________________
૨૪૬
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૫ હોલિકાનાં આવા વચનો સાંભળીને તેના માતપિતાએ શિખામણ દીધી કે હે પુત્રી ! તું કેમ બહુ આગ્રહ કરે છે? તેણે અજાણતાં ભ્રાંતિથી તારો સ્પર્શ કર્યો છે, તેથી નિર્વિકારીને દોષ લાગતો નથી. કહ્યું છે કે –
गृह्णाति दन्तैः शिशुमाखुमोतुः पद्मं च वंशं दशति द्विरेफः । भार्यां सुतां श्लिष्यति वै मनुष्यस्तत्रापि नित्यं मनसः प्रमाणम् ॥१॥
ભાવાર્થ:- બિલાડી પોતાના દાંત વડે પોતાના બચ્ચાને પકડે છે તથા ઊંદરને પણ પકડે છે, ભમરો કમળને ડિસે છે તથા વાંસને પણ ડસે છે અને પુરુષ પોતાની સ્ત્રીને આલિંગન કરે છે તથા પુત્રીને પણ આશ્લેષે છે, પરંતુ તે સર્વમાં મન જ પ્રમાણ છે.”
ઈત્યાદિ ઉપદેશ આપી તેને સમજાવીને તેનો પિતા તેને ઘેર તેડી ગયો. આ વૃત્તાંત જાહેરમાં આવવાથી લોકોમાં તે હોલિકા મહાસતીના નામથી પ્રખ્યાત થઈ. પછી તે પ્રાતઃકાળે, સાયંકાળે, રાત્રીએ, ગમે તે વખતે સ્વેચ્છાથી જ ઢુંઢાને છેતરી તેને સાથે રાખ્યા વિના સૂર્યચૈત્યમાં જવા લાગી. કહ્યું છે કે -
यात्रा-जागर-दूरवारिभरणं मातुर्गृहेऽवस्थितिवस्त्रार्थ-रजकोपसर्पणमपि स्याच्चर्चिकामेलनम् । स्थानभ्रंश-सखीनिवासगमनं भर्तुः प्रवासादिका,
व्यापाराः खलु शीलखंडनकराः प्रायः सतीनामपि ॥१॥ ભાવાર્થ:- “એકલા યાત્રાએ જવું, બીજી સ્ત્રીઓની સાથે જાગરણ કરવું, દૂર પાણી ભરવા જવું, માને ઘેર (પિયર) વધારે રહેવું, લુગડાં લેવા દેવા માટે ધોબીને ઘેર જવું, ગરબે રમવા જવું, સ્થાનથી ભ્રષ્ટ થવું (પારકે ઘેર જવું), સખીના નિવાસમાં જવું અને પતિનું પરદેશગમન થવું, ઈત્યાદિ વ્યાપારી સતી સ્ત્રીઓને પણ પ્રાયે શીલખંડન કરનારા થાય છે.”
એકદા ફાગણ માસની પૂર્ણિમાની રાત્રિએ હોલિકા સૂર્યના ચૈત્યમાં ગઈ. ત્યાં કામપાળ પણ આવ્યો હતો. બંને જણ ક્રીડા કરતા સતા સુખે બેઠા હતા. ઢુંઢા તાપસી ચૈત્યની પાસેની પર્ણકુટીમાં સૂતી હતી. તે વખતે તે બન્નેએ વિચાર કર્યો કે “આપણું કાર્ય તો સિદ્ધ થયું, પણ આ ઢુંઢા આપણો સર્વ મર્મ જાણે છે. તેથી તે કોઇવાર આપણને દુઃખદાયી થશે, માટે તેને મારી નાંખવા યોગ્ય છે. કહ્યું છે કે -
उपाध्यायश्च वैद्यश्च, नर्तक्यश्च परस्त्रियः ।
सूतिका दूतिका चैव, सिद्धे कार्ये तृणोपमाः ॥१॥ ભાવાર્થ - “ઉપાધ્યાય (મહેતાજી), વૈદ્ય, નૃત્ય કરનારી, પરસ્ત્રી, સૂતિકા (સુયાણી) અને દૂતી (સંદેશો લઈ જનારી) એ બધાં કાર્ય સિદ્ધ થયા પછી તૃણ સમાન છે.”