________________
૨૪૨
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫
दिट्ठि दिट्ठपसरो, पसरेण रइ रईइ सब्भावो । सब्भावेण य नेहो, पंच य बाणा अणंगस्स ॥१॥
ભાવાર્થ :- ‘પ્રથમ જોવું, જોવાથી દૃષ્ટિનો પ્રસાર, દૃષ્ટિપ્રસારથી રતિ, રતિથી સદ્ભાવ અને સદ્ભાવથી સ્નેહ ઉત્પન્ન થાય છે, તે પાંચે કામદેવના બાણો છે.
આ પ્રમાણે બન્નેને પરસ્પર સ્નેહ થવાથી પોતપોતાને ઘેર પણ તેઓ પરસ્પરનું ધ્યાન કરવા લાગ્યા. ખાવામાં, ૫હે૨વામાં કે બીજા કોઈ પદાર્થમાં તેઓ પ્રીતિ પામ્યા નહીં. કહ્યું છે કે - हम करजो कोइ, गोरसु नितु नितु इम भणे । નેહ પસારૂં યોય, નિમ નહિઁયડો વિનોહિત શા
आइ फिरो सहु कोइ, अणगमतो आठे पुहर । जो मन विसम्यो होइ, सो मुझ किमे न विसरे ॥२॥
--
ભાવાર્થ :- ‘કોઈ પણ સ્નેહ કરશો નહીં.' એમ હંમેશા ગોરસ કહે છે. કેમકે સ્નેહ (માખણ)ના વશથી દહીંને વલોવાવું પડે છે. ૧.
‘અણગમતા માણસો આઠે પહોર ભલે આવે જાય, પણ જેના પર મન વિશ્રામ પામ્યું છે તેમને તે કોઈ રીતે વિસરતું નથી.' ૨.
એકદા હોલિકાને તેના પિતાએ પૂછ્યું કે ‘હે પુત્રી ! તું કેમ દુઃખિત, મ્લાન મુખવાળી અને અતિ કૃશ દેખાય છે ?’ તે સાંભળીને તેણે કાંઈ ઉત્તર આપ્યો નહીં. ત્યારે પિતાએ વિચાર્યું કે ‘આ બિચારી બાળવિધવા શું બોલે ? પૂર્વ કર્મના ઉદયથી તે અતિ દુઃખિયારી થઈ છે, કેમકે હજારો ગાયોમાં પણ વાછડા જેમ પોતાની માતાને ઓળખી તેની પાસે જાય છે, તેમ પૂર્વે કરેલું કર્મ પણ તેના કર્તાની પાસે જ જાય છે. તો પણ આ પુત્રીને હું કાંઈક ભણવા વગેરેનું અવલંબન કરી આપું કે જેથી તેના દિવસો નિર્ગમન થાય.'
હવે તે નગરમાં એક ચંદ્રરુદ્ર નામે બ્રાહ્મણ રહેતો હતો. તે દ્રવ્યના લોભથી ભાંડચેષ્ટા કરતો હતો, તેથી તે ભાંડના નામે જ ઓળખાતો હતો. તેને ઢુંઢા નામની એક પુત્રી હતી. તે યુવાવસ્થામાં પામી, તો પણ તેને કોઈ બ્રાહ્મણ પરણ્યો નહીં. તેથી ચંદ્રરુદ્રે તેને અચળભૂતિ નામના કોઈ ભાંડ સાથે પરણાવી, એટલે સરખે સરખો યોગ મળ્યો. જુગારીની પુત્રીને ગંઠીચોરનો પુત્ર પરણ્યો. એ જુગતે જુગતી જોડ મળી. જાણે રત્નાકરમાં રત્ન મળી ગયું ! ઊંટના વિવાહમાં ગધેડા ગીત ગાનાર થયા, પછી પરસ્પરના વખાણ કરે. ગધેડા કહે કે ‘અહો ! ઊંટભાઈનું કેવું સુંદર રૂપ છે ?' ત્યારે ઊંટ કહે કે - અહો ! ગધેડાભાઈનું કેવું સુંદર ગાયન છે ?’ હવે તે ઢુંઢા પરણી કે તરત જ પિતાના તથા પતિના બન્નેના કુળનો ક્ષય થયો, તેથી ઉદરનિર્વાહને માટે તે ઢુંઢા પરિવ્રાજિકાનો વેષ ધારણ કરીને કામણ, મારણ, ઉચ્ચાટન વગેરે પાપકર્મથી આજીવિકા કરવા લાગી.
-
=