________________
૧૯૪
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૫ પાછી મેળવવાનું ધ્યાન તે પરિગ્રહધ્યાન. તે ધ્યાન ચારૂદત્તને થયું હતું. તથા મુનિ પતિ
સાધુ વિહાર કરતા તેનો રોધ કરનાર કુંચિકશ્રેષ્ઠિને થયું હતું. ૫૧. પરપરિવાદધ્યાન - અન્યના અછતા દોષો અન્ય માટે પ્રગટ કરવા તે પરપરિવાદ કહેવાય
છે તે પરપરિવાદધ્યાન સુભદ્રા પ્રત્યે તેની સાસુ તથા નણંદને થયું હતું. પર. પરદૂષણધ્યાન - પોતે કરેલા દોષનો બીજા નિર્દોષ પ્રાણી ઉપર આરોપ કરવો તે પરદૂષણ
કહેવાય છે. તે સંબંધી ધ્યાન તે પરદૂષણધ્યાન. તે પતિની હત્યારૂપ પોતાના દોષને ભદ્રક
વૃષભ ઉપર આરોપણ કરનાર જિનદાસની સ્ત્રીને થયું હતું. ૫૩. આરંભધ્યાન - આરંભ તે બીજાને ઉપદ્રવ કરવો, તે સંબંધી ધ્યાન તે આરંભધ્યાન તે | કુરુડ અને ઉકુડ મુનિને તથા દીપાયન ઋષિને થયું હતું. ૫૪. સંરંભળાનઃ-સંરભ તે વિષયાદિકનો તીવ્ર અભિલાષ. તે સંબંધી ધ્યાન તે સંરંભ ધ્યાન.
તે માતાના ઉપરોધથી વ્રત પાળતાં છતાં પણ વિષયની અભિલાષાવાળા ક્ષુલ્લકકુમારને
થયું હતું. ૫૫. પાપળાનઃ- પરસેવન વગેરે પાપકર્મનું અનુમોદન એટલે તેને પ્રસંગે “આણે આ ઠીક
કર્યું” એમ જે બોલવું તે પાપ કહેવાય છે. તેનું ધ્યાન તે પાપધ્યાન. તે “આ ભોગી ભ્રમરરાજાને ધન્ય છે.” ઈત્યાદિ અનુમોદન કરનારા લોકોને થયું હતું. અધિકરણ ધ્યાન - પાપની ઉત્પત્તિના કારણરૂપ જે અધિકરણ તે સંબંધી ધ્યાન તે
અધિકરણધ્યાન. તે વાપી કૂપાદિક કરાવવામાં તત્પર થયેલા નંદમણિકારને થયું હતું. ૫૭. અસમાધિમરણધ્યાન :- “આ સમાધિ વડે મરણ પામો” એવું અસમાધિમરણધ્યાન
જીંદકાચાર્ય પ્રત્યે સુલક સાધુને પહેલાં યંત્રમાં પીલતા અભવ્ય એવા પાલક પુરોહિતને
થયું હતું. ૫૮. કર્મોદયપ્રત્યયધ્યાન - કર્મના ઉદયને આશ્રીને થયેલું ધ્યાન તે કર્મોદય પ્રત્યયધ્યાન. તે
પ્રથમ શુભ પરિણામ છતાં પછીથી કોઈપણ અશુભ કર્મના ઉદયથી અશુભ પરિણામવાળા
થયેલા વિષ્ણુને અંતકાળે થયું હતું. ૫૯. ઋદ્ધિગૌરવ ધ્યાન - રાજ્ય, ઐશ્વર્ય વગેરે સમૃદ્ધિ વડે પોતાની ઉત્કૃષ્ટતારૂપ ગૌરવતા
(મોટાઈ)નું ધ્યાન તે ઋદ્ધિગૌરવધ્યાન. તે દર્શાર્ણભદ્રને થયું હતું. ૬૦. રસગૌરવ ધ્યાન - જિહ્ના ઈન્દ્રિય વડે ગ્રહણ કરાતા રસ (ભોજન)ની ગૌરવતાનું ધ્યાન
તે રસગૌરવ ધ્યાન, અર્થાત મારી રસવતી (ભોજન)માં જેવો રસ છે તેવો બીજાની રસવતીમાં શું હોય?” એવું અભિમાનપૂર્વક જે ધ્યાન તે. ખાઈ સંબંધી જલના દષ્ટાંતમાં