________________
૨૦૪
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ નહીં. ત્યારે પોપટે સર્વ સ્વજનોની સમક્ષ હાસ્ય કરીને દુર્ગાદેવીનું વૃત્તાંત પ્રગટ કરી બતાવ્યું. ત્યારે તેના સ્વજનો ‘હે વહુ ! તમે દેવદત્તા છો કે પક્ષિદત્તા છો ?' એમ કહીને તેનું હાસ્ય કરવા લાગ્યા; તેથી તે વહુ પોપટના ઉપર દ્વેષ કરવા લાગી. એકદા સર્વ સ્વજનો કાર્યમાં વ્યગ્ન હતા તેવે વખતે પોપટનું એક પીછું ખેંચીને તે બોલી કે “હે પોપટ ! તું તો પંડિત છે !” તે સાંભળીને પોપટે મનમાં વિચાર્યું કે – “અરે ! આ મારી વાણીના દોષનું ફળ છે.” કહ્યું છે કે -
आत्मनो मुखदोषेण, बध्यन्ते शुक्रसारिकाः ।
बकास्तत्र न बध्यन्ते, मौनं सर्वार्थसाधनम् ॥१॥
ભાવાર્થ :- “પોતાની વાણીના દોષથી પોપટ અને સારિકા બંધાય છે, પણ બગલા બંધાતા નથી; માટે મૌન જ સર્વ અર્થને સાધનાર છે.”
એમ વિચારીને પોપટ બોલ્યો કે “હું પંડિત નથી, પંડિત તો ધનશ્રેષ્ઠિ છે.” વહુએ પૂછ્યું કે “તે શી રીતે ?” ત્યારે પોપટ બોલ્યો કે “કોઈ એક ગામમાં ઘણા આંધળા માણસો હતા. તે પોતપોતાના ચોકમાં બેસીને હાસ્ય, ગીત અને દંભાદિક વાતો કરીને દિવસો નિર્ગમન કરતા હતા. તે ગામમાં કોઈ શેઠ રહેતો હતો. તે પોતાની દુકાને બેસી સોનામહોરની પરીક્ષા કરતો. તેની પાસે એકદા એક આંધળો આવીને ઊભો રહ્યો અને વિનયથી તે શેઠની પ્રશંસા કરીને બોલ્યો કે “હે શેઠજી ! મને સ્પર્શ કરવા માટે મારા હાથમાં એક સોનામહોર આપો.” તે સાંભળીને સરલ સ્વભાવવાળા તે શેઠે તેના હાથમાં એક સોનામહોર આપી. તે આંધળે સોનામહોર લઈને પોતાના વસ્ત્રના છેડે મજબૂત ગાંઠ બાંધીને છુપાવી દીધી. થોડીવારે તે શેઠે સોનામહોર માગી, ત્યારે તે અંધ બોલ્યો કે “હે પુણ્યશાળી શેઠ ! મેં મારી મહોર તમને જોવા માટે આપી હતી, તે મેં લઈને મારી ગાંઠે બાંધી છે. હું તે તમને આપીશ નહીં, કેમકે મારી આજીવિકાને માટે મારી પાસે આટલું જ ધન છે; તેની તમે કેમ ઈચ્છા કરો છો ?'
એમ કહીને તે અંધ પોકાર કરવા લાગ્યો કે “આ શેઠ મારી મહોર લઈ જાય છે.” તે સાંભળીને ત્યાં ઘણા લોકો ભેગા થઈ ગયા અને તે શેઠની નિંદા કરવા લાગ્યા; તેથી તે શેઠ ઉલટો ઝંખવાણો પડી ગયો. પછી શેઠે એક ચતુર માણસને પોતાની સર્વ હકીકત કહીને તેની સલાહ પૂછી, ત્યારે તે ચતુર માણસે તેને કહ્યું કે “હંમેશા રાત્રે આ ગામના સર્વે આંધળા એક જગ્યાએ એકઠા થાય છે અને ત્યાં પોતે મેળવેલા દ્રવ્ય વગેરેને પરસ્પર દેખાડે છે. ત્યાં તું જઈને ગુપ્ત રીતે ઊભો રહેજે અને જ્યારે તે અંધ એ મહોર બીજાને દેખાડવા કાઢે ત્યારે તું લઈ લેજે.” તે સાંભળીને તે શેઠ આંધળાઓને એકઠા મળવાના સ્થાનકે ગયો. ત્યાં પેલા આંધળાએ હર્ષથી પોતાનું પાંડિત્ય પ્રકાશ કરીને ગાંઠે બાંધેલી સોનામહોર છોડી બીજા આંધળાને બતાવવા માટે પોતાનો હાથ લાંબો કર્યો, એટલે તરત જ પેલા શેઠે તે મહોર લઈ લીધી, બીજા આંધળાએ કહ્યું કે “કેમ નથી આપતો ?” ત્યારે પેલો આંધળો બોલ્યો કે “આપી તે શું ?” એમ બોલતા તે બન્ને આંધળાઓને પરસ્પર મોટું