________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫
૧૯૫
કહેલા જિતશત્રુ રાજાને સુબુદ્ધિ મંત્રી પાસે પોતાની રસવતીના રસની પ્રશંસા કરતા થયું હતું.
૬૧. સાતાગૌરવધ્યાન ઃ- સુખના ગર્વનું ધ્યાન. એટલે “હું જ સુખી છું” એવા અભિમાનવાળું ધ્યાન ઘણા સુખી દેખાતા જીવોને થાય છે.
૬૨. અવિરહધ્યાન ઃ- અવિરહધ્યાન એટલે પુત્રાદિકનો વિરહ ન થાઓ એવું ચિંતવન. આ ધ્યાન ‘બે પુત્રનો વિરહ ન થાઓ' એવી બુદ્ધિથી ‘આ સાધુઓ માંસ ખાય છે માટે તે રાક્ષસ જેવા છે, તેથી તેની પાસે જવું નહીં.' એમ કહીને પુત્રોને છેતરનાર ભૃગુ પુરોહિત તથા તેની સ્ત્રી યશાને થયું હતું. તેમજ દેવતાએ પ્રતિબોધ કર્યા છતાં પણ વારંવાર વ્રતનો ત્યાગ કરનાર મેતાર્યને થયું હતું.
૬૩. અમુક્તિમરણધ્યાન ઃ- મુક્તિ તે મોક્ષગતિ, તેથી રહિત તે અમુક્તિ, એટલે સંસારના સુખની અભિલાષા, તેણે કરીને મરણ પામવાનું જે ધ્યાન તે ‘અમુક્તિ મરણધ્યાન' કહેવાય છે. તે ‘મુક્તિને વિઘ્ન કરનારું આ નિયાણું ન કર' એમ ચિત્ર નામના પોતાના ભાઈ સાધુએ વારંવાર નિવારણ કર્યા છતાં પણ ‘ચક્રવર્તીની સંપત્તિનો અનુભવ કર્યા વિના હું મુક્તિની પણ ઈચ્છા કરતો નથી.” એવા તીવ્ર અશુભ ભાવથી નિયાણું કરનારા સંભૂતિમુનિને થયું હતું.
“મિથ્યાદુષ્કૃત આપવા લાયક આ ત્રેસઠ દુષ્ણનનાં સ્વરૂપને સાંભળીને વિવેકી પુરુષોએ અનેક પ્રકારના કર્મોનું બંધન કરાવનારા આ સર્વ દુર્ધ્યાનોનો તત્ત્વમાર્ગમાં પ્રવૃત્તિ કરવા સર્વથા ત્યાગ કરવો.”
339
પ
मूलोत्तरगुणश्रेणिप्राज्यसाम्राज्यसिद्धये । बाह्यमाभ्यन्तरं चेत्थं, तपः कुर्यान्महामुनिः ॥१॥
ભાવાર્થ :- “મૂલગુણ તથા ઉત્તરગુણના સમૂહ વડે મહાન્ સામ્રાજ્યની સિદ્ધિને માટે મહામુનિઓએ આ બાહ્ય તથા અત્યંતર તપ કરવું.”
જ્ઞાન, ચારિત્રાદિક મૂળગુણો અને સમિતિ, ગુપ્તિ વગેરે ઉત્તરગુણો કહેવાય છે, તેની શ્રેણી એટલે વિશેષે કરીને તે ગુણોનો ઉદ્ભવ, તેણે કરીને પ્રચૂર એવા સામ્રાજ્યની સિદ્ધિને માટે એટલે સ્વકાર્ય જે ગુણનિષ્પત્તિરૂપ તેને અર્થે પરમનિગ્રંથ એવા મહામુનિઓ બાહ્ય તથા અત્યંતર