________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૫
૧૯૭ કર્યા તેમજ તે જ ભવમાં અહદ્ભક્તિ વગેરે વિશસ્થાનકોના આરાધન વડે કરીને તે મહાતપસ્વીએ દુઃખે મેળવી શકાય તેવું તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. મૂળથી જ અતિચારરૂપ કલંકરહિત ચારિત્રનું પાલન કરીને આયુષ્યના અંતસમયે તેમણે નીચે પ્રમાણે આરાધના કરી.
“અવ્યવહાર રાશિમાં અનંત જંતુઓ સાથે અથડાવાથી જે અકામનિર્જરા વડે મારું કર્મ કપાયું તે પીડાની પણ હું અનુમોદના કરું છું. જિનેશ્વરની પ્રતિમા, ચૈત્ય, કલશ અને મુકુટ વગેરેમાં જે મારો પૃથ્વીમય દેહ થયો હોય તેનું હું અનુમોદન કરું છું. જિનેન્દ્રના સ્નાત્ર કરવાના પાત્રમાં દૈવયોગે જે મારો જલમય દેહ પ્રાપ્ત થયો હોય તેનું હું અનુમોદન કરું છું. શ્રી જિનેશ્વરની પાસે ધૂપ કરવાના અંગારામાં તથા દીવામાં જે મારો અગ્નિમય દેહ થયો હોય તેને હું અનુમોદના આપું છું. અરિહંત પાસે ધૂપને ઉખેવતાં તેને પ્રજ્વલિત કરવામાં તથા માર્ગમાં શ્રાન્ત થયેલા સંઘની શાંતિને માટે જે મારો વાયુમય દેહ વાયો હોય તેને હું અનુમોદું છું. મુનિઓના પાત્ર તથા દંડાદિકમાં અને જિનેશ્વરની પૂજાના પુષ્પોમાં જે મારો વનસ્પતિ દેહ થયો હોય તેની હું અનુમોદના કરું છું.
કોઈપણ સ્થાને સત્કર્મને યોગે જિનધર્મને ઉપકાર કરનારો મારો ત્રસમય દેહ થયો હોય તેને હું અનુમોદુ છું. કાળ, વિનય વગેરે જે આઠ પ્રકારે જ્ઞાનાચાર કહેલો છે, તેમાં કાંઈ પણ અતિચાર થયો હોય તેને હું ત્રિવિધ (મન-વચન-કાયા વડે) નિંદુ છું. નિઃશંકિત વગેરે જે આઠ પ્રકારે દર્શનાચાર કહેલો છે તેમાં મને જે કાંઈ અતિચાર લાગ્યો હોય તેને હું ત્રિવિધ વોસિરાવું છું. મોહથી અથવા લોભથી જે મેં સૂક્ષ્મ તથા બાદર પ્રાણીઓની હિંસા કરી હોય તેને પણ હું ત્રિવિધે વોસિરાવું છું. હાસ્ય, ભય, ક્રોધ કે લોભાદિકના વશથી મેં જે કાંઈ અસત્ય ભાષણ કર્યું હોય તે સર્વ નિંદા કરવાપૂર્વક હું આલોચના કરું છું. રાગથી અથવા ષથી થોડું કે ઘણું જે કાંઈ અદત્તપરદ્રવ્યનું મેં ગ્રહણ કર્યું હોય તે સર્વનો હું ત્યાગ કરું છું. મેં પૂર્વે તિર્યંચ, મનુષ્ય કે દૈવ સંબંધી મૈથુનનું મનથી, વચનથી કે કાયાથી સેવન કર્યું હોય તેને હું ત્રિવિધ તજું છું. લોભના દોષથી બહુ પ્રકારે મેં ધન, ધાન્ય અને પશુ વગેરેનો જે સંગ્રહ કર્યો હોય તેને હું ત્રિવિધ તજુ છું. સ્ત્રી, પુત્ર, મિત્ર, બંધુ, ધાન્ય, ધન, ઘર અને બીજી કોઈ પણ વસ્તુમાં મેં જે કાંઈ મમતા કરી હોય તેનો હું ત્રિવિધે-ત્રિવિધ ત્યાગ કરું છું.'
ઈન્દ્રિયોથી પરાભવ પામીને રસેન્દ્રિયના પરવશપણાથી મેં જે ચારે પ્રકારનો આહાર રાત્રે વાપર્યો હોય (ખાધો હોય) તેને પણ હું ત્રિવિધ નિંદું છું. ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, ક્લેશ, ચાડી, પરનિંદા, જુઠું આળ અને બીજું પણ જે કાંઈ ચારિત્રાચાર સંબંધી મેં દુષ્ટ આચરણ કર્યું હોય તે સર્વને હું ત્રિવિધ તજું છું. બાહ્ય તથા અત્યંતરતપને વિષે જે કાંઈ અતિચાર લાગ્યો હોય તેને હું ત્રિવિધે-ત્રિવિધ નિંદું છું. ધર્મક્રિયા કરવામાં મેં જે કાંઈ છતા વીર્યને ગોપવ્યું હોય તે વિર્યાચાર સંબંધિ અતિચારની પણ હું ત્રિવિધ નિંદા કરું છું. જે કોઈ મારો મિત્ર હોય અથવા અમિત્ર હોય અને સ્વજન હોય અથવા શત્રુ હોય તે સર્વે મારા અપરાધને ખમો, હું તે સર્વને ખમું છું અને સર્વની સાથે હું સમાન છું.
મેંતિયચના ભવમાં તિર્યંચોને, નારકના ભવમાં નારકીઓને, મનુષ્યના ભવમાં મનુષ્યોને