________________
૨૫૪.
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫
વન તરફ નાઠા. માર્ગમાં એક મોટો વટવૃક્ષ આવ્યો. તેના પર તે બન્ને ચડી ગયા. સાધુઓ પણ તે જ વટવૃક્ષની નીચે આવ્યા અને પૃથ્વી પ્રમાર્જીને જયણાથી જીવોને દૂર કરી ગામમાંથી પાત્રમાં આણેલું ભોજન ખાવા બેઠા; તે ભોજનમાંથી એક દાણો પણ પૃથ્વી પર પડવા દીધો નહીં, તેમજ જમતા બચકારાનો શબ્દ પણ કર્યો નહીં. એ પ્રમાણે તે સાધુઓનું ચાલવું, બોલવું, ખાવું તથા જોવું વગેરે સમગ્ર ચેષ્ટાને જીવરક્ષાપૂર્વક જોઈને વટવૃક્ષ ઉપર રહેલા તે બન્ને ભાઈઓએ વિચાર કર્યો કે “આ મુનિઓ તો અન્ન ખાય છે, માંસ ખાતા નથી, માટે આપણા માતા-પિતાએ આપણને ખોટા સમજાવ્યા છે અને તેથી આપણે અત્યાર સુધી ખોટી ભ્રાંતિમાં રહ્યા છીએ; પરંતુ આવા સાધુઓ આપણે પૂર્વે કોઈપણ સ્થાને જોયા છે ખરા.”
એમ ધ્યાન કરતાં બન્નેને જાતિસ્મરણશાન થયું; તેથી પૂર્વે ગ્રહણ કરેલા ચારિત્રનું સ્મરણ કરીને પ્રતિબોધ પામેલા તે બન્ને વિચાર કરવા લાગ્યા કે “અહો ! માતા-પિતાએ મોહને વશ થઈને આપણને મૃષાવાણીથી છેતર્યા છે.” એમ વિચારી બન્ને ભાઈઓએ વટ ઉપરથી નીચે ઉતરી મુનિઓને વંદન કર્યું અને તેમની સ્તુતિ કરી. પછી પોતાના ઘરે આવી પિતાને કહ્યું કે -
'असासयं दृटुमिमं विहारं, बहु अंतरायं न हि दीहमाउं ।
तम्हा गिहमि न रइं लभामो, आमंतयामो चरिसामु मोणं ॥१॥
ભાવાર્થ - “આ પ્રત્યક્ષ વિહાર એટલે મનુષ્યભવની સ્થિતિ અશાશ્વત એટલે અનિત્યક્ષણભંગૂર જોઈને તથા તેમાં રોગાદિક ઘણા વિબો અને અલ્પ આયુષ્ય (ક્રોડ પૂર્વનું નહીં) જોઈને અમે ગૃહસ્થાશ્રમમાં કિંચિત્ પણ પ્રીતિ પામતા નથી. માટે અમે મૌનવ્રત એટલે ચારિત્ર ગ્રહણ કરવા તમારી રજા માગીએ છીએ.”
તે સાંભળીને તેના પિતા બોલ્યા કે “હે પુત્રો ! તમે વેદનું વચન જાણતા નથી. વેદમાં કહ્યું છે કે “ પુરી ગતિનાંતિ' પુત્રરહિત મનુષ્યની ગતિ નથી; “પુ ગાયતે નોવ' પુત્રથી લોક ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે વેદમાં કહ્યું છે. વળી કઇ પુત્રી પુળ વત્તો ફીયતે' પુત્રનો પણ પુત્ર હોય તો તેથી તે સ્વર્ગલોકમાં પૂજાય છે. એમ પણ કહ્યું છે. તે માટે તમે વેદનો અભ્યાસ કરીને બ્રાહ્મણોને સંતોષ પમાડીને, પુત્રોને ઘેર મૂકીને તથા સ્ત્રીઓના વિલાસ ભોગવીને દીક્ષા ગ્રહણ કરજો.” આ પ્રમાણે સાંભળીને બન્ને પુત્રો બોલ્યા કે, “હે પિતા ! વેદ ભણવાથી તે વેદ શરણ કે રક્ષણ કરી શકતા નથી; કેમકે તેને ભણવા માત્રથી તે કાંઈ દુર્ગતિમાં પડતાનું રક્ષણ કરી શકતા નથી. સ્મૃતિમાં કહ્યું છે કે :
૧. શ્રી ઉત્તરાધ્યયનસૂત્રના ૧૪મા અધ્યયનમાં આ ગાથા છે.