________________
૨૭૨
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ ઈત્યાદિ ઘણી સારી રીતે તેને ઉપદેશ કર્યો, તો પણ ભવદેવની આસક્તિ ઓછી થઈ નહીં, તેવામાં નાગિલાની સાથે હતી તે સખીના પુત્રે ત્યાં આવીને કહ્યું કે “હે માતા ! એક વાસણ લાવો, એટલે મેં પ્રથમ ખાધેલી ખીર હું તેમાં ઓકી કાઢ્યું. મારે આજ જમવાનું નોતરું આવ્યું છે, માટે હું ત્યાં જઈને જમી આવીશ. પછી જ્યારે મને ભૂખ લાગશે ત્યારે હું ઓકી કાઢેલી ખીર ખાઈશ.” તે સાંભળીને તે વૃદ્ધા બોલી કે “હે પુત્ર ! શ્વાનથી પણ અધિક જુગુપ્સા કરવા લાયક આ કાર્ય કરવું તે તને યોગ્ય નથી.” ભવદેવ પણ બોલ્યો કે “હે બાળક ! વમન કરેલી ખીર ખાવાની ઈચ્છા કરવાથી તું શ્વાનથી હલકો ગણાઈશ.” ત્યારે નાગિલા બોલી કે “હે મહાત્મા ! તમે એવું જાણો છો, છતાં પ્રથમ વમન (ત્યાગ) કરેલી એવી જે હું તેને હવે પાછા કેમ ચાહો છો? લાજતા નથી? દુર્ગધી એવા મારા દેહમાં સારું શું જુઓ છો?” ઈત્યાદિ નાગિલાની યુક્તિયુક્ત વાણીથી પ્રતિબોધ પામેલો ભવદેવ ફરીથી ગુરુ પાસે ગયો અને ફરીથી ચારિત્ર ગ્રહણ કરી ગુરુએ કહેલા તપનો સ્વીકાર કરી છેવટે અનશનથી કાળ કરીને સૌધર્મ દેવલોકમાં દેવતા થયો.
ત્યાંથી અવીને તે શિવકુમાર થયો. ત્યાં દીક્ષા લેવા ઉત્સુક છતાં જ્યારે માતાપિતાએ તેને દીક્ષાની આજ્ઞા આપી નહીં ત્યારે ઘેર રહીને ભાવમુનિ થઈ નિરંતર છઠને પારણે આયંબિલ તપ કરવા લાગ્યો. એવી રીતે બાર વર્ષ સુધી તપ કરીને તે ભાવમુનિ કાળ કરીને બ્રહ્મદેવલોકમાં અદ્ભુત કાંતિવાળો વિદ્યુમ્માલી દેવતા થયો.
“આ પ્રમાણે ભવદેવે પ્રથમ લજાના વશથી દીક્ષા લઈને તેનું દ્રવ્યથી ઘણા વર્ષ સુધી પાલન કર્યું; પછી સ્ત્રીના વચનથી પ્રતિબોધ પામીને શુદ્ધ વ્રત ધારણ કર્યું અને તેનું પ્રતિપાલન કરી સદ્ગતિનું ભાજન થયો.”
૩૫૨
જબૂરવામીનું અસ્ત્રિા गणाधिपेऽथ संप्राप्ते, पंचमे पंचमी गतिम् ।
जंबूर्विकासयामास, शासनं पापनाशनम् ॥१॥ ભાવાર્થ:- “પાંચમા ગણધર સુધર્માસ્વામી પાંચમી ગતિ (મોક્ષ) પામે છતે શ્રી જંબૂસ્વામીએ પાપનો નાશ કરનારા જૈનશાસનનો વિકાસ કર્યો.”
શ્રી જંબૂસ્વામીની કથા એકદા વૈભારગિરિ ઉપર શ્રી મહાવીરસ્વામી સમવસર્યા. તે સાંભળીને શ્રેણિક રાજા સર્વ