________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫__
૩૫૧ ગુરુ બોલ્યા કે “જીવરક્ષાને માટે અજાપાળ (ગોવાળ)નું સ્વરૂપ ધારણ કરીને તથા સાધુવેષને ગુપ્ત કરીને બે વાડા ભિન્ન ભિન્ન કરી એકમાં બકરીઓ અને એકમાં બકરાંઓ રાખવાં. તેમની સંતતિની વૃદ્ધિ ન થવા દેવા માટે બકરાં તથા બકરીનો મેળાપ થવા દેવો નહીં. તેઓને ભક્ષણ પણ અચિત્ત આપવું. આ પ્રમાણે તે સર્વ જીવે ત્યાં સુધી યત્નથી તેમનું રક્ષણ કરવું.” આ પ્રમાણે તે બકરાની રક્ષાનો ઉપદેશ કરીને સૂરિએ અન્ય સ્થાને વિહાર કર્યો..
પછી બલભદ્રમુનિ ગુરુમહારાજની આજ્ઞાનો સ્વીકાર કરીને કોઈ ગિરિની ગુફામાં રહી અવ્યક્ત વેષે બકરાના ટોળાને ઔષધિ (સુકું ઘાસ) ચરાવવા લાગ્યા અને તેની લીંડીઓ વડે હોમ કરવા લાગ્યા. ત્યાં અનુક્રમે તેણે ઘણી વિદ્યાઓ સિદ્ધ કરી.
એકદા રૈવતગિરિનું તીર્થ બૌદ્ધ લોકોએ દબાવ્યું અને રાયખેંગાર રાજાને તથા તેની રાણીને તેઓએ પોતાના ઉપાસક બૌદ્ધધર્મી કર્યા; તેથી એવું થયું કે શ્વેતાંબરોનો તે તીર્થમાં પ્રવેશ પણ બંધ થયો. એકદા ત્યાં શ્વેતાંબરના ચોરાશી સંઘો એકઠા થયા. તેમણે દર્શન કરવા જવાની માગણી કરી, તે વખતે રાજાએ આજ્ઞા કરી કે “બૌદ્ધ ધર્મનો અંગીકાર કરીને વંદન કરવા જાઓ.” તે સાંભળીને સર્વ અત્યંત ખેદ પામ્યા. પછી કોઈ કન્યાના દેહમાં અંબાદેવીને ઉતારીને તેને શ્વેતાંબરોએ કહ્યું કે “હે દેવી! સંઘના વિધ્વનું નિવારણ કરવામાં સહાયભૂત થાઓ.” દેવીએ કહ્યું કે “બૌદ્ધના વ્યંતરોએ તીર્થ સંધ્યું છે, તેથી બીજા સહાયકારક વિના એકલી મારી શક્તિ તેની સામે ચાલે તેમ નથી. શાસનનો ઉદ્યોત કરવામાં સૂર્ય સમાન અને જીવન પર્યંત તપમાં આસક્ત એવા શ્રી યશોભદ્રસ્વામી તો સ્વર્ગે ગયા છે; પરંતુ એક બલભદ્ર મુનિ અમુક સ્થાને બિરાજે છે, તે મુનિને જો તમે લાવો તો તે તીર્થ પાછું વળે.” તે સાંભળીને સંઘપતિઓએ તે મુનિને બોલાવવા માટે એક સાંઢણી મોકલી, તેના પર બેસીને કેટલાક માણસો બળભદ્રમુનિવાળા વનમાં ગયા.
ત્યાં એક માણસ બકરાં ચારતો હતો, તેને તેઓએ પૂછ્યું કે “અહીં બળભદ્ર મુનિ ક્યાં રહે છે?” તે સાંભળીને અજાપાલનો વેષ ધારણ કરનાર તે બલભદ્રમુનિ જ બોલ્યા કે “અમુક ગુફામાં જાઓ, ત્યાં તે બેઠા છે.” એમ કહીને તે માણસો તે સ્થાને પહોંચ્યા પહેલાં બલભદ્રમુનિ ત્યાં જઈને સાધુવેષે બેઠા. પછી તે ઊંટ પર બેસીને આવેલા શ્રાવકોએ ત્યાં આવીને તેમને સંઘની કહેવરાવેલી વિજ્ઞપ્તિ કહી સંભળાવી. તે સાંભળીને બળભદ્રમુનિ બોલ્યા કે “તમે ત્યાં જાઓ, હું જલ્દીથી આવું છું.” એમ કહીને તેઓને રજા આપી, પછી પોતે આકાશમાર્ગે સંઘની ભક્તિ કરવા ત્યાં ગયા, અને જીર્ણદુર્ગ (જુનાગઢ)ના રાજા ખેંગાર પાસે જઈને તેને કહ્યું કે “હે રાજા ! સંઘની યાત્રામાં અંતરાય ન કર. આ તીર્થ બૌદ્ધ લોકોનું નથી.” રાજા બોલ્યો કે “બૌદ્ધ ધર્મ અંગીકાર કરે તો જ દેવને વંદન થવાનું છે, તે સિવાય થવાનું નથી.” તે સાંભળીને મુનિએ રાજાના શરીર ઉપર મંત્રેલા અક્ષત છાંટવા વગેરેથી તેને
૧. આ રાયખેંગાર સિદ્ધરાજ જયસિંહના વખતમાં થઇ ગયા છે, તે ન સમજવા.