________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૫
૨૭૩ સમૃદ્ધિથી ત્યાં જઈ પ્રભુને વાંદી દેશના સાંભળવા બેઠા. તે સભામાં ચાર દેવીઓ સહિત બેઠેલા કોઈ અતિ દેદીપ્યમાન કાંતિવાળા દેવને જોઈને રાજાએ પ્રભુને પૂછ્યું કે “હે સ્વામી! સર્વ દેવોમાં આ દેવ અતિ કાંતિમાન છે તેનું શું કારણ?” ત્યારે પ્રભુ બોલ્યા કે “પૂર્વે તમારા જ દેશમાં ભવદત્ત અને ભવદવ નામના બે ભાઈઓ હતા. તેમાં મોટા ભાઈ ભવદત્તે ચારિત્ર ગ્રહણ કર્યું હતું, પછી કેટલેક કાળે ભવદત્તના આગ્રહથી ભવદેવે પણ અર્થી શણગારેલી નાગિલા નામની પત્નીનો ત્યાગ કરીને ચારિત્ર ગ્રહણ કર્યું. કેટલેક વર્ષે ભવદત્તમુનિ સ્વર્ગે ગયા પછી ભવદવ ચારિત્રથી ભગ્ન પરિણામવાળો થયો, તેને ફરીથી નાગિલાએ જ સ્થિર કર્યો. તે ભવદેવ મૃત્યુ પામીને સૌધર્મ દેવલોકમાં દેવતા થયો.
ભવદત્તનો જીવ સ્વર્ગથી ઍવીને મહાવિદેહ ક્ષેત્રમાં પુંડરીકિણી નામની પુરીમાં વજદત્ત નામના ચક્રીની યશોધરા નામની રાણીથી પુત્રપણે ઉત્પન્ન થયો. તે કુમાર અનુક્રમે યુવાવસ્થા પામ્યો. ત્યારે પિતાએ તેને ઘણી કન્યાઓ પરણાવી. એકદા તે રાજકુમાર પોતાની સ્ત્રીઓ સહિત મહેલની અગાશીમાં બેઠો હતો, તે વખતે આકાશમાં વિચિત્ર વર્ણવાળા વાદળાંઓ તથા મેઘ જોઈને તે આનંદ પામ્યો. ક્ષણવારમાં પ્રચંડ વાયુ વાવા લાગ્યો, એટલે સર્વ વાદળાંઓ અને મેઘ વિખરાઈને જતા રહ્યાં. તે જોઈને રાજકુમારે વિચાર્યું કે “આ વાદળાંઓની જેમ યૌવન, ધન, સૌન્દર્ય વગેરે સર્વ અનિત્ય છે.” એમ નિશ્ચય કરીને ગુરુ પાસે જઈ તેણે દીક્ષા લીધી. અનુક્રમે અવધિજ્ઞાન પામી પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા.
તે જ વિદેહક્ષેત્રમાં વીતશોક નામના પુરમાં ભવદેવનો જીવ સૌધર્મ દેવલોકમાંથી ઍવીને શિવકુમાર નામે રાજપુત્ર થયો. તે એકદા પોતાના મહેલના ગવાક્ષમાં બેઠો હતો, તેવામાં તે મુનિ કે જે પોતાના પૂર્વભવના ભાઈ હતા તે ત્યાંથી નીકળ્યા. તેને જોઈને શિવકુમાર અતિ હર્ષ પામ્યો. પછી મુનિ પાસે જઈ વંદના કરીને તેણે પોતાના સ્નેહનું કારણ પૂછ્યું, ત્યારે તે જ્ઞાની મુનિએ પૂર્વની સર્વ વાત કહી સંભળાવી, તે સાંભળીને તે દીક્ષા લેવા ઉત્સુક થયો, પરંતુ માતપિતાની આજ્ઞા નહીં મળવાથી તે ખેદ પામીને પૌષધશાળામાં જઈ નિરંતર છઠ્ઠ તપ કરી પારણાને દિવસે આચાર્લી વ્રત કરવા લાગ્યો. એ પ્રમાણે બાર વર્ષ સુધી તપ કરી ભાવયતિપણું સ્વીકારી ત્યાંથી કાળ કરીને બ્રહ્મલોકમાં આ વિદ્યુમ્માલી નામે દેવ થયો છે.” તે સાંભળીને શ્રેણિકરાજાએ તેનું ભાવિ વૃત્તાંત પૂછ્યું, ત્યારે શ્રી જિનેશ્વર બોલ્યા કે “આજથી સાતમે દિવસે આ દેવ અવીને આ જ નગરીમાં ઋષભ નામના શ્રેષ્ઠિની ધારિણી નામની સ્ત્રીના ગર્ભથી જંબૂ નામે પુત્ર થશે. તે આ અવસર્પિણીમાં છેલ્લા કેવળી થશે.” આ પ્રમાણે ભગવાનની દેશના સાંભળી સર્વજનો સ્વસ્થાને ગયા.
પછી સાતમે દિવસે તે દેવ સ્વર્ગથી ચ્યવી ધારિણીની કુક્ષિથી પુત્રરૂપે ઉત્પન્ન થયા. તેનું માતાપિતાએ જંબૂ નામ પાડ્યું. તે અનુક્રમે યુવાવસ્થા પામ્યા. એકદા વૈભારગિરિ ઉપર શ્રી સુધર્માસ્વામી સમવસર્યા. તેને નમવા માટે જંબૂકુમાર ગયા. સુધર્માસ્વામીને વાંદીને યોગ્ય સ્થાને