________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫
૨૬૨
કરીને તે નવી સભામાં બેઠો. તે વખતે નવરત્નવાળા હારના પ્રભાવથી જેમ રાવણના દશ મસ્તક દેખાતા હતા, તેમ તે મુકુટના પ્રભાવથી રાજાના મુખ બે દેખાવા લાગ્યા; તેથી લોકમાં તે રાજાનું દ્વિમુખ એવું નામ પ્રસિદ્ધ થયું. તે રાજાને અનુક્રમે સાત પુત્રો થયા, પણ એકે પુત્રી થઈ નહીં. તેથી કોઈ યક્ષની આરાધના કરીને તેણે એક પુત્રી માગી. તેના પ્રભાવથી મદનમંજરી નામની ગુણવાન અને રૂપવાન એક પુત્રી થઈ.
એકદા ઉજ્જયિનીના રાજાએ દૂતના મુખથી સાંભળ્યું કે “કાંપિલ્યપુરના રાજાને મુકુટના પ્રભાવથી બે મુખ થયાં છે.” તે સાંભળીને લોભથી ચંડપ્રઘોતરાજાએ તે મુકુટને માટે એક ચતુર દૂતને તેની પાસે મોકલ્યો. તે દૂત દ્વિમુખ રાજા પાસે આવી તેને નમીને બોલ્યો કે “તમારા મસ્તક પર રહેલા મુકુટરત્નને અમારા રાજા માટે સત્વર આપો, નહિ તો યુદ્ધ કરવા માટે તૈયાર થાઓ.” તે સાંભળીને દ્વિમુખ રાજા બોલ્યો કે “જો તારો રાજા મને ચાર વસ્તુઓ આપે તો હું આ મુકુટરત્ન આપું. તે ચાર વસ્તુ આ પ્રમાણે :- અનલગિરિ નામનો ગન્ધહસ્તી, અગ્નિભીરુ ૨થ, શિવા નામની પદ્મિની રાણી અને લોહબંધ નામનો દૂત.” તે સાંભળીને દૂતે જઈને ચંડપ્રદ્યોત રાજાને તે વૃત્તાંત કહ્યું; તેથી કોપાગ્નિથી પ્રજ્વલિત થયેલા પ્રદ્યોતરાજાએ તરત જ પ્રયાણ ભેરી વગડાવી. અને સૈન્ય સહિત તે અવંતી (પાંચાળ) દેશ તરફ ચાલ્યો. તેના સૈન્યમાં બે લાખ હાથીઓ, પચાસ હજાર અશ્વો, બે હજાર અશ્વરથો અને શત્રુને વિપત્તિ આપનારા સાત કરોડ પત્તિઓ (પાયદળ) હતા. દ્વિમુખરાજા પણ ચરના મુખથી પ્રદ્યોતને આવતો સાંભળી સૈન્ય સહિત સન્મુખ ચાલ્યો.
બે સૈન્ય એકઠા મળ્યા એટલે પ્રદ્યોતે પોતાના સૈન્યમાં અતિ દુર્ભેદ્ય ગરુડવ્યૂહ રચ્યો અને દ્વિમુખે પોતાના સૈન્યમાં વાર્દિવ્યૂહ રચ્યો. બન્ને સૈન્ય વચ્ચે મહાયુદ્ધ થયું; પણ દિવ્ય મુકુટના પ્રભાવથી દ્વિમુખરાજા જીતાયો નહીં; એટલે શ્રાંત થયેલો પ્રદ્યોત રાજા નાઠો. તેને દ્વિમુખે સસલાની જેમ પકડી લીધો અને ક્રૌંચબંધનથી બાંધી પગમાં દૃઢ બેડી નાંખી કેદ કર્યો. કહ્યું છે કે - महानपि जनो लोभात्, काः का आपद नाश्नुते ।
“મોટા માણસો પણ લોભને વશ થવાથી કઈ કઈ આપત્તિઓ પામતા નથી ? અર્થાત્ બધી આપત્તિઓ પામે છે.”
થોડા વખત પછી અનુક્રમે તેને બંધનમુક્ત કરીને રાજાએ માનથી પોતાના અર્ધ આસન પર બેસાડ્યો. એકદા રાજપુત્રી મદનમંજરીને જોઈને તેના પર ગાઢ અનુરાગ થવાથી પ્રદ્યોત અત્યંત આકુળ-વ્યાકુળ થયો. કામજ્વરના દાહથી પુષ્પશય્યામાં પણ તે કિંચિત્ શાંતિ પામ્યો નહીં, વર્ષ જેવડી મોટી થઈ પડેલી તે રાત્રીને મહાકરે નિર્ગમન કરીને પ્રાતઃકાળે તે રાજા સભામાં આવ્યો, તેને અતિ ઉદ્વિગ્ન થયેલો જોઈને દ્વિમુખરાજાએ પૂછ્યું કે “હે અવન્તીપતિ ! તમારા મનમાં શી ચિંતા પેઠી છે કે જેથી હિમથી કમલિનીની જેમ તમારું મુખ ગ્લાનિ પામેલું જણાય છે? તેનું કારણ જણાવ્યા સિવાય તેનો ઉપાય શી રીતે થઈ શકશે ?” તે સાંભળીને પ્રદ્યોત દીર્ઘ