________________
૧૮૮
6
.
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫
પણ તેં મારું રક્ષણ કર્યું નહીં, તેમજ મારા તે શત્રુનો તે કાંઈ અપકાર પણ કર્યો નહીં; માટે માત્ર મીઠા વચન બોલીને પ્રીતિ બતાવનારી એવી તને હવે હું બોલાવવા ઈચ્છતો નથી.”
તે સાંભળીને સ્મિતથી અધરોષ્ઠને કાંતિમાન કરતી દેવી બોલી કે “હે મુનિ ! જ્યારે તમે બન્ને એકબીજાને વળગીને યુદ્ધ કરતા હતા, તે વખતે કૌતુક જોવાની ઈચ્છાવાળી હું પણ ત્યાં જ હતી; પરંતુ તે વખતે મેં તમને બન્નેને સમાન ક્રોધવાળા જોયા. તેથી આ બેમાં સાધુ કોણ અને બ્રાહ્મણ કોણ?' એ જાણી શકી નહીં.” તેથી કરીને હું તમારી રક્ષા અને બ્રાહ્મણને શિક્ષા કરી શકી નહીં. તે સાંભળીને જેનો ક્રોધ શાંત થયો છે એવા મુનિ બોલ્યા કે “હે દેવી! તેં મને આજે બહુ સારી પ્રેરણા કરી, તેથી હવે હું આ ક્રોધરૂપી અતિચાર દોષનું મિથ્યાદુષ્કત આપું છું. હે દેવી! મેં ધ્યાન સંબંધી શાસનો ઘણા યત્નથી અભ્યાસ કર્યો છે, શ્રવણ કર્યું છે અને બીજાને શીખવ્યું પણ છે, તેમજ તેનું અનુમોદન પણ કર્યું છે. તો પણ ખરે વખતે તે મને સ્મરણમાં આવ્યું નહીં.
शून्यं ध्यानोपयोगेन, विंशतिस्थानकाद्यपि ।
कष्टमात्रं त्वभव्याना-मपि नो दुर्लभं भवेत् ॥१॥ ભાવાર્થ - “ધ્યાનના ઉપયોગ વિના માત્ર કાયક્લેશરૂપ વિશસ્થાનક વગેરે તપ અભવ્ય પ્રાણીઓને પણ દુર્લભ નથી, અર્થાત્ ઘણા અભવ્ય પ્રાણીઓ પણ તેવું તપ કરે છે.” ચિત્તની એકાગ્રતારૂપ જે ધ્યાન-તેના ઉપયોગથી શૂન્ય એવા વિશસ્થાનક વગેરે તપસમૂહ માત્ર કાયક્લેશરૂપ જ છે, તે તે અભવ્યોને પણ દુર્લભ નથી. બાહ્યાચરણ તો જૈનોક્ત પણ ઘણા પ્રકારે અભત્રોએ પૂર્વે કર્યા છે. હવે ધ્યાન કરવાનું સ્વરૂપ કહે છે -
जितेन्द्रियस्य धीरस्य, प्रशान्तस्य स्थिरात्मनः । स्थिरासनस्य नासान-न्यस्तनेत्रस्य योगिनः ॥१॥ रूद्धबाह्यमनोवृत्ते-र्धारणाधारया स्यात् । प्रसन्नस्याप्रमत्तस्य, चिदानन्दसुधालिहः ॥२॥ साम्राज्यप्रतिद्वंद्व-मन्तरेव वितन्वतः ।
ध्यानिनो नोपमा लोके सदेवमनुजेऽपि हि ॥३॥ ભાવાર્થ:- “જેણે ઈન્દ્રિયોનો જય કરેલો છે, જે આત્મવીર્યના સામર્થ્ય વડે પરિષહ અને ઉપસર્ગોથી અકંપ્ય છે, જેના ક્રોધાદિક કષાય શાંત થયેલા છે, જેનો આત્મા સાધન પરિણતિમાં સુખમય હોવાથી સ્થિર છે, જેણે ચપળતાના નિરોધને માટે આસન સ્થિર કરીને નાસિકાના અગ્રભાગે દૃષ્ટિને સ્થાપના કરેલી છે (રત્નત્રયમાં મગ્ન છે), ધ્યેયમાં ચિત્તને સ્થિર કરવું તે ધારણા