________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૫
૨૧૧ સહિત જન્મ્યો છે તેનું શું ફળ?” મુનિ બોલ્યા કે “એ બાળક રાજા થશે.” તે સાંભળી ચણકને ખેદ થયો, અને “મારો પુત્ર રાજ્યના આરંભથી અધોગતિ ન પામો” એમ વિચારીને તેણે તે બાળકના દાંત ઘસી નાખ્યા. પછી તે વાત ચણકે ફરીને પાછી તે જ મુનિને કહી. ત્યારે મુનિ બોલ્યા કે “હવે તે બાળક પ્રધાનશ્રેષ્ઠ થશે.”
અનુક્રમે વૃદ્ધિ પામતો ચાણાક્ય સકલ કળામાં કુશળ થયો. તે યુવાન થયો ત્યારે એક બ્રાહ્મણની કન્યા સાથે પરણ્યો. તે નિર્ધન હતો; તો પણ સંતોષી હોવાથી ધનને માટે બહુ પ્રયત્ન કરતો નહીં. અન્યદા તેની સ્ત્રી પોતાના ભાઈના લગ્ન હોવાથી પિતાને ઘેર ગઈ, પણ નિર્ધનતાને લીધે તેના ભાઈઓની સ્ત્રીઓ વગેરેએ તેને આદરમાન આપ્યું નહીં અને ભોજનાદિકમાં પણ પંક્તિભેદ કર્યો. તે જોઈ પોતાના અતિ દુર્ભાગ્યથી લજજા પામીને તે પતિને ઘેર આવી. તેને અત્યંત શોકાતુર જોઈને ચાણાક્ય આગ્રહથી શોકનું કારણ પૂછયું. ત્યારે અશ્રુની વૃષ્ટિ કરતી તેણે પોતાના પરાભવની વાત કહી સંભળાવી. તે સાંભળીને ચાણાક્ય વિચાર્યું કે –
कलावान् कुलवान् दाता, यशस्वी रूपवानपि ।
विना श्रियं भवेन्मयो, निस्तेजाः क्षीणचन्द्रवत् ॥१॥
“કળાવાન, કુળવાન, દાતાર અને યશસ્વી અને રૂપવાન છતાં પણ મનુષ્ય જો લક્ષ્મી વિનાનો હોય તો તે ક્ષય પામતા ચંદ્રની જેમ તેજ રહિત દેખાય છે.”
માટે નન્દરાજા બ્રાહ્મણોને ઘણું ધન આપે છે તેથી ત્યાં જાઉં એમ વિચારીને ચાણાક્ય તરત જ પાટલીપુત્ર ગયો. ત્યાં રાજસભામાં જઈને રાજાના જ સિંહાસન પર બેઠો. થોડીવારે એક નિમિત્ત જાણનાર સિદ્ધપુત્રની સાથે નન્દરાજા સભામાં આવ્યા. ત્યાં સિંહાસન પર બેઠેલા ચાણાક્યને જોઈને તે સિદ્ધપુત્ર બોલ્યો કે “આ બ્રાહ્મણ નંદવંશની છાયા (મર્યાદા)ઉલ્લંઘન કરીને સિંહાસન પર બેઠો. છે.” તે સાંભળીને રાજાની દાસીએ ચાણાક્યને કહ્યું કે – “હે પૂજ્ય ! આ બીજા સિંહાસન પર બેસો.” તે બોલ્યો કે - “આ બીજા આસન પર મારું કમંડલુ રહેશે.” એમ કહીને તે બીજા આસન પર કમંડલુ મૂક્યું અને પોતે તે સિંહાસન પરથી ઉક્યો નહીં. ત્યારે દાસી ત્રીજું સિંહાસન લાવી. તેના પર ચાણાક્ય દંડ મૂક્યા, દાસી ચોથું આસન લાવી, તેના પર તેણે અક્ષયમાળા મૂકી અને પાંચમા આસન પર તેણે બ્રહ્મસૂત્ર મૂક્યું. ત્યારે દાસી બોલી કે “અહો, આ બ્રાહ્મણ કેવો ધૃષ્ટ અને મૂર્ખ છે?” તે સાંભળીને ક્રોધ પામેલો ચાણક્ય દાસીને પગની લાત મારીને સર્વ લોક સાંભળતા બોલ્યો કે -
कोशैश्च भृत्यैश्च निबद्धमूलं, पुत्रैश्च मित्रैश्च विवृद्धशाखम् । उत्पाट्य नन्दं परिवर्तयामि, महाद्रुमं वायुरिवोगवेगः ॥१॥ ભાવાર્થ:- “ભંડાર અને બૃત્યો વડે જેનું મૂળ મજબૂત થયેલું છે અને પુત્રો મિત્રો વડે જેની