________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫ અન્યદા ભગીરથ રાજાએ શ્રી જિનેશ્વરને પૂછ્યું કે “હે સ્વામી! જનુકુમાર વગેરે સાઠે હજાર ભાઈઓ સર્વે સમાન આયુષ્યવાળા કેમ થયા?” સ્વામીએ કહ્યું કે “પૂર્વે કોઈ મોટો સંઘ યાત્રાને માટે સંમેતાદ્રિ તરફ જતાં માર્ગમાં કોઈ નાના ગામડા પાસે આવ્યો. ત્યાં સાઠ હજાર ચોરો રહેતા હતા. તેમને કોઈ એક કુંભારે ઘણા વાય, તો પણ તેઓએ તે સંઘને લૂંટ્યો. ત્યાંથી સંઘ મહાકષ્ટ આગળ ગયો. તે વખતે એ સાઠ હજાર લુંટારાઓએ એક સાથે નિકાચિત પાપકર્મ બાંધ્યું. - એકદા તે ગામના રહીશ કોઈ ચોરે બીજા ગામમાં જઈને ચોરી કરી. તે ચોરને પગલે પગલે ગામના રક્ષકો તે ચોરના ગામ સુધી આવ્યા. પછી આ ગામમાં બધા ચોર જ વસે છે, એમ નિશ્ચય થવાથી તેમણે તે ગામના દરવાજા બંધ કરીને ચોતરફથી અગ્નિ સળગાવ્યો. તે દિવસે પેલો કુંભાર કાર્ય માટે બીજે ગામ ગયો હતો, તેથી તેના વિના બીજા સર્વે મૃત્યુ પામ્યા. ત્યાંથી મરીને તે સર્વે અરણ્યમાં ચુડેલના ગુચ્છરૂપે ઉત્પન્ન થયા. ત્યાં સર્વે એકત્ર થઈને પડેલા હતા, તેવામાં કોઈ હસ્તીએ આવીને તેમને પગ વડે ચાંપી નાંખ્યા. તેથી મરણ પામીને અનેક કુયોનિમાં ચિરકાળ સુધી પરિભ્રમણ કર્યું. છેવટે આ ભવના આગલા ભવમાં કાંઈક પુણ્ય ઉપાર્જન કર્યું, તેના પ્રભાવથી તે સાઠ હજાર ચક્રીના પુત્ર થયા. પરંતુ પૂર્વે કરેલા પાપકર્મના કાંઈક અવશેષ રહેવાથી તેઓ એક સાથે જ મરણ પામ્યા. પેલો જે કુંભાર હતો તેનો જીવ અનેક ભવો ફરીને આ તું ભગીરથ થયો છે.” આ પ્રમાણે અનુકુમારાદિનો તથા પોતાનો પૂર્વભવ સાંભળીને ભગીરથે પ્રતિબોધ પામી શ્રાવકધર્મ અંગીકાર કર્યો. તેનું પ્રતિપાલન કરીને અનુક્રમે તે સદ્ગતિને પામ્યો.
ત્રણ લોકને ભયંકર એવો યમરૂપી રાક્ષસ આ અનાથ જગતને હણવા માટે નિરંતર ઈચ્છા ર્યા કરે છે. તેથી તેના ભયના નિવારણ માટે સર્વદા અશરણભાવના ભાવવી કે જેથી સુખના સ્થાનરૂપ વૈરાગ્યની પ્રાપ્તિ થાય.”
૩૪૪
સંસારની અસારતા संसारासारतां वीक्ष्य, केचित्सुलभबोधिनः ।
शीघ्रं गृह्णन्ति साम्यत्वं, श्रीदत्तश्रेष्ठिवद्यथा ॥१॥ ભાવાર્થ. “કેટલાએક સુલભબોધી જીવો સંસારની અસારતાને જોઈને શ્રીદત શ્રેષ્ઠિની જેમ તત્કાળ સમતાને ધારણ કરે છે.” તે કથા આ પ્રમાણે :- " ૧. માતૃવાહક નામના બેઈન્દ્રિય જીવો.