________________
Per cammin
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૫ ભાવાર્થ - “કલિંગદેશમાં કરકંડુરાજા, પાંચાલદેશમાં દ્વિમુખરાજા, વિદેહદેશમાં નમિરાજા અને ગાંધારદેશમાં નગતિરાજા થયા છે.”
આ ચારે રાજાઓ પુષ્પોત્તર વિમાનથી એક કાળે અવ્યા, એક કાળે દીક્ષા લીધી અને એક કાળે મોક્ષપદને પામ્યા.
આ ચારે રાજાઓ મુનિ થયા પછી એકત્ર મળતાં તેમને પરસ્પર સંવાદ થયો હતો. તે હકીક્ત આ પ્રમાણે છે – આ ચારે મુનિઓ વિહાર કરતા કરતા એકદા ક્ષિતિપ્રતિષ્ઠપુરમાં આવ્યા. ત્યાં ગામની બહાર કોઈ એક યક્ષનું ચાર દ્વારવાળું ચૈત્ય હતું. તેમાં પૂર્વાભિમુખે તે વ્યંતરની પ્રતિમા રહેલી હતી. તેમાં પ્રથમ પૂર્વના દ્વારથી કરકંડ મુનિએ પ્રવેશ કર્યો. પછી દક્ષિણ તરફના દ્વારથી દ્વિમુખમુનિએ પ્રવેશ કર્યો. તે વખતે યક્ષે વિચાર્યું કે “હું સાધુથી પરાક્રમુખ કેમ રહું?” એમ ધારીને તેણે દક્ષિણ તરફ બીજું મુખ કર્યું. પછી નમિમુનિએ પશ્ચિમના દ્વારથી પ્રવેશ કર્યો, ત્યારે પણ તે યક્ષ ત્રીજું મુખ કરીને સન્મુખ રહ્યો. પછી ઉત્તરના દ્વારથી નગ્નતિમુનિએ પ્રવેશ કર્યો, ત્યારે યક્ષે તે તરફ ચોથું મુખ કર્યું. આ પ્રમાણે તે યક્ષ મુનિની ભક્તિથી ચતુર્મુખ થયો.
- હવે કરકંડ મુનિને સુખી ખરજ હજુ સુધી પણ દેહમાં હતી, તેથી શરીરે ખરજ આવવાથી તેણે ખરજ ખણવાનું અધિકરણ લઈને ખરજ ખણી, પછી તેને સંતાડતા જોઈ દ્વિમુખમુનિ બોલ્યા કે “હે કરકંડ મુનિ ! તમે રાજ્યાદિક સર્વનો ત્યાગ કર્યો છે ત્યારે આટલી આ ખરજ ખણવાની વસ્તુનો સંચય શા માટે કરો છો ?” તે સાંભળીને કરકંડ મુનિ તો કાંઈ બોલ્યા નહીં, પણ નમિરાજર્ષિએ દ્વિમુખમુનિને કહ્યું કે “હે મુનિ! તમે રાજયાદિક સર્વ કાર્યનો ત્યાગ કરીને નિગ્રંથ થયા છો, તો પણ અન્યના દોષને જોવારૂપ કાર્ય તો હજુ કરો છો, તે હવે તમને નિઃસંગને યોગ્ય નથી.” તે સાંભળીને દુર્ગતિરહિત થયેલા નગ્નતિમુનિએ નમિમુનિને કહ્યું કે “હે મુનિ ! તમે એમને કહો છો, પણ તમે જ્યારે સર્વનો ત્યાગ કરીને મોક્ષને માટે જ ઉદ્યમી છો, ત્યારે શા માટે વૃથા અન્યની નિંદા કરો છો?” પછી કરકંડ મુનિ સર્વને ઉદ્દેશીને બોલ્યા કે - “મોક્ષની ઈચ્છાવાળા મુનિઓને અહિતથી રોકનાર સાધુ, નિંદક શી રીતે કહેવાય?” કેમકે -
या रोषात परदोषोक्तिः , सा निन्दा खल कथ्यते ।
सा तु कस्यापि नो कार्या, मोक्षमार्गानुसारिभिः ॥१॥ ભાવાર્થ :- “ક્રોધથી પરનો દોષ કહેવો તે નિંદા કહેવાય છે. તે નિંદા મોક્ષમાર્ગને અનુસરનારા મુનિઓએ કોઈની પણ કરવી નહીં.”
हितबुद्ध्या तु या शिक्षा, सा निन्दा नाभिधीयते । अत एव च सान्यस्य, कुप्यतोऽपि प्रदीयते ॥२॥