________________
૨૧૪
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૫ ઉખેડી નાંખી. તે જ વખતે ચંદ્રગુપ્ત તથા પર્વતે તે પુર જીતી લીધું. આ પ્રમાણે તેણે પ્રથમ નિંદરાજાનો દેશ સાધીને પછી પાટલીપુત્ર લીધું. તે વખતે નંદનું પુણ્ય ક્ષીણ થયેલું હોવાથી તેણે ચાણાક્ય પાસે ધર્મદ્વાર માંગ્યું ત્યારે તે બોલ્યો કે “હે નંદરાજા ! તું એક રથમાં જેટલું લઈ જવાય તેટલું લઈને નિર્ભયતાથી પુર બહાર ચાલ્યો જા.” નંદ પણ પોતાની બે સ્ત્રીઓ, એક કન્યા અને સારભૂત દ્રવ્ય રથમાં લઈને નગર બહાર નીકળ્યો.
તે જ વખતે ચંદ્રગુપ્ત વગેરે સૌ નગરમાં પેઠા. સામસામે મળતાં નંદની કન્યા અનુરાગથી ચંદ્રગુપ્તની સામું જોઈ રહી. તે જોઈને નંદરાજાએ પુત્રીને કહ્યું કે “હે વત્સ ! જો આ પતિ તને પસંદ હોય તો ખુશીથી તેને અંગીકાર કર.” પિતાની આજ્ઞા થવાથી તે કન્યા પોતાના રથમાંથી ઉતરીને ચંદ્રગુપ્તના રથ ઉપર ચઢવા લાગી. તેના ચઢતાં જ ચંદ્રગુપ્તના રથના ચક્રના નવ આરા ભાંગી ગયા. તેથી “આ સ્ત્રી અમંગલ કરનારી છે” એમ ધારીને ચંદ્રગુપ્ત તેને અટકાવી. એટલે ચાણાક્ય બોલ્યો કે “હે વત્સ ! તે સ્ત્રીનો તું નિષેધ ન કર, આ આરાના ભંગરૂપ શુકનથી તારી નવ પેઢી સુધી તારો વંશ રહેશે.” તે સાંભળીને ચંદ્રગુપ્ત તે કન્યાને પોતાના રથમાં બેસાડી અને નંદના રાજકારમાં આવ્યો.
રાજમહેલમાં એક કન્યા બહુ રૂપવતી હતી. તેને જન્મથી જ નંદરાજાએ ધીમે ધીમે મહા ઉગ્ર વિષ ખવડાવવા માંડ્યું હતું. એટલે તે વિષકન્યા થઈ ગઈ હતી. તે વિષકન્યાને જોઈને પર્વતરાજાએ વિષયાંધ થઈ તેનો સંગ કર્યો. તેથી તે કન્યાનું વિષ તત્કાળ પર્વતને ચડ્યું. તેણે ચંદ્રગુપ્તને કહ્યું કે “મને વિષ વ્યાપ્યું છે, માટે તેનો જલદીથી કાંઈ ઉપાય કર.” તે સાંભળી ચંદ્રગુપ્ત તેનો ઉપાય કરવા ઉત્સુક થયો. તે વખતે ચાણક્ય નેત્રની સંજ્ઞાથી ચંદ્રગુપ્તને નિષેધ કર્યો અને શિખામણ આપી કે -
तुल्यार्थं तुल्यसामर्थ्य, मर्मज्ञं व्यवसायिनम् ।
अर्धराज्यहरं मित्रं, यो न हन्यात्स हन्यते ॥१॥ “તુલ્ય સંપત્તિવાળા, સમાન સામર્થ્યવાળા, ગુપ્ત વાત જાણનાર, સરખો વ્યાપાર કરનાર અને અર્ધા રાજ્યનો ભાગીદાર એવા મિત્રને પણ જે હણતો નથી તે પોતે જ હણાય છે.”
પછી વિષથી વ્યાપ્ત થયેલો તે પર્વત તરત જ મૃત્યુ પામ્યો, એટલે તેનું રાજ્ય પણ ચંદ્રગુપ્તને આધીન થયું.
હવે ચંદ્રગુપ્તના રાજ્યમાં નંદના માણસો ચોરી કરવા લાગ્યા, તેથી ચાણાક્ય કોઈ બીજા રક્ષક (કોટવાળા)ની શોધ કરવા લાગ્યો. શોધતાં-શોધતાં તે નલદ નામના તંતુવાયને ઘેર ગયો. તે વખતે તંતુવાય મકોડાના બીલમાં અગ્નિ નાંખતો હતો. તે જોઈને ચાણામે તેને પૂછ્યું કે “આ તું શું કરે છે?” કુવિંદે જવાબ આપ્યો કે “આ દુષ્ટ મકોડા મારા પુત્રને ડંખે છે. માટે સર્વ મકોડાનો ઉચ્છેદ કરવા માટે તેના બીલમાં હું અગ્નિ મૂકું છું.” આ પ્રમાણે તે કુવિંદની વાણીથી તેને ઉદ્યમી