________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫
सव्वेसिं पि नयाणं, बहुविहवत्तव्वयं निसामित्ता । तं सव्वनयविसुद्धं, जं चरणगुणट्ठिओ साहू ॥१॥ ભાવાર્થ ઃ- “સર્વનયની બહુ પ્રકારની વક્તવ્યતા સાંભળીને સર્વનયથી વિશુદ્ધ એવો તે ચારિત્ર ગુણ તેને વિષે સાધુ સ્થિત થાય છે.”
આ પ્રસંગ ઉપર એક કથા છે તે નીચે પ્રમાણે -
એક પોપટની કથા
૨૦૩
કોઈ એક ગચ્છમાં એક તપસ્વી આચાર્ય વૃદ્ધ હોવાથી એક ગામમાં જ રહેતા હતા. તેનો એક શિષ્ય અતિ ચપળ હોવાથી ક્રિયામાં અનાદરવાળો હતો. તેણે એકદા ગુરુને કહ્યું કે “હું યુવાન છું, તેથી મૈથુન વિના રહી શકતો નથી.” તે સાંભળીને ગુરુએ તેને ગચ્છથી બહાર કર્યો. તે સાધુ બાલ્યાવસ્થામાં જ સમગ્ર શાસ્ત્રો ભણ્યો હતો, તેથી લોકોને આધીન કરીને પ્રાણવૃત્તિ કરવા લાગ્યો. અનુક્રમે આયુષ્ય પૂર્ણ થતાં તે આર્તધ્યાન વડે મૃત્યુ પામીને એક વૃક્ષની કોટરમાં પોપટ થયો. ત્યાં એકદા કોઈ સાધુનું દર્શન થતાં તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, એટલે તેણે પોતાના પૂર્વ ભવનું સર્વ સ્વરૂપ જાણ્યું, અને ધર્મના સર્વ પ્રબંધ પણ સમજ્યો.
એક દિવસ તે વનમાં એક ભીલ પક્ષીઓ પકડવા આવ્યો. કેટલાક પક્ષીને પકડીને તે આ પોપટને પણ પકડવા આવ્યો. તેનો એક પગ હાથમાં આવ્યો. તે ખેંચીને માળામાંથી બહાર કાઢતાં તેનું એક નેત્ર કાણું થયું. પછી તે ભીલ પક્ષીઓને વેચવા માટે ચૌટામાં ગયો. ત્યાં બીજા પક્ષીઓને વેચવા માટે જતાં પહેલા પોપટને એક જિનદત્ત નામના શ્રાવકની દુકાને મૂકી ગયો. ત્યાં તે પોપટે મનુષ્યવાણીથી પોતાનું સર્વ વૃત્તાંત જિનદત્તને કહ્યું. તે સાંભળીને તેને સાધર્મિક જાણી જિનદત્તે તેને વેચાતો લીધો અને એક પાંજરામાં રાખ્યો. પછી તે પોપટે જિનદત્તના આખા કુટુંબને શ્રાદ્ધધર્મી કર્યું; પણ જિનદત્તનો પુત્ર જિનદાસ કોઈ શ્રેષ્ઠિની રૂપવતી કન્યાને જોઈને તેનામાં આસક્ત થયો હતો. તેથી તે ધર્મ શ્રવણ કરતો નહીં. તેને એકદા પોપટે કહ્યું કે “કેમ તારા ચિત્તમાં શ્રદ્ધા થતી નથી ?” ત્યારે તે જિનદાસે પોતાના હૃદયની સાચી વાત કહી સંભળાવી. તે સાંભળી પોપટ બોલ્યો કે “તું સ્વસ્થ થા. તે શ્રેષ્ઠિપુત્રી હું તને પરણાવીશ.”
એમ કહીને તે પોપટ ત્યાંથી ઉડીને તે શ્રેષ્ઠિને ઘેર ગયો. ત્યાં જ્યારે તે શ્રેષ્ઠિની પુત્રી વિવાહની ઈચ્છાથી દુર્ગાદેવીનું પૂજન કરીને વરની પ્રાર્થના કરવા લાગી, ત્યારે તે પોપટ પ્રચ્છન્ન રહીને બોલ્યો કે “જો તારે વરની ઈચ્છા હોય તો તું જિનદત્તના પુત્રને વર.” તે સાંભળીને તે પુત્રીએ હર્ષથી પોતાના પિતાને દેવીનું વાક્ય કહી જિનદત્તના પુત્રને પરણવાની ઈચ્છા જણાવી, તેના પિતાએ તે વાત સ્વીકારીને જિનદાસ સાથે તેનો વિવાહ કર્યો. પછી તે વહુ બીજી વહુઓમાં ‘હું દેવદત્તા' છું.’ એમ કહી ગર્વ કરતી અને વિરુદ્ધ ધર્મી હોવાથી પોપટનો ઉપદેશ પણ સાંભળતી ૧. દેવતાએ આપેલી.