________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫
૨૮૭
હવે રાજાએ ચેલણાને પોતાના ધર્મની àષિણી જાણીને તેનો ગર્વ દૂર કરવા માટે એકદા પોતાના સેવકોને કહ્યું કે “તમે સ્મશાનમાં જઈને ત્યાંથી કોઈ તરતનું મરેલું બાળકનું શબ લાવીને રસોઈયાને આપો.” સેવકોએ તે પ્રમાણે કર્યું. એટલે રાજાએ તે શબના માંસાદિક યુક્ત ક્ષીર વગેરે ભોજનની સામગ્રી તૈયાર કરાવી. પછી અનુચરોને જૈનમુનિને આમંત્રણ કરવા માટે મોકલ્યા, ચેલણાએ અનુમાનથી કાંઈક હકીકત જાણીને રાજાને પૂછ્યું કે “હે સ્વામી ! આજ તમે ચંચળ ચિત્તવાળા અને ઉત્સુક કેમ જણાવો છો ? રાજાએ કહ્યું કે, “રાજ્યાદિકની ચિંતાથી, બીજું કાંઈ નથી.” પછી રાજા રસોડામાં જઈને બેઠો, અને રાણી સાધુને આવવાના માર્ગે ગોખમાં બેઠી. થોડીવારે રાજાના સેવકે બતાવેલા માર્ગે એક મુનિને આવતા જોયા. તે વખતે રાણીએ વિચાર કર્યો કે “આ નિઃસ્પૃહ મુનિ મારી સામું પણ જોશે નહીં, કેમકે તે ઈર્યાસમિતિ શોધવા માટે નીચું જોઈને જ ચાલે છે; તેથી કાંઈક યુક્તિ કરું કે જેથી તે મારા સામું જુએ ?”
એમ વિચારીને જ્યારે મુનિ તે ગોખની નીચે આવ્યા. ત્યારે રાણીએ ઊંચા હાથ કરીને બારીના બારણાં એકદમ ખખડાવ્યાં, એટલે મુનિએ ઊંચું જોયું. તેને તત્કાળ નમન કરીને ચેલણાએ પ્રથમ બે આંગળીઓ અને પછી ત્રણ આંગળીઓ દેખાડી. તે જોઈને મુનિએ એક આંગળી દેખાડી. આ સંકેતનું તાત્પર્ય એ છે કે - રાણીએ આંગળીની સંજ્ઞાથી ગુરુને પૂછ્યું કે “તમારે બે જ્ઞાન છે કે ત્રણ ?” તેના જવાબમાં મુનિએ એક આંગળી બતાવી, એટલે ‘ત્રણ ઉપરાંત એક જ્ઞાન વધારે છે અર્થાત્ ચા૨ જ્ઞાન છે.” એમ સાધુએ બતાવ્યું; તેથી રાણીએ હર્ષ પામીને ફરીથી ફીટ્ટા વંદન કર્યું. પછી મુનિ રાજાની પાકશાળામાં ગયા. રાજા બહુમાનથી મુનિને તે બાળકના માંસવાળું ભોજન વહોરાવવા લાગ્યો, એટલે મુનિએ જ્ઞાનદૃષ્ટિથી તે ભોજન અભક્ષ્ય અને અયોગ્ય જાણીને રાજાને કહ્યું કે “હે રાજન્ ! આ ભોજન અમારે યોગ્ય નથી. અમે મુનિઓ નિર્દોષ આહાર ગ્રહણ કરીએ છીએ.”
રાજાએ કહ્યું કે “હે પૂજ્ય ! આ આહાર શી રીતે દૂષિત છે ? રાજાને ઘેર નિપજેલો હોવાથી તે શુદ્ધ જ છે; જો કદાચ દૂષિત હોય તો તેનો દોષ પ્રગટ કરો.” ત્યારે મુનિ બોલ્યા કે, “હે રાજન્ ! તમે કરાવેલું કામ તમે પોતે પ્રત્યક્ષ જાણો છો, છતાં શા માટે કપટ કરો છો ? તમને એ યોગ્ય નથી. મુનિઓને તો અચિત્ત આહાર પણ જો દોષવાળો હોય તો તે કલ્પતો નથી; તો પછી નિરંતર જેમાં જીવો ઉત્પન્ન થાય તેવો, બાળકના માંસથી બનેલો આહાર તો તેને શી રીતે કલ્પે?” આ પ્રમાણે મુનિનાં વચન સાંભળીને સંપૂર્ણ વિશ્વાસ આવવાથી રાજાએ તે જ્ઞાની મુનિને વંદન કરીને કહ્યું કે “હે પૂજ્ય ! તમારું જ્ઞાન, તમારો ધર્મ અને તમારી સર્વ ક્રિયાઓ સત્ય છે.” ઈત્યાદિ જૈનધર્મની પ્રશંસા કરીને હર્ષથી સમ્યક્ત્વ સન્મુખ થયેલો રાજા ચેલણા પાસે આવીને બોલ્યો કે “હે પ્રિયે ! તારા ગુરુ પરમજ્ઞાની છે. મેં આજે તેમની પરીક્ષા કરી.” એમ કહીને ચેલણાના પૂછવાથી રાજાએ સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યો.
તે સાંભળીને ચેલણા બોલી કે “હે સ્વામી ! એવા નિઃસ્પૃહ જ્ઞાનીનો અંત ન લેવો; કેમકે