________________
૨૪૪
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫
ધર્મનો અભ્યાસ કરાવો, કે જેથી તેના ચિત્તમાં વૈરાગ્ય ઉત્પન્ન થાય, કેમકે જે માણસ જેવો સંગ કરે તેવો તે સ્વલ્પ કાળમાં થઈ જાય છે. પુષ્પની સાથે રહેવાથી તલ પણ સુગંધી થાય છે અને ચંદનના વનના સંગથી બીજા વૃક્ષો પણ ચંદનરૂપ થઈ જાય છે, માત્ર જેના હૃદયમાં ગાંઠ છે એવા વાંસ જ ચંદનરૂપ થતા નથી.' તે સાંભળીને ઢુંઢા બોલી કે તપસ્વીઓને ગૃહસ્થીઓનો સંગ કરવો ગુણકારી નથી. કહ્યું છે કે
-
द्वाविमौ पुरुषौ लोके, शिरः शूलकरौ परौ । ગૃહસ્થજી નિાનંવી, સાનંવી ચ યતિમવેત્ ॥
ભાવાર્થ :- ‘ગૃહસ્થ આલંબન રહિત (દરિદ્રી) હોય અને યતિ આલંબન સહિત (માયાવીદ્રવ્યવાન) હોય તો તે બે પુરુષો આ દુનિયામાં અત્યંત મસ્તકમાં શૂળ ઉત્પન્ન કરનારા છે.’ દંભી માણસોને નકાર (ના કહેવી તે) ગુણકારી છે. કેમકે -
मनमांहि भावे मुंड हलावे, नं नं कही कही लोक सुणावे । मनकी बांत कबहु को जाणे, कपट चिह्न ए माल वखाणे ॥ १ ॥
ભાવાર્થ :- ‘મનમાં ગમતું હોય પણ માથું હલાવે, ના ના કહીને લોકોને સમજાવે, પણ મનની વાત કોણ જાણે ? આ પ્રમાણે માલ કવિએ કપટનું ચિહ્ન કહેલું છે.’
પછી ઢુંઢાએ પોતાનો અભિપ્રાય જણાવ્યો કે ‘કૃપણ માણસનો મોટો ધવલ મહેલ હોય તો પણ તે શા કામનો ? પણ જ્યાં પંથીજનોને વિશ્રાંતિ મળતી હોય તેવું ઝૂંપડું ઘણું સારું.'
આ પ્રમાણેના તેના નિઃસ્પૃહતાના વચનો સાંભળીને શ્રેષ્ઠિ તેને માનપૂર્વક હોલિકા પાસે લઈ ગયો અને તેને કહ્યું કે ‘હે પુત્રી ! આ તારી ગુરુણી છે. તેની પાસે તું અભ્યાસ કરજે અને તેની સેવા કરજે.’ ત્યારથી આરંભીને તે હોલિકા ઢુંઢા સાથે રહેવા લાગી, પણ મનમાં કામપાળના સંગની ઈચ્છા હોવાથી તે ભણતી નહીં. કહ્યું છે કે ‘જેને કાંઈ સહજ પણ બોધ નથી તેની પાસે ઘણી વાતો કરવાથી પણ શું ? કૂતરાનું પૂછડું નિરંતર નળીમાં રાખ્યું હોય તો પણ તે સરલ થતું નથી.' એકદા ઢુંઢાએ પૂછ્યું કે હે પુત્રી ! તું સદા ઉદ્વિગ્ન કેમ જણાય છે ?’ ત્યારે હોલિકાએ પોતાની સત્ય વાત તેને કહી. તે સાંભળીને ઢુંઢા બોલી કે ‘તું જરા પણ ઉદ્વેગ કરીશ નહીં. હું તારું કામ થોડા કાળમાં જ સિદ્ધ કરી આપીશ.' એમ કહીને ઢુંઢાએ કામપાળને ઘેર જઈને તેને કહ્યું કે ‘તમારા ચિત્તને હરણ કરનારી હોલિકાને તમારો સંબંધ નહિ થાય તો તમારા વિરહની પીડાથી તે મરણ પામશે.’ તે સાંભળીને કામપાળ બોલ્યો કે ‘અમારા બન્નેનો મેળાપ કયે સ્થાને થાય ?’ તે બોલી કે ‘સૂર્યના મંદિરમાં તમારે આવવું, ત્યાં તે પણ આવશે.’ તે સાંભળીને કામપાળ હર્ષ પામ્યો, પણ તે મૂર્ખ વિચાર ન કર્યો કે પરસ્ત્રી સાથે પ્રેમ રાખતાં કેટલી મુદત ક્ષેમકુશળ રહેશે ? કેમકે સાપને સાથરે સુનારને ક્યાં સુધી ક્ષેમ રહે ? પરસ્ત્રીના પ્રેમથી જ તોરણ સહિત લંકાનગરી બળી ગઈ, અને વનો શ્યામવર્ણ થઈ ગયાં. માટે પરસ્ત્રી સાથે પ્રેમ કરનારના શિર ઉપર કાન જ