________________
૨૪૫
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ નથી એમ જાણવું. પછી કામપાળે પોતાનું કાર્ય સાધવા માટે તે સુંઢાને સન્માનપૂર્વક વિદાય કરી. કહ્યું છે કે –
सत सायर मि फर्या, जंबूदीव पइट्ठ ।
कारण विणु जो नेहडो, सो में कहीं न दी ॥१॥ ભાવાર્થ:- “જબૂદ્વીપની પ્રદક્ષિણા દેતો દેતો સાત સાગર હું ફર્યો પણ કારણ વિનાનો સ્નેહ મેં કોઈ ઠેકાણે જોયો નહીં.”
પછી ઢંઢાએ હોલિકા પાસે આવીને સર્વ વૃત્તાંત તેને કહ્યો. પ્રાતઃકાળે સૂર્યની પૂજા માટે સર્વ સામગ્રી લઈને તે હોલિકા ઢંઢા ગુણી સાથે સૂર્યના ચૈત્યે ગઈ. ત્યાં કામપાળ પણ આવ્યો. પછી ઘણા દિવસની વિરહપીડાને લીધે તે કામપાળે તેને ગાઢ આલિંગન કર્યું, ત્યારે તે માયાવી હોલિકા મનમાં કાંઈક વિચાર કરીને પોકાર કરવા લાગી કે “હે લોકો ! દોડો, દોડો, આ પરસ્ત્રીના શીલવતને ભંગ કરનાર લુબ્ધ પુરુષને પકડો, પકડો.” એમ મોટેથી બૂમ પાડવા લાગી. કહ્યું છે કે -
नामतं न विषं किंचिदेकां मक्त्वा नितंबिनीम् ।
सैवामृतलता रक्ता, विरक्ता विषवल्लरी ॥१॥ ભાવાર્થઃ- “એક સ્ત્રી સિવાય બીજું કાંઈ પણ અમૃત નથી કે વિષ પણ નથી, તે સ્ત્રી જ જો રક્ત હોય તો અમૃતલતા છે, અને વિરક્ત હોય તો તે જ વિષલતા છે.”
હોલિકાની બૂમ સાંભળીને તેનો પિતા દોડી આવ્યો, અને તેણે કામપાળને પૂછ્યું કે “અરે ! કેમ તું પરસ્ત્રીના કંઠમાં વળગી પડ્યો?” તે સાંભળીને મહાપૂર્તિ કામપાળે કહ્યું કે “મારી સ્ત્રી તમારી પુત્રીના જેવી જ છે, તેથી મેં જાણ્યું કે “આ મારી સ્ત્રી છે' એમ ધારીને મેં તેને આલિંગન કર્યું.' એમ કહીને તે કામપાળ જતો રહ્યો. પછી હોલિકાએ પોતાના માતાપિતાને કહ્યું કે “અહો ! સતી સ્ત્રીઓમાં પ્રધાન એવી મને પરપુરુષનો સ્પર્શ થયો, તેથી હું દુષિત થઈ. માટે હવે હું અગ્નિમાં પ્રવેશ કરીશ. મારું જીવિત હવે અધન્ય છે. તેથી અહીં જ આ સૂર્ય ચૈત્યની પાસે જ આ દેહને ભસ્મસાત્ કરીશ.”
रोयंति रुयावंति य, अलियं जंपति पत्तियावंती ।
कवडेण खयंति विसं, मरंति नवि देंति सब्भावं ॥१॥ ભાવાર્થ:- “પતિવ્રતાનો ડોળ રાખતી કુલટા સ્ત્રીઓ પોતે રુએ છે, બીજાને રોવરાવે છે, અસત્ય બોલે છે, વિશ્વાસ પમાડે છે, કપટથી વિષ ખાય છે અને છેવટ મરી પણ જાય છે, પરંતુ પોતાનો સદ્ભાવ (ખરી વાત) કોઈને જણાવતી નથી.'