________________
૨૮૨
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ કરીશ.” પછી કૃષ્ણે ચતુર્થ તપ કરીને હરિણૈગમેષી દેવનું આરાધન કર્યું; એટલે તેણે પ્રગટ થઈને ઈચ્છિત પુત્રને આપનારો હાર તેને આપ્યો અને અદૃશ્ય થયો, તે હારપ્રાપ્તિનું સ્વરૂપ પ્રદ્યુમ્નના જાણવામાં આવ્યું, એટલે તેણે માયાથી જાંબૂવતી માતાને સત્યભામા જેવી ક૨ીને કૃષ્ણ પાસે મોકલી. હિરએ તેના કંઠમાં તે હાર નાંખીને તેની સાથે ક્રીડા કરી. તે વખતે દૈવયોગે સ્વર્ગમાંથી ચ્યવીને કોઈ દેવતા જાંબૂવતીની કુક્ષિમાં અવતર્યો. પછી હર્ષ પામતી જાંબૂવતી પોતાના મહેલમાં ગઈ. થોડી વારે સત્યભામા ભોગને માટે કૃષ્ણ પાસે આવી. ત્યારે કૃષ્ણે વિચાર્યું કે “અહો ! આ સ્ત્રી હજુ તૃપ્તિ પામી નથી; તેથી ફરીને આવી જણાય છે. સ્ત્રીઓને કામની શાંતિ હોતી નથી તે વાત સત્ય છે !” એમ વિચારીને તેની સાથે પણ તેણે ક્રીડા કરી. તે વખતે સમય જોઈને પ્રદ્યુમ્ને ભંભા વગાડી, જેથી કૃષ્ણ ક્ષોભ પામ્યા. પછી તેણે સત્યભામાને કહ્યું કે, “તારે પુત્ર થશે.”
પ્રાતઃકાળે જાંબુવતીના કંઠમાં પેલો હાર જોઈને કૃષ્ણે વિચાર્યું કે “ખરેખર, ગઈ રાત્રે પ્રદ્યુમ્ને જ આ પ્રપંચ રચ્યો હોય એમ જણાય છે.” એમ વિચારી કૃષ્ણ મૌન જ રહ્યા. અનુક્રમે સમય આવતાં જાંબૂવતીએ સાંબ નામના પુત્રને જન્મ આપ્યો, અને સત્યભામાએ ભીરુક નામના પુત્રને જન્મ આપ્યો બન્ને કુમારો અનુક્રમે વૃદ્ધિ પામી બાળક્રીડા કરવા લાગ્યા. તેમાં સાંબ ભીરુકને હંમેશાં બ્દીવરાવતો, તેથી એકદા સત્યભામાએ કૃષ્ણને કહ્યું કે “મારા પુત્રને સાંબ નિરંતર વ્હીવાવે છે.” કૃષ્ણે તે વાત જાંબૂવતીને કહી કે “તારો પુત્ર અન્યાયી સંભળાય છે.” જાંબૂવતી બોલી કે, “ના, મારો પુત્ર તો ન્યાયી છે.” કૃષ્ણે કહ્યું કે, “આપણે તેની ખાત્રી કરશું.” પછી કૃષ્ણે આભીરનું (ભરવાડનું) રૂપ લીધું અને જાંબૂવતીને આભીરીનું રૂપ લેવરાવ્યું, પછી દહીં વેચવાના મિષથી ચાલતા ચાલતા તે બન્ને પુરના દરવાજા પાસે આવ્યા. ત્યાં સાંબે તેમને જોયા; એટલે તેણે આભીરીને કહ્યું કે, “અહીં આવ, મારે દહીં લેવું છે.” એમ કહીને તેને એક શૂન્ય ઘરમાં લઈ જઈને સાંબ કાંઇક કહેવા લાગ્યો, ત્યારે તે બન્નેએ પોતાનું સ્વરૂપ અકસ્માત્ પ્રગટ કર્યું. તે જોઈને સાંબ લજ્જા પામી જતો રહ્યો. પછી કૃષ્ણે જાંબૂવતીને કહ્યું કે “તારા પુત્રની ચેષ્ટા તેં પ્રત્યક્ષ જોઈ?” તે બોલી કે “મારો પુત્ર તો ભોળો છે, આ તો બાળક્રીડા છે.” કૃષ્ણે કહ્યું કે “ખરી વાત છે, સિંહણ પોતાના બાળકને ભદ્ર ને સૌમ્ય જ માને છે.”
પછી બીજે દિવસે સાંબ હાથમાં એક ખીલો રાખીને ચૌટામાં જતાં કૃષ્ણ તથા સર્વ લોકો સાંભળે તેમ બોલ્યો કે “ગઈકાલની મારી વાત જે પ્રગટ કરશે તેના મુખમાં આ ખીલી મારવી છે.” તે સાંભળીને કૃષ્ણે તેને ગામ બહાર જતા રહેવાનો હુકમ કર્યો, ત્યારે સાંબ પ્રદ્યુમ્ન પાસેથી કેટલીક વિદ્યા શીખીને નીકળી ગયો. પછી ભીરુકને પ્રદ્યુમ્ન હમેશાં પીડા કરવા લાગ્યો; એટલે તેને સત્યભામાએ કહ્યું કે “હે શઠ ! તું પણ સાંબની જેમ કેમ ગામમાંથી જતો નથી ?” પ્રદ્યુમ્ન બોલ્યો કે “હે માતા ! ક્યાં જાઉં ?” તે બોલી કે “સ્મશાનમાં.” ફરીથી તેણે પૂછ્યું કે “હે માતા ! હું પાછો ક્યારે આવું ?” તે બોલી કે “જ્યારે હું સાંબને હાથ પકડીને