________________
૧૯
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫ તપ કરે, તેમાં અન્ય લોકોને ઉલ્લાસનું કારણ તથા પ્રભાવનાનું મૂળ હોવાથી બાહ્યતપ કરવાની જરૂર છે અને બીજા લોકોથી જાણી શકાય તેવું નહીં છતાં આત્મગુણની એકતારૂપ હોવાથી અભ્યતરતપ કરવાની આવશ્યકતા છે. આ પ્રસંગ ઉપર નંદનઋષિનો સંબંધ છે તે આ પ્રમાણે -
નંદનઋષિની કથા આ ભરતક્ષેત્રમાં છત્રિકા નામની નગરીમાં જિતશત્રુ નામે રાજા રાજ્ય કરતો હતો. તેની ભદ્રા નામની પટરાણીએ નંદન નામના પુત્રને જન્મ આપ્યો હતો. તે કુમાર અનુક્રમે યુવાવસ્થા પામ્યો, એટલે તેને પિતાનું રાજય મળ્યું. રાજ્યનું પાલન કરતાં તે નંદનરાજાને જન્મથી આરંભીને ચોવીશ લાખ વર્ષ વ્યતીત થયાં. એકદા પોઠ્ઠિલ નામના આચાર્ય વિહારના ક્રમથી તે નગરીમાં સમવસર્યા. તેમને વંદન કરવા માટે નંદનરાજા ઉદ્યાનમાં ગયા. ત્યાં ગુરુને વિધિપૂર્વક વંદના કરી ધર્મશ્રવણ કરવા બેઠા. ગુરુએ આ પ્રમાણે ઉપદેશ આપ્યો કે -
} જ્ઞાનમેવ વૃથા: પ્રદ, વર્મા તાપના :
तदाभ्यन्तरमेवेष्टं, बाह्यं तदुपवृंहकम् ॥१॥ ભાવાર્થ - “આત્મપ્રદેશની સાથે સંશ્લિષ્ટ થઈને રહેલાં કર્મોને તપાવવાથી સૂક્ષ્મ જ્ઞાનને જ પંડિત પુરુષો તપ કહે છે. તેમાં પ્રાયશ્ચિત્તાદિક અત્યંતર એવું તપ ઈષ્ટ છે, અને અનશનાદિક બાહ્યતપ તે અત્યંતરતપને વૃદ્ધિ પમાડનાર છે, એટલે દ્રવ્યતપ ભાવતપનું કારણ છે, તેથી બાહ્યતપ પણ ઈષ્ટ છે.”
तदेव हि तपः कार्य, दुर्ध्यानं यत्र नो भवेत् ।
યો ન ઢીયો, ક્ષીયો નેન્દ્રિય ારા ભાવાર્થ - “જે તપ કરવાથી દુર્થાન ન થાય, મન, વચન અને કાયાના યોગની હાનિ ન થાય તથા ઈન્દ્રિયો ક્ષીણ ન થાય તેવું જ તપ કરવું.”
ઈત્યાદિ ધર્મદેશના સાંભળીને પ્રતિબોધ પામેલા નંદનરાજાએ વૈરાગ્યથી પોટ્ટિલાચાર્ય પાસે દીક્ષા લીધી. નિરંતર માસક્ષપણે કરીને ચારિત્રના ગુણને વૃદ્ધિ પમાડનારા તે નંદનમુનિ ગુરુ સાથે પ્રામાદિકમાં વિહાર કરવા લાગ્યા. તે મુનિએ બે અશુભ ધ્યાન (આર્ત-રૌદ્ર)નો ત્યાગ કર્યો હતો. સર્વદા ત્રણ દંડ, ત્રણ ગારવ અને ત્રણ શલ્યથી રહિત હતા. તેમના ચાર કષાય ક્ષીણ થયા હતાં, ચાર સંજ્ઞાનો ત્યાગ કર્યો હતો, તે ચાર પ્રકારની વિકથાથી વિમુક્ત હતાં, ચાર પ્રકારના ધર્મમાં આસક્ત હતા તથા ચાર પ્રકારના ઉપસર્ગોથી તેમનો ધર્મ ઉદ્યમ અલના પામતો નહોતો. તે મુનિ પંચમહાવ્રતનું ધામ હતા, પાંચ પ્રકારના સ્વાધ્યાયનું સ્થાન હતા, નિરંતર પાંચ સમિતિને ધારણ કરતા હતા અને દુઃસહ પરિષદોની પરંપરાને સહન કરતા હતા. આ પ્રમાણે નિઃસ્પૃહ એવા તે નંદનમુનિએ એક લાખ વર્ષ સુધી તપ કર્યું. તેમાં તેમણે અગિયાર લાખ ને એંશી હજાર માસક્ષપણ