________________
૧૯૩
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૫
અભયારાણીને થયું હતું. ૩૯. વિતર્કધ્યાન - વિતર્ક એટલે રાજ્યાદિક ગ્રહણ કરવાની ચિંતા તેનું ધ્યાન. તે નંદરાજાનું
રાજ્ય લેવાની ઈચ્છાવાળા ચાણક્યને થયું હતું. હિંસાધાન-એટલે પાડા વગેરેની હિંસા કરવાનું ધ્યાન. તે કૂવામાં નાંખેલા કાલસૌકરિકને
થયું હતું. ૪૧. હાસ્ય ધ્યાન - હાસ્ય કરવાનું ધ્યાન. તે ચંડરુદ્ર આચાર્યનું હાસ્ય કરનાર મિત્ર સહિત
શિષ્યને થયું હતું. ૪૨. પ્રહાસ ધ્યાન :- પ્રહાસ તે ઉપહાસ. નિંદા અથવા સ્તુતિરૂપ તેનું ધ્યાન તે પ્રહાસ ધ્યાન.
તે “ નૈમિત્તિક મુનિ ! હું તમને વંદન કરું છું.” એ પ્રમાણે વાર્તિકમુનિ પ્રત્યે મશ્કરીમાં
બોલતા ચંડપ્રદ્યોત રાજાને થયું હતું. ૪૩. પ્રદ્વેષ ધ્યાન - અતિ દૈષવાળું ધ્યાન તે પ્રસ્વેષધ્યાન. તે મરુભૂતિ તરફ કમઠને તથા શ્રી
મહાવીરસ્વામીના કાનમાં ખીલા નાંખનાર ગોપને થયું હતું. ૪૪. પરૂષધ્યાન - પરુષ એટલે અતિ નિષ્ફર કર્મ. તેનું ધ્યાન તે પરૂષ ધ્યાન. તે બ્રહ્મદત્ત પુત્ર
ઉપર ચલણી રાણીને તથા યુગબાહુ ભાઈ ઉપર મણિરથને થયું હતું. ૪૫. ભયાન - ભય એ મોહની અંતર્ગત રહેલી નોકષાય પ્રકૃતિ છે તેનું ધ્યાન. તે
ગજસુકુમાલને ઉપસર્ગ કરનારા સોમિલ સસરાને થયું હતું. રૂપધ્યાન - આદર્શાદિકમાં જે જોવું તે રૂપ કહેવાય છે; તેનું ધ્યાન તે રૂપધ્યાન. તે બે પ્રકારનું છે. સ્વરૂપધ્યાન અને પરરૂપધ્યાન. તેમાં “મારું રૂપ સારું છે” એમ જે માનવું તે સ્વરૂપધ્યાન સનકુમારને થયું હતું અને પરરૂપધ્યાન શ્રેણિક રાજાનું ચિત્ર આલેખેલ
ફલક (પાટીયું) જોઈને સુજયેષ્ઠા અને ચેલણાને થયું હતું. ૪૭. આત્મપ્રશંસાધ્યાન:- પોતાની પ્રશંસા કરવાનું ધ્યાન શટાલ મંત્રીના મુખથી પોતાની
કવિતાની પ્રશંસા કરાવવા ઈચ્છનારા વરરૂચિને થયું હતું તથા કોશા વેશ્યાને પોતાની
કલાકુશળતા બતાવનાર રથકારને થયું હતું. ૪૮. પરનિંદા ધ્યાન - તે કુરગડુક પ્રત્યે ચાર સાધુને થયું હતું. ૪૯. પરગઆંધ્યાન - પારકી ગઈ એટલે અન્ય જનો પાસે પરના છતા અછતા દોષ પ્રગટ
કરવા તે. આ ધ્યાન સંઘસમક્ષ દુર્બલિકા પુષ્પમિત્રની ગહ કરનાર ગોષ્ઠામાહિલને થયું
હતું. ૫૦. પરિગ્રહથ્થાનઃ- ધનધાન્યાદિક પરિગ્રહ નવા મેળવવાનું ધ્યાન અથવા ગયેલી સમૃદ્ધિને