________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫
अकारणमधीयानो, ब्राह्मणस्तु युधिष्ठिर । ૩:તેનાપ્યથીયો, શીતં તુ મમ રોતે પ્રા
ભાવાર્થ :- ‘હે યુધિષ્ઠિર ! વેદ ભણ્યો માટે તે બ્રાહ્મણ છે.' એમ વેદાધ્યયન કાંઈ બ્રાહ્મણપણાનું કારણ નથી; કેમકે વેદ તો નીચ કુળવાળા પણ ભણે છે, પરંતુ હું તો શીલને જ પસંદ કરું છું; એટલે કે જે સદાચારિણી છે તે જ બ્રાહ્મણ છે.' વળી
शिल्पमध्ययनं नाम, व्रतं ब्राह्मणलक्षणम् । व्रत्तस्थं ब्राह्मणं, प्राहुर्नेतरान् वेदजीवकान् ॥२॥
ભાવાર્થ :- ‘ભણવું તે તો એક જાતની શિલ્પકળા છે પણ બ્રાહ્મણનું લક્ષણ તો સારાં આચરણ છે, માટે સદાચરણમાં રહેલા હોય તે જ બ્રાહ્મણ કહેવાય છે; બીજા વેદથી આજીવિકાના કરનારા તે કાંઈ બ્રાહ્મણ કહેવાતા નથી.”
૨૫૫
વળી હે પિતા ! આપે વિપ્રોને સંતોષ પમાડવાનું જે કહ્યું તે તો નરકમાં નાંખવાનો જ હેતુ છે. કારણ કે તેઓ કુમાર્ગની પ્રરૂપણા કરે છે, અને પશુવધાદિમાં પ્રવર્તે છે, તેમજ પુત્રાદિક પણ નરકમાં પડતા જીવોને શરણરૂપ થતા નથી. વેદ જાણનાર પણ કહે છે કે -
यदि पुत्राद्भवेत्स्वर्गो, दानधर्मो न विद्यते ।
मुषितस्तत्र लोकोऽयं, दानधर्मो निरर्थकः ॥१॥
ભાવાર્થ :- “જો કદાચ પુત્રથી સ્વર્ગ મળતું હોય અને દાનધર્મની જરૂર ન હોય તો પછી સર્વ જગત છેતરાયું છે અને દાનધર્મ નિરર્થક જણાય છે.” અર્થાત્ દાનધર્મનું શાસ્ત્રમાં શ્રવણ કરીને તેમાં પ્રવર્તતા લોકો છેતરાયા છે એમ જણાય છે, પણ ખરી રીતે તેમ નથી, દાનાદિ ધર્મ જ સ્વર્ગને આપનાર છે. પુત્રથી સ્વર્ગ મળતું નથી. જુઓ :
बहुपुत्रा दुली गोधा, ताम्रचूडस्तथैव च ।
तेषां च प्रथमं स्वर्गः, पश्चाल्लोको गमिष्यति ॥२॥
ભાવાર્થ :- “જો પુત્રથી જ સ્વર્ગની પ્રાપ્તિ થતી હોય તો ગરોળીને, ગોધાને તથા કૂકડા વગેરેને ઘણા પુત્રો હોય છે; તેથી પ્રથમ તેઓ સ્વર્ગે જશે અને પછી બીજા લોકો જશે.” પરંતુ એ વાત અસત્ય છે.
વળી તમે સ્રીવિલાસનું સુખ ભોગવવાનું કહ્યું, પણ તે ક્ષણભંગુર છે. તે વિષે શ્રી ઉત્તરાધ્યયનસૂત્રના ચૌદમા અધ્યયનમાં પરમાત્માએ કહ્યું છે કે -
खणमित्तसुखा बहुकालदुक्खा, पग्गामदुक्खां अनिगामसुखा । संसारमुक्खस्स विवक्खभूया, खाणी अणत्थाण उ कामभोगा ॥१॥