંત્રીએ મંગળકુંભનો વેષ પહેરાવીને પોતાના પુત્રને રાજપુત્રી પાસે મોકલ્યો. તે કોઢીઓ આવાસભવનમાં જઈને શય્યા પર ચઢી રાજપુત્રીને સ્પર્શ કરવા લાગ્યો. તેને જોઈને તત્કાળ તે રાજપુત્રી શયનગૃહમાંથી બહાર નીકળીને દાસીઓ પાસે બેઠી, અને આખી રાત્રિ ખેદયુક્ત ચિત્તે ત્યાં જ નિર્ગમન કરી. પ્રાતઃકાળે મંત્રીએ રાજા પાસે જઈને કહ્યું કે “હે સ્વામી! મારો પુત્ર આપની પુત્રીના સ્પર્શથી કુષ્ટી થયો હોય એમ જણાય છે. હવે શું કરવું?” તે સાંભળીને રાજા બોલ્યો કે કર્મની વિચિત્ર ગતિ છે. કહ્યું છે કે –
चिन्तयत्यन्यथा जीवो, हर्षपूरितमानसः ।
विधिस्तवेष महावैरी, कुरुते कार्यमन्यथा ॥१॥ ભાવાર્થ - “હર્ષથી પૂર્ણ મનવાળો થઈને જીવ જે કાર્ય કરવાનું ચિંતવે છે તે આ મહાશત્રુરૂપ વિધિ અન્યથા કરે છે.”