________________
૨૪૩
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૫
એકદા તે ઢુંઢા ભિક્ષાને માટે ભ્રમણ કરતી મનોરથશ્રેષ્ઠિને ઘેર ગઈ. શ્રેષ્ઠિએ તેને બેસવા માટે આસન આપી કુશળતા પૂછી. ત્યારે તે ધર્મના અક્ષરો બોલી કે -
काला कुशल किम पूछीए, नितु उगते भाण ।
जरा आवे जोबण खसे, हाणी विहाण विहाण ॥१॥ ભાવાર્થ - “હે કાલા શેઠ! તમે કુશળતા થી પૂછો છો? હંમેશા સૂર્ય ઉગે છે કે યુવાવસ્થા ઘટે છે ને જરાવસ્થા આવે છે, વહાણે વહાણે હાનિ થતી જાય છે ત્યાં કુશળતાની શી વાત ?
काया पाटण हंस राजा, पवणु फिरे तलारो ।
तिण पाटण वसे जोगी, जाणे जोग विचारो ॥२॥ ભાવાર્થ - કાયારૂપી નગર છે, ત્યાં હંસરૂપી રાજા રહે છે, તેમાં પવનરૂપી કોટવાળ ફરે છે, તે નગરમાં એક જોગી વસે છે, તે જોગના વિચારો જાણે છે.”
इक खोलडि पंचहिं जण रुंधी, तिह्न सगलहि जूजूइ बुद्धि । कह भाउ सा घरु किम नंदे, जत्थ कुटुंबउ अप्पण छंदइ ॥३॥
ભાવાર્થ:- “એક ઝુંપડી પાંચ જણે સંધી છે. તે પાંચ જણની જૂદી જૂદી બુદ્ધિ છે તો તે ભાઈ ! કહે કે જયાં આખું કુટુંબ સ્વચ્છેદે ચાલે છે તે ઘર શું આનંદ આપે?”
जर कुत्तो जोवण ससा, काल आहेडी मित्त ।
बिहु वयरि विच झुंपडा, कुशल किं पूछे मित्त ॥४॥ ભાવાર્થ :- “હે મિત્ર ! જરારૂપી કૂતરો છે, જોબન (યુવાવસ્થા)રૂપી સસલો છે અને કાળરૂપી આપેડી (શિકારી) છે. તેમાંના બે દુશ્મનની વચ્ચે આ શરીરરૂપી ઝુંપડું રહેલું છે. તેમાં હે મિત્ર ! તમે શી કુશળતા પૂછો છો ?'
તેનાં આવાં વચનો સાંભળીને શ્રેષ્ઠિએ વિચાર્યું કે “અહો ! યુવાવસ્થા છતાં પણ આનામાં કેવો વિસ્મય ઉત્પન્ન કરે તેવો વૈરાગ્ય છે?'
धातुषु क्षीयमाणेषु, शमः कस्य न जायते ।
प्रथमे वयसि यः साधुः, स साधुरिति मे मतिः ॥१॥ ભાવાર્થ:- ધાતુઓ ક્ષીણ પામે ત્યારે તો પછી કોને સમતા ન ઉત્પન્ન થાય? સૌને થાય, પણ પ્રથમ વયમાં જે સાધુ (વૈરાગ્યવાન) હોય તે જ ખરો સાધુ, એમ હું તો માનું છું.”
પછી શ્રેષ્ટિએ તેને વિનંતી કરી કે હે સ્વામીની ! મારી પુત્રી બાળવિધવા છે, તેને તમે