________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૫
૨૩૯ મામાને “સુવર્ણકૂળ અહીંથી કેટલું દૂર છે?!' એમ પૂછ્યું. ત્યારે તેના મામાએ કહ્યું કે “અહીંથી વિશ યોજન દૂર છે, ત્યાં હાથીઓથી ભરેલાં વહાણો આવ્યાં છે એમ સંભળાય છે. તે સાંભળીને મામાની રજા લઈને તે અહીં આવ્યો, અને અહીં તને જોઈને તેને ક્રોધ ઉત્પન્ન થયો.” આ પ્રમાણે કહીને પછી ગુરુએ શંખદત્તને ફરીથી પૂર્વભવ કહીને બોધ પમાડ્યો.
આ પ્રમાણે કેવળીની દેશના સાંભળીને રાજાએ શ્રાવકના બાર વ્રતો ગ્રહણ કર્યા. શ્રી દત્તે શંખદત્તની સાથે પોતાને ઘેર જઈને અર્ધ દ્રવ્ય તથા પોતાની પુત્રી તેને આપી અને પોતાનું ધન જિનભવન, બિંબપ્રતિષ્ઠા, જ્ઞાનભક્તિ ઈત્યાદિ સાત ક્ષેત્રમાં ખરચીને મોટા ઉત્સવપૂર્વક કેવળી પાસે જઈને દીક્ષા ગ્રહણ કરી. અનુક્રમે નિરતિચાર ચારિત્ર પાળીને મોક્ષપદ પ્રાપ્ત કર્યું.
૩૪૫
હુતાશિની પર્વ पर्व हुताशिनीसंज्ञं, लौकिकं पापरूपकम् ।
हेयं लोकोत्तरधर्मज्ञै-र्भवसंततिवर्धकम् ॥१॥ ભાવાર્થ:- “હુતાશિની (હોળી) નામનું પર્વ લૌકિક અને પાપરૂપ હોવાથી લોકોત્તર ધર્મને જાણનારા ઉત્તમ જીવોએ ભવની પરંપરાને વધારનાર તે પર્વનો ત્યાગ કરવો.” આ અર્થનું સમર્થન કરવા માટે હુતાશિનીનો સંબંધ જાણવા યોગ્ય છે તે આ પ્રમાણે –
હુતાશિની (હોળી)ની કથા આ ભરતક્ષેત્રમાં જયપુર નામનું એક નગર હતું. તેમાં
छत्रेषु दंडश्चिकुरेषु बन्धः, शारीषु मारिश्च मदो गजेषु । हारेषु वै छिद्रविलोकनानि, कन्याविवाहे करपीडनं च ॥१॥
છત્રને વિષે જ દંડ હતો, સ્ત્રીઓના કેશપાશને વિષે જ બંધ થતો, ક્રીડાના સોગઠાંને જ “માર' એમ કહેવામાં આવતું, હસ્તીઓને વિષે જ મદ રહેતો, મુક્તાફળના હારને વિષે જ છિદ્ર જોવામાં આવતાં, અને કન્યાના વિવાહમાં જ કરપીડન કરવામાં આવતું (હાથ પકડવામાં આવતો), પણ તે નગરના લોકોમાં દંડ, બંધન, મારી, મદ, છિદ્ર કે કરપીડન હતું નહીં.”
તે નગરમાં અનેક ચતુર પુરુષો વસતા હતા. મોટા મોટા શિખરવાળા પ્રાસાદો (મંદિરો) અને મોટા મોટા મહેલો જેમાં હોય તે કાંઈ નગર કહેવાતું નથી, પણ જ્યાં વિદ્વાન લોકો ઘણા રહેતા હોય તે જો કે ગામડું હોય તો પણ નગર કહેવાય છે. તે નગરમાં કોઈ માગણ દેખાતો જ નહીં, છતાં કદાચ કોઈ દેખાતો-તો તે લોકોને પ્રતિબોધ કરવા માટે જ ભમતો હતો. કહ્યું છે કે –