________________
૨૦૫
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૫ યુદ્ધ થયું અને શેઠ તો પોતાની મહોર મળી જવાથી સ્વસ્થ થઈ પોતાને સ્થાનકે ચાલ્યો ગયો. ત્યારથી “અંધો અંધ પીલાય” એવી લોકમાં કહેવત ચાલે છે.
આ વાતનો ઉપનય એવો છે કે “એકાંતવાદીને સર્વ નયો અંધ સંદેશ છે અને અનેકાંત પક્ષને જાણનારને નેત્રવાળા શેઠની તુલ્ય છે. તત્ત્વને પણ તે જ પામે છે, બીજાઓ તત્ત્વને પામતા નથી, આ કથામાં પેલા શેઠે મૌન ધારણ કરીને પોતાનું કાર્ય સાથું, માટે તે પંડિત છે.”
આ પ્રમાણે પોપટના મુખથી કથા સાંભળીને તે વહુ જતી રહી, ફરીથી પાછી આમ તેમ જતાં તે વહુએ પોપટનું બીજું પાછું ખેંચીને કહ્યું કે “હે પોપટ ! તું તો પંડિત છે!” તે સાંભળીને પોપટે હજામની સ્ત્રીની કથા કહી. એ પ્રમાણે કથાઓ કહીને પોપટે આખી રાત્રિ નિર્ગમન કરી. પ્રાત:કાળે તદન પાંખો વિનાના થઈ ગયેલા તે પોપટને પાંજરાની બહાર કાઢ્યો. તેવામાં એક યેનપક્ષીએ તેને મુખમાં ગ્રહણ કર્યો. તેવામાં બીજો શ્યન પક્ષી આવ્યો; એટલે તે બન્નેનું યુદ્ધ થયું. તે વખતે પહેલા શ્યનના મુખમાંથી પોપટ પડી ગયો. તે અશોકવાડીમાં પડ્યો. ત્યાં તેને પડતાં જ કોઈ દાસ પુત્રે લઈને તેને એકાંતમાં રાખી સાજો કર્યો. પછી તે દાસપુત્રે પોપટને કહ્યું કે “હે પોપટ ! મને આ ગામનું રાજય અપાવ.” પોપટે કહ્યું કે “પ્રયત્ન કરીશ.”
હવે તે ગામનો રાજા વૃદ્ધ હતો અને અપુત્રીઓ હતો, પરંતુ તે બીજા કોઈને રાજ્ય આપવાની ઈચ્છા ધરાવતો હતો; તેથી રાજા કુળદેવીનું ધ્યાન કરીને રાત્રે સૂતો હતો. તે સમયે પેલો પોપટ રાજાના પલંગને માથે રહેલા ક્રીડામયૂરના દેહમાં પ્રવેશ કરીને બોલ્યો કે “હે રાજા ! તું દાસપુત્રને રાજ્ય આપજે, બીજાને આપીશ તો સાત દિવસમાં રાજ્ય નષ્ટ થશે.” તે સાંભળીને “આ કુળદેવીનું વાક્ય છે” એમ જાણી રાજાએ દાસપુત્રને રાજય આપ્યું. દાસપુત્રે તે પોપટને જ રાજા કર્યો અને તેની આજ્ઞા બધે જાહેર કરી. પછી તે પોપટે ધર્મના ઉપદેશથી જિનદાસ શ્રાવકના કુટુંબને તથા પેલા મહેશ્વરી (મેશ્રી) શ્રેષ્ઠીના કુટુંબને પ્રતિબોધ પમાડી શુદ્ધ શ્રાવક કર્યા અને તેમને વૈરાગ્ય ઉપજાવ્યો. પ્રાંતે પોતે સંવેગ પામીને અનશન કર્યું અને મૃત્યુ પામીને શુભ ધ્યાનના પ્રભાવથી સન્નાર નામના આઠમા દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો.
દેવલોકમાં પણ તે પરમ શ્રાવક હોવાથી ધર્મકથા કરવા લાગ્યો; તેથી સર્વ દેવોમાં તે અતિ વિદ્વાન ગણાયો. ત્યાંથી અવીને મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યપણે ઉત્પન્ન થઈ સિદ્ધિપદને પામશે.
જ્ઞાનવાનું મનુષ્ય અવશ્ય સંવેગનું ભાજન થાય છે; તેથી કરીને જ ભગવતી સૂત્રમાં કહ્યું છે કે “જ્ઞાન આલોકમાં, પરલોકમાં અને તેથી પણ આગળના સર્વ ભવમાં હિતકારી છે. વળી “જ્ઞાનક્રિયાપ્યાં મોક્ષઃ સાત'-“જ્ઞાન અને ક્રિયાથી મોક્ષ થાય છે.” એમ પણ કહ્યું છે, માટે જ્ઞાન અને ક્રિયા બન્નેનો ખપ કરવો. | સર્વ નયનું રહસ્ય સંયમ કહેલું છે; માટે હંમેશા જ્ઞાન અને ક્રિયા વડે આપ્ત પુરુષોએ તેનું સેવન કરવું.”