________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫
मंत्रबीजमिदं पक्वं, रक्षणीयं यथा तथा ।
मनागपि न भिद्येत, तद्भिनं न प्ररोहति ॥२॥ ભાવાર્થ:- “આ મંત્રરૂપી પરિપક્વ બીજનું એવી રીતે રક્ષણ કરવું કે તે જરા પણ ભેદાય નહીં, કેમકે ભેદ પામવાથી તે ઉગતું નથી.”
सुगुप्तस्यापि दंभस्य, ब्रह्माप्यन्तं न गच्छति ।
कोलिको विष्णुरूपेण, राजकन्यां निषेवते ॥३॥ ભાવાર્થઃ- “સારી રીતે છુપાવેલા દંભનો પાર બ્રહ્મા પણ પામી શકતા નથી. જુઓ એક કોળી વિષ્ણુનું રૂપ ધારણ કરીને રાજકન્યા ભોગવતો હતો.” આ દષ્ટાંત પંચતંત્રાદિકથી જાણી લેવાં.
પછી હોલિકાએ તે પર્ણકુટીની ફરતાં કાષ્ઠ વગેરે ગોઠવીને તેમાં એક મનુષ્યનું શબ નાંખીને ઢંઢા સહિત તે ઝુંપડી બાળી દીધી. પછી હોલિકા તથા કામપાળ ત્યાંથી નાસી દેશાત્તર ગયા. રાગાતુર થયેલી પાપી નારી શું નથી કરતી? કહ્યું છે કે –
मारइ पियभत्तारं, हणइ सुयं तह पणासए अत्थं ।
नियगेहंपि पलिवइ, नारी रागाउरा पावा ॥१॥ ભાવાર્થ:- “પોતાના પ્રિય ભત્તરને મારે છે, પુત્રને હણે છે, દ્રવ્યનો નાશ કરે છે, અને પોતાના ઘરને પણ બાળી મૂકે છે. રાગાતુર પાપી સ્ત્રી એટલા વાનાં કરે છે.”
પછી પ્રાતઃકાળે તે ચૈત્ય પાસેની ઝુંપડી બળેલી જોઈને લોકો પરસ્પર પૂછવા લાગ્યા કે “અરે ! આ શું થયું?” તેવામાં ભદ્રક મનોરથશ્રેષ્ઠિ પોતાના ઘરમાં ઢંઢા તાપસીને તથા હોલિકાને નહિ જોવાથી ખેદ પામીને બોલ્યો કે “જરૂર એક ચિતામાં એ બન્ને જણી બળી મરી. પ્રથમ મેં મહાપ્રયત્ને તેને અગ્નિપ્રવેશ કરતાં અટકાવી હતી, પરંતુ પોતાના પાપની નિવૃત્તિ માટે તેણે પોતાનું સતીપણું સત્ય કરી બતાવ્યું. તાપસી પણ તેની સાથેના સ્નેહને લીધે બળી મુઈ.” તે સાંભળીને – “અહો ! આ હોલિકા સતીની ભસ્મ મહાપવિત્ર છે, તેનું અંગ પર વિલેપન કર્યાથી જરૂર સર્વ દુઃખનો નાશ થશે.” એમ બોલતા લોકો તેની ચિતાને પગે લાગવા લાગ્યા અને તેની ભસ્મ લઈને માથે ચઢાવવા લાગ્યા. ત્યારપછી દર વર્ષે ફાલ્ગન શુદિ પૂર્ણિમાની રાત્રિએ તે સ્થાને સર્વ લોકો ઈન્ધન, છાણા વગેરેનો ઢગલો કરીને હુતાશિની સળગાવવા લાગ્યા. એ પ્રમાણે સર્વત્ર હોળીનું પર્વ પ્રખ્યાત થયું.
એકદા કામપાળે હોલિકાને કહ્યું કે “ધન વિના મનોરથ પૂર્ણ થતા નથી; માટે હું દ્રવ્યને માટે પરદેશ જાઉં.” તે સાંભળીને હોલિકા બોલી કે “હે સ્વામી! તમારે માટે મેં જાતિ-કુળાદિકનો ૧. ગુપ્ત હકીકત-છાનું કરેલું કાર્ય.
ઉ.ભા.-૫-૧૦,