________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫
A ૨૦૧ થોડીવારે મુનિ ભિક્ષા લઈને આવ્યા, અને આહાર કરીને શીલા ઉપર ધ્યાન ધરીને બેઠા. તે વખતે પેલા પારધીએ તે શીલા નીચે અગ્નિ મૂક્યો. તેના તાપને સહન કરતા તે મુનિ શુભ ધ્યાનથી કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા. તે પારધી ઘોર પાપકર્મથી કોઢીઓ થયો. ત્યાંથી ઘણા ભવમાં ભ્રમણ કરીને કોઈ શ્રાવકના ઘેર પશુપાલ થયો. ત્યાં તે નવકારમંત્ર શીખ્યો. એકદા અરણ્યમાં પશુ ચારવા ગયો ત્યાં નિદ્રાવશ થયો. તેટલામાં દાવાનલ લાગવાથી તે બળવા લાગ્યો, એટલે નવકારમંત્રનું ધ્યાન કર્યું. તેના પ્રભાવથી તે પશુપાલ મરણ પામીને તારો પુત્ર થયો છે. શેષ રહેલા પાપકર્મના દોષથી આ ભવમાં તે દુર્ગન્ધપણું પામ્યો છે.” તે સાંભળીને કુમારને જાતિસ્મરણ થયું. પછી શ્રી જિનેશ્વરે તેને રોહિણી તપ કરવાનો ઉપદેશ આપ્યો. કુમાર તે તપ કરીને શરીરનું સુગંધીપણું પામ્યો. માટે હે દુર્ગન્ધા ! તું પણ તે તપનું આચરણ કર.
આ સાંભળીને દુર્ગન્ધાએ વિધિપૂર્વક ઉઘાપન સહિત રોહિણી તપ કર્યું. તેના પ્રભાવથી તે જ ભવમાં તે સુગંધીપણું પામીને સ્વર્ગે ગઈ. ત્યાંથી આવીને તે મઘવા રાજાની પુત્રી રોહિણી નામે થઈ. તે તારી રાણી થઈ છે. “હે અશોક રાજા ! તે તપના પુણ્યથી જન્મથી આરંભીને તે દુઃખ કે રૂદનને જાણતી જ નથી.” આ પ્રમાણે શ્રી વાસુપૂજ્યસ્વામીના શિષ્યના મુખથી સર્વ હકીકત સાંભળીને અશોક રાજાએ ફરીથી પૂછ્યું કે “હે ગુરુ ! અમારે બન્નેને પરસ્પર અતિ સ્નેહ થવાનું શું કારણ?” ગુરુ બોલ્યા કે “સિંહસેન રાજાએ સુગંધકુમારને રાજ્ય સોંપી દીક્ષા ગ્રહણ કરી. પછી સુગન્ધ રાજા જૈન ધર્મનું પાલન કરીને મહાવિદેહક્ષેત્રમાં પુષ્કરાવર્તવિજયમાં પુંડરિકિણી નામની પુરીમાં અર્કકીર્તિ નામે ચક્રવર્તી રાજા થયો ત્યાં સાધુના સંયોગથી દીક્ષા લઈને અનુક્રમે મૃત્યુ પામી બારમા દેવલોકે દેવ થયા. ત્યાંથી ચ્યવીને તું રોહિણીના મનને આનંદ આપનારો અશોક રાજા થયો છે. તમે બન્નેએ પૂર્વે સમાનતપ કર્યું હતું, તેથી તમારે પરસ્પર અતિશય પ્રેમ છે.
વળી હે અશોક રાજા ! તારા મોટા સાત પુત્રો ગુણી થયા. તેનું કારણ એ છે કે “મથુરાનગરીમાં અગ્નિશર્મા નામના બ્રાહ્મણને સાત પુત્રો હતા. તે સર્વ દરીદ્રી હતા. એકદા તેઓએ સર્વ અલંકારથી વિભૂષિત અને મહાભાગ્યવાન રાજપુત્રોને ક્રીડા કરતા જોઈને વિચાર્યું કે “આપણે પૂર્વે કાંઈ પણ પૂણ્ય કર્યું નથી, જેથી આ ભવમાં સ્વપ્નમાં પણ સુખ જોયું નહિ, માટે દીક્ષા ગ્રહણ કરીએ.” એમ વિચારીને તે બ્રાહ્મણના સાતે પુત્રોએ ચારિત્ર લીધું. ત્યાંથી મૃત્યુ પામીને દેવ થઈ ત્યાંથી અવીને તે સાતે તારા પુત્રો થયા છે, અને સૌથી નાનો જે આઠમો પુત્ર છે તે પૂર્વભવે વૈતાઢ્ય પર્વત પર ક્ષુલ્લક નામે વિદ્યાધર હતો. તે શાશ્વત જિનપ્રતિમાની પૂજા કરીને તે પૂજાના પ્રભાવથી સૌધર્મ દેવલોકમાં ગયો. ત્યાંથી ચ્યવને આ તારો આઠમો પુત્ર થયો છે. તેને તે બારીએથી નાંખી દીધો હતો, પણ તેને અદ્ધરથી જ ક્ષેત્રદેવતાએ લઈ લીધો હતો.
વળી તારી ચાર પુત્રીઓ છે. તેનો વૃત્તાંત એવો છે કે - વૈતાઢ્ય પર્વત ઉપર કોઈ વિદ્યાધરને ચાર પુત્રીઓ હતી. તેઓએ એકદા જ્ઞાની ગુરુને પૂછ્યું કે “હે પૂજ્ય! અમારું આયુષ્ય હવે કેટલું બાકી છે?” ગુરુ બોલ્યા કે “તમારું આયુષ્ય ઘણું થોડું બાકી છે, પરંતુ તમારું ચારેનું