________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫
૨૬૫
--
ભાવાર્થ :- “હિતબુદ્ધિથી જે શિખામણ આપવી તે નિન્દા કહેવાતી નથી. માટે તેવી શિક્ષા સામો માણસ કોપ કરે તો પણ આપવી.”
આગમમાં કહ્યું છે કે -
रुसउ वा परो मा वा, विसं वा परिअत्तओ ।
भासिअव्वा हि भासा, सपक्खगुणकारिया ॥ १ ॥
ભાવાર્થ :- “સામો માણસ કોપ કરો અથવા ન કરો અથવા તો વિષ જેવી કડવી લાગો; પરંતુ શત્રુને પણ ગુણ કરે તેવી હિતકારી ભાષા બોલવી.’
આ પ્રમાણે શ્રી કરકંઠુમુનિએ ઉપદેશ આપ્યો, તે ત્રણે મુનિઓએ હર્ષથી અંગીકાર કર્યો; અને કરકંઠુમુનિ શરીર ખણવાની વસ્તુનો ત્રિવિધે ત્રિવિધે ત્યાગ કરીને સંપૂર્ણ નિઃસ્પૃહી થયા. ત્યારથી ખરજ આવે તે વખતે પણ તેને ખણવારૂપ તેનો સત્કાર તજી દીધો. દ્વિમુખમુનિએ વિચાર્યું કે “મેં સાધુ થઈને પણ કકંઠુમુનિને ખજવાળતાં જોઈ તેની નિંદા કરી, તે મેં યોગ્ય કર્યું નહીં; માટે આજથી મારે સમતા જ રાખવી.” આ પ્રમાણે સર્વ મુનિઓએ પોતપોતાના વચનને સામ્ય રહિત અયોગ્ય માનીને વિશેષે સમતા ધારણ કરી. પછી તેઓએ યથારુચિ ત્યાંથી વિહાર કર્યો. છેવટે તે ચારે સાથે જ કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા.
લખ્યું છે.
આ પ્રમાણે શમગુણથી શોભતા ચારે પ્રત્યેકબુદ્ધોનું સંપ્રદાયને અનુસારે ટુંકું ચરિત્ર અહીં
૩૫૦
પ્રત્યેકબુદ્ધ નગ્ગતિનું ચરિત્ર
अथ नग्गतिसंज्ञस्य, संबुद्धस्याम्म्रपादपात् । तुर्यप्रत्येकबुद्धस्य कथां वक्ष्यामि तद्यथा ॥१॥
ભાવાર્થ :- “હવે આમ્રવૃક્ષને જોઈને બોધ પામેલા નગતિ નામના ચોથા પ્રત્યેકબુદ્ધની કથા કહેવામાં આવે છે.” તે આ પ્રમાણે -
ગાંધારદેશમાં સિંહસ્થ નામે રાજા હતો. તેને એકદા વિપરીત શીખવેલા બે ઘોડાઓ ભેટમાં આવ્યા. તે અશ્વની ગતિની પરીક્ષા કરવા માટે એક અશ્વ પર ચડીને રાજા ક્રીડા કરવા ગયો. તે વિપરીત શિક્ષા પામેલો અશ્વ નદીના પૂરની જેમ દોડતો બાર યોજન દૂર નીકળી ગયો અને એક મહારણ્યમાં રાજાને લાવી મૂક્યો. રાજાએ તે અશ્વની લગામ ખેંચી ખેંચીને શ્રાંત થવાથી