________________
૨૩૪
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫ જ તે કન્યાને ચેતન આવ્યું. પછી તેને ખાન, પાન, સ્નાન અને અંગલેપન વગેરે ઉપચારો કર્યા, એટલે તે સર્વ અંગે સુંદર દેખાવા લાગી. એકદા શંખદત્તે શ્રીદત્તને કહ્યું કે “મેં આને જીવતી કરી છે, માટે હું તેને પરણીશ.” ત્યારે શ્રીદત્ત બોલ્યો કે “એમ બોલ નહીં, એમાં આપણા બન્નેનો ભાગ છે, માટે તું મારી પાસેથી તેનું જે મૂલ્ય થાય તેના અર્ધા નાણા લે. તેને તો હું જ પરણીશ. તેં તો તેને જીવિતદાન આપ્યું છે, માટે તું તો તેના પિતાતુલ્ય થયો.” એ પ્રમાણે તે બન્ને મિત્રો વિવાદ કરવા લાગ્યા. કહ્યું છે કે :
હા ! ના નિર્મિતા સેન, સિદ્ધિવિના : 97
यत्र स्खलन्ति ते मूढाः, सुरा अपि नरा अपि ॥१॥
ભાવાર્થ:- “અહો ! મોક્ષની અને સ્વર્ગની અર્ગલારૂપ સ્ત્રીઓને કોણે બનાવી કે જ્યાં દેવતાઓ અને માણસો મૂર્ખ બનીને અલનાને પામે છે?”
તે બન્નેનો વિવાદ જોઈને વહાણના માલિકે કહ્યું કે “હે શેઠિયાઓ ! આ વહાણ આજથી બે દિવસે સુવર્ણપુરને કાંઠે પહોંચશે, ત્યાં ડાહ્યા માણસો તમારા વિવાદનો નિર્ણય કરી આપશે, માટે ત્યાં સુધી ઝઘડો બંધ રાખો.” તે સાંભળીને બન્ને જણ મૌન રહ્યા. પછી શ્રીદતે વિચાર્યું કે “આ મારા મિત્રે આ કન્યાને જીવિતદાન આપ્યું છે. માટે લોકો તેને જ તે કન્યા આપવાનું કહેશે, તેથી હું અત્યારથી જ તે કન્યાને મેળવવાનો ઉપાય કરું.”
એમ વિચારીને નાવની ઉપલી ભૂમિ પર બેસીને તેણે એકદમ મિત્રને બોલાવ્યો કે “હે મિત્ર! જલદી અહીં આવ, મોટું કૌતુક જોવાનું છે. બે મુખવાળો મત્સ્ય વહાણની નીચે જાય છે.” તે સાંભળીને શંખદત્ત આવીને નીચે જુએ છે, તેટલામાં તેને શ્રીદત્તે સમુદ્રમાં નાંખી દીધો. પછી નાવના લોકોને વિશ્વાસ પમાડવા માટે તે ફોગટનો પોકાર કરવા લાગ્યો. અનુક્રમે તેના વહાણો ક્ષેમકુશળ સુવર્ણપુરે પહોંચ્યા. ત્યાં શ્રીદત્ત તે કન્યાને લઈને રહ્યો. પછી ત્યાંના રાજા પાસે જઈને તેણે મોટી ભેટ કરી, એટલે રાજાએ તેનું ઘણું સન્માન કર્યું. પછી શ્રીદત્ત તે કન્યાની સાથે લગ્ન કરવા માટે સારું મુહૂર્ત શોધવા લાગ્યો.
હવે તે હંમેશાં રાજસભામાં જતો હતો; ત્યાં એકદા તેણે રાજાની ચામરધારિણીને જોઈ, એટલે તેના સૌન્દર્યથી મોહ પામીને તેણે કોઈ માણસને તેનું સ્વરૂપ પૂછ્યું. ત્યારે તે માણસ બોલ્યો કે “આ સુવર્ણરેખા નામની વેશ્યા છે. આ વેશ્યાની સામે એકવાર વાત પણ તે કરી શકે છે કે જે તેને એક સાથે પચાસ હજાર દ્રવ્ય આપે છે.” તે સાંભળીને તેના પર આસક્ત થયેલા શ્રીદત્ત પચાસ હજાર દ્રવ્ય મોકલીને તે સુવર્ણરેખાને પોતાને ત્યાં બોલાવી. પછી પેલી કન્યાને તથા વેશ્યાને બન્નેને એક રથમાં બેસાડીને તે શ્રીદત્ત ક્રિડા કરવા માટે વનમાં ગયો. ત્યાં એક વાનર ઘણી વાનરીઓ સાથે ક્રીડા કરતો કરતો તે વનમાં આવ્યો. તેને જોઈને શ્રીદત્ત બોલ્યો કે :