________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫ સમુદ્રભાવથી તથા સર્પ વગેરેના સ્પર્શથી (દંશથી) આયુષ્યનો ક્ષય થાય છે. બ્રહ્મદત્ત ચક્રીના મૃત્યુ પછી તેના પુત્રે ચક્રીના સ્ત્રીરત્નને કહ્યું કે “મારી સાથે ભોગવિલાસ કર.” ત્યારે સ્ત્રીરને કહ્યું “હે વત્સ ! મારો સ્પર્શ પણ તું સહન કરી શકીશ નહીં.” તે વાત તેણે સાચી માની નહીં. ત્યારે તે સ્ત્રીરત્ન એક અશ્વને તેના પૃષ્ટથી કટી સુધી સ્પર્શ કર્યો. એટલે તરત જ તે અશ્વ સર્વ વીર્યના ક્ષયથી તત્કાળ મૃત્યુ પામ્યો. એ જ પ્રમાણે એક લોઢાના પુરુષને સ્પર્શ કર્યો તો તે પણ લય પામી ગયો (ગળી ગયો) (૬). શ્વાસોશ્વાસથી એટલે દમ વગેરેના વ્યાધિને લીધે ઘણા શ્વાસોશ્વાસ લેવાથી અથવા શ્વાસ રૂંધાવાથી આયુષ્યનો ક્ષય થાય છે. (૭). આ સાત પ્રકારના ઉપક્રમ સોપક્રમી આયુષ્યવાળાને હોય છે.
ત્રેસઠ શલાકાપુરુષ વગેરે ઉત્તમ પુરુષો, 'ચરમ દેહધારી, અસંખ્યાતા વર્ષના આયુષ્યવાળા (જુગલીયા) મનુષ્ય અને તિર્યંચો, દેવતાઓ તથા નારકી જીવો નિરુપક્રમ આયુષ્યવાળા હોય છે, તે સિવાય બીજા સર્વ જીવો સોપક્રમ અને નિરુપક્રમ એવા બન્ને પ્રકારના આયુષ્યવાળા હોય છે. અહીં કોઈને શંકા થાય કે “સ્કન્દકાચાર્યના પાંચસો શિષ્યો તથા અર્ણિકાપુત્ર આચાર્ય, ઝાંઝરિયા મુનિ વગેરે મુનિઓ ચરમશરીરી હોવાથી નિરુપક્રમ આયુષ્યવાળા હોવા જોઈએ, છતાં તેઓ ઉપક્રમથી કેમ મૃત્યુ પામ્યા?” તેનો ઉત્તર એ છે કે “તે મુનિઓને જે જે ઉપક્રમો થયા તે માત્ર તેમને કષ્ટને અર્થે સમજવા; આયુષ્યના ક્ષયમાં કારણભૂત સમજવા નહીં, તેમનું આયુષ્ય તો પૂર્ણ જ થયું હતું, માટે તેમને નિરુપક્રમ આયુષ્યવાળા જ જાણવા.”
સોપક્રમ આયુષ્યવાળા જીવો પોતાના આયુષ્યને ત્રીજે ભાગે, નવમે ભાગે કે સત્તાવીશમે ભાગે અથવા છેવટ મરણ વખતે છેલ્લા અંતર્મુહૂર્ત આવતા ભવનું આયુષ્ય બાંધે છે. અહીં કોઈ આચાર્યો સત્તાવીશમા ભાગથી ઉપર પણ આવતા ભવના આયુષ્યના બંધની કલ્પના કરે છે, તેમજ ત્રણ ત્રણ ભાગની કલ્પના પણ છેલ્લા અંતર્મુહૂર્ત સુધી કરે છે
નિરુપક્રમ આયુષ્યવાળા જીવોને માટે આયુષ્યના બંધનો કાળ એવો છે કે દેવતાઓ, નારકીઓ તથા અસંખ્યાતા વર્ષના આયુષ્યવાળા તિર્યંચ અને મનુષ્યો (જુગલીકો) પોતાનું આયુષ્ય છ માસ બાકી રહે ત્યારે આગામી ભવનું આયુષ્ય બાંધે છે. તે સિવાયના બીજા નિરુપક્રમ આયુષ્યવાળા (ચરમશરીરી સિવાયના ચક્રવર્તી, બળદેવાદિક શલાકા પુરુષો) જીવો પોતાના આયુષ્યને ત્રીજે ભાગે અવશ્ય આગામી ભવનું આયુષ્ય બાંધે છે.
અહીં સોપક્રમ આયુષ્યના વિષય પર કોઈ શિષ્ય પ્રશ્ન કરે છે કે “જો કોઈપણ કર્મ તેનો કાળ પ્રાપ્ત થયા વિના ભોગવાય, તો કૃતનાશ અને અકૃતાગમ એ બન્ને દૂષણો પ્રાપ્ત થશે; કેમકે પૂર્વે ઘણી સ્થિતિવાળું કર્મ (આયુષ્યકર્મ) બાંધ્યું ન હતું તે તેટલી મુદત સુધી ભોગવાયું નહીં
૧. તે જ ભવમાં મોક્ષે જવાવાળા હોવાથી છેલ્લે જ શરીર ધરવાવાળા. ૨. કરેલાનો નાશ. ૩. નહિ કરેલાની પ્રાપ્તિ.