________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫
૨ ૨૭ તે જ વસ્ત્ર લાંબું કર્યું હોય તો જલદી સૂકાઈ જાય છે, તેવી જ રીતે કર્મ પણ ઉપક્રમોથી જલદી ક્ષય પામે છે.”
આ સર્વ હકીકત ઉપરથી સમજવાનું એ છે કે જે ભવમાં પ્રથમ કહેલા સાત ઉપક્રમો નિરંતર આયુષ્યલયના હેતુરૂપ ઉપસ્થિત છે, અને તેથી તે આયુષ્યનો વિશ્વાસ નથી કે તે ક્યારે પુરું થશે? માટે કામાદિકનો ત્યાગ કરીને એક ધર્મ જ સારભૂત છે એમ સમજી તેનું અવલંબન ગ્રહણ કરવું, એ આ ગૂઢ વ્યાખ્યાનનું રહસ્ય છે. ગ્રંથકાર કહે છે કે –
यस्मिन्नायुषि सुस्नेह, प्रत्यहं धार्यते नरः ।
प्रतिक्षणं क्षयं तस्य, मत्वा मा मुंच सन्मतिम् ॥१॥ ભાવાર્થ - “મનુષ્ય જે આયુષ્યના ઉપર નિરંતર સ્નેહ રાખે છે તે આયુષ્ય પ્રતિક્ષણે ક્ષય પામે છે એમ જાણીને હે ભવ્ય પ્રાણી ! તું સારી પતિને છોડીશ નહીં.” આ સંબંધમાં પૂર્વાચાર્યું પણ કહ્યું છે કે -
क्षणयामदिवसमासच्छलेन, गच्छन्ति जीवितदलानि ।
इति विद्वन्नपि कथमिह, गच्छसि निद्रावशं रात्रौ ॥१॥ ભાવાર્થ - “ક્ષણ, પ્રહર, દિવસ અને માસના મિષથી આયુષ્યના દળિયા (ભાગો) ચાલ્યા જ જાય છે, એમ જાણતા છતાંપણ રાત્રિએ નિદ્રાને વશ કેમ થાય છે?”
બ્રહ્મદત્ત ચક્રીને આયુષ્યની ચંચળતાનો પ્રતિબોધ કરવા માટે મુનિએ કહ્યું હતું કે - इह जीविए राय असासयंमि, घणियं तु पुण्णाइ अकुव्वमाणो । से सोअइ मच्चुमुहोवणीए, धम्मं अकाऊण परंमि लोए ॥१॥
ભાવાર્થ:- “હે રાજા ! આ જીવિત અશાશ્વત છે. તેમાં એક ઘડી પણ જેણે પુણ્યાદિક કાર્ય કર્યું નથી તે મૃત્યુના મુખને પામીને ધર્મ નહિ કરવાથી પરલોકમાં જઈ શોક કરે છે.”
આ પ્રમાણે શાસ્ત્રના વચનોથી આયુષ્ય ક્ષણભંગૂર છે એમ જાણીને ભવ્ય પ્રાણીઓએ ધર્મકાર્યમાં પ્રવૃત્તિ કરવી.
શાસકારોએ આયુષ્ય ક્ષીણ થવાના સાત ઉપક્રમો કહેલા છે, તે પ્રમાણે આજે પણ જોવામાં આવે છે. તેથી વિજળી, ધ્વજા અને શરદઋતુના વાદળા જેવું ચંચળ આયુષ્ય જાણીને ઉત્તમ જીવોએ નિરંતર સન્મતિ ધારણ કરવી.”
6
-