________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૫ ભૂમિગ્રહ (ભોંયરા)માં જઈને બેસું, ત્યારે મારા દર્શન માટે આવેલા રાજાદિક પ્રત્યે કહેવું કે – ગુરુ તો હંમેશાં ઈન્દ્રાદિકને ઉપદેશ કરવા માટે સ્વર્ગમાં જાય છે, અને પાછા ત્યાંથી અહીં આવે છે.” એકદા શ્રેણિકરાજા ત્યાં આવ્યા. ત્યારે તેણે ગુરુને દેખ્યા નહીં; એટલે તેના શિષ્યોને પૂછ્યું કે “ગુરુ ક્યાં છે?” તેઓ બોલ્યા કે “ગુરુ તો આકાશમાર્ગે ઈન્દ્રની પાસે ગયા છે.” તે વાર્તા શ્રેણિકરાજાએ ચેલણા પાસે આવીને તેને કહી, પણ શ્રાવકકુળમાં ઉત્પન્ન થયેલી ચેલણા જન્મથી જ જૈનધર્મી હોવાથી રાજાના વચન પર તેને બીલકુલ શ્રદ્ધા આવી નહીં. એક દિવસ રાજા આગ્રહથી ચેલણાને પણ સાથે લઈને બૌદ્ધગુરુના મકાને ગયો. ત્યાં જતી વખતે ચેલણાએ પોતાના સેવકોને છાની રીતે શીખવી રાખ્યું કે “જ્યારે અમે બૌદ્ધાલયમાં બેસીએ ત્યારે રાજા ન જાણે તેમ તમારે તે બૌદ્ધાલયમાં પાછળના ભાગથી અગ્નિ સળગાવવો.” અહીં રાજા તથા રાણી શિષ્યના મુખથી ગુરુનું સ્વર્ગમાં ગમન-આગમન સાંભળીને થોડીવાર ત્યાં બેઠા. ત્યારે રાણીએ રાજાને કહ્યું કે “હે સ્વામી ! આજ તો આપણે થોડીવાર વધારે અહીં જ બેસીએ અને સ્વર્ગથી ઉતરતા ગુરુને જોઈને પછી જઈએ.”
તે વાત અંગીકાર કરીને રાજા રાણી સહિત ત્યાં બેઠો, તેવામાં તો તે મકાનમાં અગ્નિ લાગવાથી ભયભ્રાંત થયેલા તે બૌદ્ધાચાર્ય એકદમ ભૂમિગૃહમાંથી નીકળીને બહાર આવ્યા. ત્યાં રાજા તથા રાણીને જોઈને નીચું મુખ રાખી લજ્જિત થયા; એટલે રાજાએ પૂછ્યું કે “હે ગુરુ! આજે તમે સ્વર્ગમાં ગયા હતા કે નહીં?” ગુરુ બોલ્યા કે ના, આજે તો હું સ્વર્ગે ગયો નથી, પણ હંમેશના અભ્યાસથી શિષ્યોએ તમને સ્વર્ગે ગયાનું કહ્યું હશે.” પછી રાજા રાણી સહિત પોતાના મહેલમાં આવ્યો, પણ રાજાના મનમાં અનેક તર્કવિતર્ક થવા લાગ્યા; તેથી રાજાએ રાણીને પૂછ્યું કે “આજે થયું શું? અકસ્માતુ અગ્નિ ક્યાંથી પ્રગટી નીકળ્યો? મને તો તેં અગ્નિ મૂકાવ્યો હોય એમ જણાય છે.” ત્યારે ચેલણા બોલી – “હે સ્વામી! એક વાર્તા કહું તે સાંભળો -
“કોઈ એક ગામમાં બે વાણિયા રહેતા હતા. તે બન્નેની સ્ત્રીઓ એક સાથે ગર્ભિણી થઈ. ત્યારે તેમણે પરસ્પર નિર્ણય કર્યો કે “આપણી સ્ત્રીઓમાં એકને પુત્ર અને એકને પુત્રી થાય તો તે બન્નેનો વિવાહ કરવો. આ પ્રમાણે નિશ્ચય કરીને પરસ્પર તે શરત લખી લીધી. પછી સમય આવતાં એક સ્ત્રીને પુત્રી થઈ અને બીજીને સર્પ અવતર્યો. તે બન્ને અનુક્રમે યુવાવસ્થા પામ્યા, ત્યારે સર્પના પિતાએ રાજાની સમક્ષ પોતાનો લેખ બતાવી ન્યાય કરાવીને તે સર્પ સાથે પેલાની કન્યાનો વિવાહ કરાવ્યો. રાત્રે તે દંપતી શયનગૃહમાં ગયા. ત્યાં જુદા જુદા પલંગ પર સુતા. તેવામાં તે સર્પના શરીરમાંથી એક દિવ્ય કાંતિમાન પુરુષ નીકળ્યો. તેણે તે કન્યા સાથે ક્રીડા કરી. પછી તે પાછો તે જ સર્પના શરીરમાં સમાઈ ગયો.
એ પ્રમાણે હંમેશાં થવા લાગ્યું. તે વાત તે સ્ત્રીએ પોતાના સ્વજનોને કહી, ત્યારે એક લબ્ધલક્ષ (બુદ્ધિમાન પુરુષે કહ્યું કે “જયારે તે સર્પના ક્લેવરને મૂકીને કન્યાની સાથે ક્રીડા કરવા જાય ત્યારે તે સર્પના ક્લેવરને તત્કાળ અગ્નિથી બાળી મૂકવું એટલે તે સર્પના ક્લેવર વિના શેમાં