________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫
૨૨૯
ત્યારે ચક્રીએ તેને વરદાન આપ્યું. એટલે જનુકુમાર બોલ્યો કે “આપની કૃપાથી સર્વ ભાઈઓ સહિત દંડાદિક રત્નને લઈને સમગ્ર પૃથ્વી જોવાની મારી ઈચ્છા થઈ છે.” તે સાંભળીને ચક્રીએ સૈન્ય સહિત તેને જવાની રજા આપી.
જસ્નુકુમાર આગળ જતાં ચાર યોજન વિસ્તારવાળા અને આઠ યોજન ઊંચા અષ્ટાપદ પર્વતને જોઈને ભાઈઓ સહિત તેના ઉપર ચડ્યો. ત્યાં તેણે બે કોશ પહોળું, ત્રણ કોશ ઊંચું અને ચાર કોશ લાંબુ, ચા૨ દ્વારવાળું રત્નમય ચૈત્ય જોયું. તેમાં રહેલી પોતપોતાના દેહ સરખા પ્રમાણવાળા ઋષભદેવ વગેરે ચોવીશે તીર્થંકરોની પ્રતિમાનું પૂજન કરીને ભરત વગેરે સો ભાઈઓના સો સ્તૂપોને વંદના કરી. પછી તે પર્વતની શોભા જોઈને સગરનો પુત્ર જસ્નુકુમાર ઘણો હર્ષ પામ્યો. પછી ‘આ ચૈત્ય કોણે કરાવેલું છે ?’ તેણે મંત્રીને પૂછ્યું. મંત્રીએ કહ્યું કે ‘હે કુમાર ! તમારા પૂર્વજ ભરતચક્રીએ આ ચૈત્ય કરાવ્યું છે.’ તે સાંભળીને જન્નુએ સેવકોને આજ્ઞા કરી કે ‘આ ભરતક્ષેત્રમાં આવો બીજો પર્વત તમે શીઘ્ર શોધી લાવો કે જેથી આપણે પણ તેના ઉપર આવું ચૈત્ય કરાવીએ.' તેની આજ્ઞા થતાં અનેક સેવકોએ ચારે દિશામાં જોઈ જોઈને પાછા આવી કહ્યું કે ‘હે કુમાર ! આવો પર્વત બીજે ક્યાંય પણ નથી.’ જ્યારે જનુકુમાર બોલ્યો કે ‘ઠીક છે. ત્યારે આપણે આ પર્વતની જ રક્ષા કરીએ. આગળ ઉપર કાળના અનુભાવથી લોકો લુબ્ધ થશે. તેથી તેઓ અહીં આવીને ઉપદ્રવ ક૨શે, માટે આની રક્ષા કરવી તે મહાફળદાયી છે.’
એમ કહીને જનુકુમારે દંડરત્ન વડે તે પર્વતની ફરતી એક હજાર યોજન ઊંડી ખાઈ ક્ષણવારમાં ખોદી. તે દંડરત્ન વડે પૃથ્વી ખોદતી વખતે નાગકુમારોના ક્રીડાગૃહો માટીના વાસણની માફક ભાંગી ગયા. તે જોઈને ઉપદ્રવથી ભય પામેલા નાગદેવોએ પોતાના ઈન્દ્ર જ્વલનપ્રભ પાસે જઈને તે વૃત્તાંત કહ્યો. તે સાંભળીને કોપાયમાન થયેલા જ્વલનપ્રભે સગરચક્રીના પુત્રો પાસે આવીને કહ્યું કે ‘હે મૂર્ખે ! આ પૃથ્વીને શા માટે ખોદી નાંખી ? નાગકુમાર દેવો ક્રોધ પામશે તો તમને સર્વેને હણી નાંખશે.’ તે સાંભળીને જનુકુમાર બોલ્યો કે ‘તીર્થની રક્ષા કરવા માટે અમે આ કામ કર્યું છે, માટે હે સર્વેન્દ્ર ! અજ્ઞાનથી થયેલા આ અપરાધને આપ ક્ષમા કરો.' તે સાંભળીને હવે આવું કામ કરશો નહીં.' એમ કહીને સર્વેન્દ્ર સ્વસ્થાને ગયો.
ઈન્દ્રના ગયા પછી જનુકુમારે પોતાના ભાઈઓ સાથે વિચાર કર્યો કે “આ ખાઈ પાણી વિના કાળે કરીને ધૂળથી ભરાઈ જશે. માટે તેને ગંગાનદીના જળથી ભરી દઈએ તો ઠીક.” તે વાત સર્વેએ સ્વીકારી. એટલે જસ્નુકુમારે દંડરત્ન વડે ખેંચીને ગંગાનદીનો પ્રવાહ લાવી તે ખાઈમાં નાંખ્યો. તેથી તેના જળ વડે સર્પના ઘરોમાં ફરીથી વિશેષ ઉપદ્રવ થયો. ફરીથી સર્વ દેવોને ક્ષોભ પામેલા જોઈને ક્રોધાયમાન થયેલા જ્વલનપ્રભે તેમના વધને માટે મોટા દૃષ્ટિવિષ સર્પોને મોકલ્યા. તેઓએ બહાર આવીને સગરના પુત્રો સામું વિષની વૃષ્ટિ કરનારી દૃષ્ટિ વડે જોયું કે તરત જ તે સગરના સર્વે પુત્રો ભસ્મીભૂત થઈ ગયા. તે જોઈને શોક કરતા સૈન્યને શાત્ત્વન આપીને મંત્રી બોલ્યા કે ‘હવે શોક કરવાથી સર્યું ! કોઈ પણ ભાવિભાવને ઉલ્લંઘન કરી શકતું નથી.'