________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫
૨૮૧ બીજીને શા માટે વિરૂપ કરવા ઈચ્છે છે?” તે બોલી કે “હાસ્ય કરવાથી સ, અર્થાત્ હાંસી ન કરો. મને તેના કેશ અપાવો.” ત્યારે કૃષ્ણ કેશ માટે બળરામને રુક્િમણી પાસે મોકલ્યા. ત્યાં પ્રદ્યુમ્ન કરેલું કૃષ્ણનું સ્વરૂપ સિંહાસન પર બેઠેલ જોઈને લજ્જા પામી બળરામ પાછા ફર્યા. પાછા આવીને જુએ છે તો ત્યાં પણ કૃષ્ણને જોયા; એટલે બળરામે કહ્યું કે “તમે બે રૂપ કરીને મને લજ્જિત કર્યો.” કૃષ્ણ બોલ્યા કે “હું સોગનપૂર્વક સત્ય કહું છું કે હું ત્યાં ગયો જ નથી.” ત્યારે સત્યભામાએ કહ્યું કે “સર્વત્ર તમારું ચેષ્ટિત જણાય છે.” તે સાંભળીને વિલખા થયેલા કૃષ્ણ રુક્િમણીને ઘેર આવ્યા. તે જ વખતે નારદે આવીને કૃષ્ણ તથા રુકિમણીને કહ્યું કે “જેણે અહીં કૃષ્ણનું રૂપ કર્યું હતું તે જ તમારો પુત્ર આ પ્રદ્યુમ્ન છે.” તે સાંભળીને તરત જ પ્રદ્યુમ્ન માતાપિતાના ચરણમાં નમીને હાથ જોડી બોલ્યો કે, “હું તમારો પુત્ર જયાં સુધી સર્વ યાદવોને કાંઈક અપૂર્વ ચમત્કાર ન બતાવું ત્યાં સુધી તમે મૌન રહેજો.” તે સાંભળીને તે બન્નેએ તેને આલિંગન કરીને તેનું વચન સ્વીકાર્યું.
પછી પ્રદ્યુમ્ન પોતાની માતાને રથમાં બેસાડીને ચાલ્યો, અને શંખ વગાડીને યાદવોને ક્ષોભ પમાડતો સતો તે બોલ્યો કે “હું આ ફિમણીનું હરણ કરું છું, તેથી જો કૃષ્ણનું બળ હોય તો તેની રક્ષા કરો. હું એકલો જ સર્વ વૈરીઓનો નાશ કરવા સમર્થ છું.” એમ બોલતો તે ગામ બહાર નીકળ્યો. તે વખતે કૃષ્ણ વિચાર્યું કે, “જરૂર આ માયાવી મને પણ છેતરીને મારી પત્નીનું હરણ કરી જાય છે, માટે મારે તેને હણવો જોઈએ.” એમ વિચારીને સર્વ આયુધો અને સૈન્ય સહિત તે તેની પાછળ ગયા, પ્રદ્યુમ્ને તરત જ સર્વ સૈન્યને ભગ્ન કરી દઈને હાથીને દાંતરહિત કરે તેમ કૃષ્ણને શસ્ત્રરહિત કહી દીધા, તેથી કૃષ્ણ ખેદ પામવા લાગ્યા; એટલે તે જ વખતે નારદ આવીને તેનો સંશય દૂર કર્યો. પછી પ્રદ્યુમ્ન આવીને પિતાના ચરણમાં પડ્યો અને બોલ્યો કે “હે પિતા ! મારો અપરાધ ક્ષમા કરો, મેં માત્ર કૌતુકને માટે જ આ ચમત્કાર બતાવ્યો છે.” પછી કૃષ્ણ હર્ષપૂર્વક મોટા ઉત્સવથી પુત્રને પુરપ્રવેશ કરાવ્યો.
એ અવસરે દુર્યોધને આવીને કૃષ્ણને કહ્યું “મારી પુત્રી અને તમારા પુત્ર ભાનુની વહુનું કોઈએ હરણ કર્યું છે, તેથી તેની શોધ કરાવો.” કૃષ્ણ કહ્યું કે “શું કરીએ? ઘણી શોધી પણ કાંઈ પત્તો લાગતો નથી.” એમ કહીને ખેદ પામેલા પિતાને જોઈને પ્રદ્યુમ્ન બોલ્યો કે “હું હમણા મારી વિદ્યાથી તેને શોધીને અહીં લાવું છું, તમે ખેદ કરશો નહીં.” એમ કહીને તરત જ તે કન્યાને તે લઈ આવ્યો. પછી કૃષ્ણ તથા દુર્યોધને કહ્યું કે “હે પ્રદ્યુમ્ન ! તું જ આ કન્યાને પરણ.” તે બોલ્યો કે “તે યોગ્ય નહીં. ભાનુકુમારને જ પરણાવો.” આ પ્રકારનો તેનો ઉદાર આશય જોઈને અનેક વિદ્યાધરોએ તથા રાજાઓએ પ્રદ્યુમ્નને પોતપોતાની કન્યાઓ આપી.
એકદા સત્યભામાને અતિ કૃશ અને દુઃખિત જોઈને કૃષ્ણ તેને પૂછ્યું કે “કેમ, તને શું દુઃખ છે?” ત્યારે તે બોલી કે “પ્રદ્યુમ્ન જેવા પુત્રને હું ઈચ્છું છું.” કૃષ્ણ કહ્યું કે “તારી ચિંતા હું દૂર