________________
• ૨૩૫
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫
nagu धिग्जन्म पशुजन्तूनां, यत्र नास्ति विवेकता ।
कृत्याकृत्यविभागेन, विना जन्म निरर्थकम् ॥१॥ ભાવાર્થ :- “પશુઓના જન્મને ધિક્કાર છે કે જેનામાં બિલકુલ વિવેક રહેલો નથી. કાર્ય અને અકાર્યના વિવેચન વિના તેનો જન્મ નિરર્થક છે.”
અહો ! માતા, બહેન વગેરેના વિવેક રહિત એવો આ પશુઓનો જન્મ શા કામનો ?” તે સાંભળીને ક્રોધાયમાન થયેલ તે વાનર દાંત પીસીને બોલ્યો કે “રે દુરાચારી! તું દૂર સળગતા પર્વતને જુએ છે પણ પગની નીચે રહેલા અગ્નિને જોતો નથી? સૂઈ અને સરસવ જેવડાં પરનાં છિદ્રોને જુએ છે પણ પોતાના મોટાં બીલાં જેવડાં દોષોને જોતો નથી ? અરે અધમમાં પણ અધમ ! મિત્રને સમુદ્રમાં નાખીને ભોગને માટે પોતાની જ માતાને તથા પુત્રીને પડખામાં રાખી બેઠો છે અને મારી નિંદા કરે છે ?” એ પ્રમાણે તે વાનર તેની નિર્ભત્સના કરીને કૂદકા મારતો પોતાના યુથમાં દાખલ થઈ ગયો. શ્રીદત્ત વિચાર કરવા લાગ્યો કે “આ વેશ્યા મારી માતા શી રીતે ? અને આ કન્યા મારી પુત્રી શી રીતે ? તે તો સમુદ્રમાંથી મળી છે અને મારી માતા તો કાંઈક શ્યામ વર્ણવાળી અને શરીરે ઊંચી હતી, અને આ વેશ્યા તો ગૌર વર્ણવાળી અને શરીરે નીચી છે.”
એમ વિચારીને તેણે વેશ્યાને પૂછ્યું, ત્યારે તે બોલી કે “અરે શેઠ ! હું તો તમને ઓળખતી એ નથી. પશુના વચનથી તમે કેમ ભ્રાંતિમાં પડો છો ?” તો પણ શ્રીદત્તની શંકા મટી નહીં. તેથી તે વાનરને શોધવા માટે આમતેમ ફરવા લાગ્યો, તેવામાં ત્યાં તેણે એક મુનિને જોયા. તેમને વંદના કરીને શ્રીદત્તે પોતાનો સંદેહ પૂછ્યો, એટલે મુનિ બોલ્યા કે “હું અવધિજ્ઞાનથી જાણું છું તેથી કહું છું કે વાનરે જે કહ્યું છે તે સત્ય છે. પ્રથમ તારી પુત્રીની વાત કહું છું - તું તારી પુત્રીને દશ દિવસની મૂકીને વહાણમાં બેસીને પરદેશ ગયો હતો. ત્યારપછી તારા ગામમાં શત્રુના સૈન્યનો ઉપદ્રવ થયો તે વખતે તારી સ્ત્રી પુત્રીને લઈને ભાગી, તે ગંગાને કિનારે આવેલા સિંહપુરમાં પોતાના ભાઈને ઘેર ગઈ. ત્યાં તે અગિયાર વર્ષ સુધી રહી.
એકદા તે કન્યાને સર્પ ડસ્યો. તેની માતાએ તથા મામાએ તેના અનેક ઉપાયો કર્યા, પણ વિષ ઉતર્યું નહીં, તેથી તેને મરેલી ધારીને માતાએ સ્નેહને લીધે એક પેટીમાં નાંખીને ગંગાનદીમાં વહેતી મૂકી. તે પેટી તને મળી; તેથી આ કન્યા તારી પુત્રી છે. હવે તારી માતાનું વૃત્તાંત સાંભળસૂરકાંત રાજાએ તારી માતાને અંતઃપુરમાં રાખી હતી. તેને છોડાવવા માટે તારો પિતા સાડા પાંચ લાખ દ્રવ્ય લઈને ગુપ્ત રીતે સમર નામના પલ્લીપતિ પાસે જઈ તેની સેવા કરવા લાગ્યો. તેના કહેવાથી પલ્લીપતિએ મોટા સૈન્ય સાથે આવીને તે ગામ ભાંગ્યું. સૂરકાંત રાજા ત્યાંથી નાસી ગયો. પછી તારા પિતાને આગળ કરીને તે પલ્લીપતિ પુરમાં પ્રવેશ કરતો હતો, તેવામાં તારા પિતાના કપાળમાં એક બાણ વાગવાથી તે તરત જ મૃત્યુ પામ્યો.