________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫
૨૬૧
તે સાંભળીને રાજાએ વિચાર્યું કે “અહો ! સર્વ પદાર્થો અનિત્ય છે. પ્રત્યંચાના ટંકાર શબ્દથી પક્ષીઓની જેમ જેના ભંભારવાથી (ધડુકવાથી) બળવાન વૃષભો પણ નાસી જતા હતા તે આજે નાના વાછરડાઓની લાતોના પ્રહારને સહન કરે છે. જેનું સ્વરૂપ જોઈને ચંદ્રના દર્શનની પણ ઈચ્છા થતી નહીં તે આજે તેની સામે જોવાથી પુરીષની જેમ જુગુપ્સા ઉત્પન્ન કરે છે; તેથી આ પરાક્રમ, આ વય, આ રૂપ, આ રાજ્ય અને આ વૈભવ વગેરે સર્વ ધ્વજાના છેડાની જેવાં ચંચળ છે એમ પ્રત્યક્ષ ભાસ થાય છે, તેમ છતાં પણ માણસો અજ્ઞાનને લીધે તે વાતને સમજતા નથી, માટે હું તો આત્મતત્ત્વને પ્રાપ્ત કરનાર સ્વભાવધર્માનુયાયી ધર્મનું સેવન કરી જન્મનું સાફલ્ય કરું.” એ પ્રમાણે વિચાર કરીને પોતે જ પોતાના હાથ વડે મસ્તક પરના કેશનો લોચ કરીને દેવતાએ આપેલા મુનિવેષને ધારણ કરી આત્મધર્મમાં રાગી થયેલા તે પ્રત્યેકબુદ્ધ કરકંડમુનિ પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા.
૩૪૯
બીજા પ્રત્યેકબુદ્ધ अथ प्रत्येकबुद्धस्य, बुद्धस्येन्द्रध्वजेक्षणात् ।
राज्ञो द्विमुखसंज्ञस्य, ज्ञातं वक्ष्यामि तद्यथा ॥२॥ ભાવાર્થ:- “હવે ઈન્દ્રધ્વજ જોવાથી બોધ પામેલા (બીજા) પ્રત્યેકબુદ્ધ દ્વિમુખ નામના રાજાનું ચરિત્ર કહીએ છીએ.”
દ્વિમુખરાજાની કથા કાંપિલ્યપુરમાં હરિવંશી યવ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને ગુણમાળા નામની રાણી હતી. એકદા સભામાં બેઠેલા રાજાએ દેશાંતરથી આવેલા દૂતને પૂછ્યું કે “હે દૂત! બીજા રાજયમાં છે એવું મારા રાજયમાં શું નથી?” દૂતે કહ્યું કે “હે દેવ ! આપના રાજ્યમાં એક ચિત્રસભા નથી.” તે સાંભળીને રાજાએ ચિત્રકારોને તથા સુતારોને બોલાવીને કહ્યું કે “મારે માટે એક ચિત્રસભા તાકીદે તૈયાર કરો.” તેઓએ રાજાની આજ્ઞાથી શુભ સમયે સભાનું ખાતમુહૂર્ત કરીને પાયો ખોદવાનો આરંભ કર્યો. ખોદતાં ખોદતાં પાંચમે દિવસે પૃથ્વીના તળમાંથી કાંતિ વડે અત્યંત દેદીપ્યમાન એક મુકુટ પ્રગટ થયો. તે રત્નમય મુકુટ જોઈને હર્ષ પામેલા રાજાએ સર્વ કારીગરોને વસ્ત્રાદિકની પહેરામણી કરીને ખુશ કર્યા. અનુક્રમે કારીગરોએ સુશોભિત પુતળીઓ વગેરેથી શોભાયમાન દેવસભાના જેવી સભા તૈયાર કરી. પછી શુભ દિવસે રાજા પેલો દિવ્ય મુકુટ ધારણ