________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫
૨૫૩
જેઓ ધર્મની પ્રાપ્તિને જ ઈચ્છે તેઓ સુલભબોધિ કહેવાય છે.” આ શ્લોકનો ભાવાર્થ નીચે જણાવેલા દૃષ્ટાંતથી જાણવો.
છ મુનિઓની કથા
ચિત્ત અને સંભૂતિમુનિના જીવ પૂર્વ ભવે ક્ષિતિપ્રતિષ્ઠ નામના પુરમાં બે ગોપ હતા. તે પરસ્પર અતિ પ્રીતિવાળા હતા. અન્યદા તે બન્ને ગોપો સાધુના સંગથી ચારિત્ર લઈ તેનું પ્રતિપાલન કરી દેવતા થયા. ત્યાંથી ચ્યવીને પૃથ્વીપુરનગરમાં કોઈ એક શ્રેષ્ઠિના સહોદર પુત્રો થયા. તે બન્નેને બીજા ચાર મહર્ષિક શ્રેષ્ઠિપુત્રો મિત્ર થયા. તે છએ મિત્રોએ ચિરકાળ સુધી સંસારના સુખભોગ ભોગવીને એકદા ગુરુ પાસે ધર્મોપદેશ સાંભળી ઈન્દ્રિયોનું દમન કરી હર્ષથી ચારિત્ર ગ્રહણ કર્યું. પછી તેઓ વિવિધ પ્રકારના શાસ્ત્રો ભણીને છેવટ અનશન કરી પ્રથમ સ્વર્ગમાં નલિનીગુલ્મ નામના વિમાનમાં ચાર પલ્યોપમના આયુષ્યવાળા દેવો થયા.
ત્યાંથી આયુષ્ય પૂર્ણ થતાં બે ગોપના જીવો વિના બીજા ચારે જીવો પ્રથમ ચવ્યા. તેમાં એક કુરુદેશમાં ઈપુકારપુરનો રાજા ઈષકાર નામે થયો, અને બીજો દેવ તે રાજાની રાણી થયો, ત્રીજો તે જ રાજાનો ભૃગુ નામનો પુરોહિત થયો અને ચોથો તે ભૃગુ પુરોહિતની યશા નામે પત્ની થયો. હવે તે પુરોહિત વૃદ્ધ ઉંમરનો થવા આવ્યો, તો પણ તેને કાંઈ સંતતિ થઈ નહીં; ત્યારે તે પુત્રની ચિંતાથી મનમાં અત્યંત આકુળ-વ્યાકુળ થવા લાગ્યો.
અન્યદા પેલા બે ગોપ દેવો અવધિજ્ઞાનથી ‘અમે ભૃગુ પુરોહિતપુત્રો થઈશું,' એમ જાણીને સાધુના વેષે ભૃગુને ઘેર આવ્યા. તેમને જોઈને હર્ષથી ભૃગુ તથા તેની સ્ત્રી તેમને નમ્યા. પછી તેમના ઉપદેશથી શ્રાવકધર્મ પામીને ભૃગુએ પૂછ્યું કે “હે પૂજ્ય ! મારે પુત્ર થશે કે નહીં ?'' મુનિ બોલ્યા કે “તમારે બે પુત્રો થશે, પણ તે બાલ્યાવસ્થામાં જ દીક્ષા ગ્રહણ ક૨શે, તે વખતે તમારે તેને અંતરાય કરવો નહીં.” તે સાંભળીને દંપતીએ તેમનું વચન અંગીકાર કર્યું. દેવો સ્વસ્થાને ગયા.
અન્યદા તે બન્ને દેવો સ્વર્ગથી ચ્યવીને યશાની કુક્ષિમાં અવતર્યા. ત્યારે ભૃગુએ વિચાર્યું કે “મારા પુત્રો જન્મથી જ કોઈપણ સાધુને જુએ નહીં તો ઠીક.' એમ ધારીને તે ભાર્યા સહિત નાના ગામમાં જઈને રહ્યો. પછી સમય પૂર્ણ થયે યશાએ બે પુત્રોને જન્મ આપ્યો. તે પુત્રો વૃદ્ધિ પામતાં વિદ્યા ભણવાને યોગ્ય વયના થયા. તે વખતે તેના માતા-પિતાએ તેમને શીખવ્યું કે “હે પુત્રો ! જે મુનિઓ માથે મુંડન કરેલા, હાથમાં દંડ ધારણ કરનારા અને નીચી દૃષ્ટિ રાખીને દંભથી બગલાની જેમ ચાલનારા હોય છે તેઓ બાળકોને પકડીને મારી નાખે છે અને રાક્ષસોની જેમ તેમનું માંસ ખાઈ જાય છે. માટે તમારે તે સાધુઓની પાસે જવું નહીં. તેઓ પ્રથમ વિશ્વાસ ઉત્પન્ન કરીને પછી મારી નાખે છે.” આ પ્રમાણે સાંભળીને તે બાળકો સાધુને જોવા પણ ઈચ્છતા નહીં.
અન્યદા તે બન્ને ભાઈઓ સ્વેચ્છાએ ક્રીડા કરતા ગામ બહાર ગયા હતા, તેવામાં દૈવયોગે ગામમાંથી બહાર નીકળીને તેમની સન્મુખ આવતા મુનિઓને જોઈને તે બન્ને ભાઈઓ ત્રાસ પામી